વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું

કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાનો આક્ષેપ છે કે દિલીપસિંહ ગોહિલ ભૂમાફિયા છે...તેણે અનેક લોકોને છેતર્યા છે. જો ઉંડાણથી તપાસ કરવામાં આવે તો અનેક મોટા કૌભાંડ ખુલી શકે છે. ત્યારે હાલ તો આરોપી દિલીપ ગોહિલ ફરાર થઈ ગયો છે...પોલીસ ક્યારે તેની ધરપકડ કરીને મોટા ખુલાસા કરે છે તે જોવું રહ્યું.
 

 વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું

રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરા ભાજપમાં ચાલતો અંદરો અંદરનો ડખો સમાવવાનું નામ નથી લઈ રહ્યો...સંગઠન અને સત્તાધીશો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે...ત્યાં હવે એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે ચોંકી જશો. કારણ કે આ ઘટનામાં ભાજપના નેતા ફરિયાદી છે અને ભાજપના જ નેતા આરોપી છે...ત્યારે એવી તો શું બની ઘટના?....જુઓ આ અહેવાલમાં...

વડોદરા ભાજપમાં રોજ નવા નવા વિવાદ સામે આવતા રહે છે. એ જગ જાહેર છે કે સંગઠન અને સત્તાધીશો વચ્ચે જામતી નથી...ધારાસભ્ય શહેર ભાજપ પ્રમુખ પર નામ લીધા વીના સોશિયલ મીડિયા પર વાર કરે છે...આ વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને હજુ પણ ચાલતો રહે તો નવાઈ નહીં...આ બધાની વચ્ચે ભાજપના કોર્પોરેટર સાથે ભાજપના જ કાર્યકરે લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે...જેમાં એક કરોડ 45 લાખમાં જમીન વેચવાના બહાને ભાજપના કાર્યકર સહિત બે શખ્સોએ 21 લાખ રૂપિયા પડાવી લીધા....

શું બની ઘટના?
ભાજપના કોર્પોરેટર સાથે ભાજપના જ કાર્યકરે લાખોની છેતરપિંડી કરી
1.45 કરોડમાં જમીન વેચવાના બહાને ભાજપના કાર્યકરે પડાવ્યા 21 લાખ

આ ઘટનામાં મોરબીના મૂળ માલિકની સુખલીપુરામાં આવેલી મિલકત વેચવાના બહાને ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલ સહિત બે લોકો સામે ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પાસેથી પૈસા પડાવી લીધા...બન્ને આરોપીએ માલિકના બદલે બોગસ વ્યક્તિને વેચાણ દસ્તાવેજ વખતે હાજર રાખીને તેની પાસે સહી કરાવી હતી...પરંતુ કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતાં શંકા ગઈ અને તપાસમાં બન્ને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો...

કેવી રીતે કરી છેતરપિંડી? 
આરોપીઓએ માલિકના બદલે બોગસ વ્યક્તિને દસ્તાવેજમાં હાજર રાખ્યો 
બોગસ વ્યક્તિને હાજર રાખીને તેની પાસે સહી કરાવી હતી
કોર્પોરેટરે માલિકને આપેલો ચેક જમા નહીં થતાં શંકા ગઈ
તપાસમાં બન્ને આરોપીઓનો ભાંડો ફૂટી ગયો

જે જમીન વેચાણનું આ કૌભાંડ કરવામાં આવ્યું તે જમીનના મૂળ માલિક અમૃતલાલ નરભેરામ પરેચા છે...ભાજપના કાર્યકર દિલીપસિંહ ગોહિલઅને તેના સાથે જામાજી સોંઢા સહિત કેટલાક આરોપીઓએ મૂળ માલિકના ખોટા આધારકાર્ડ, પાન કાર્ડ સાથે રાખી વેચાણ દસ્તાવેજ પૂર્ણ કરાવી લીધો...

તો આ ઘટનામાં પોલીસે એક આરોપી જામાજી પુંજાજી સોઢાની ધરપકડ કરી લીધી છે...જ્યારે બે આરોપીઓની શોધખોળ ચાલુ છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news