તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Turkey Fire: ન્યૂઝ એજન્સી રોઇટર્સે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તુર્કિયેના બોલુ પર્વતોમાં આવેલી ગ્રાન્ડ કાર્તલ હોટલમાં મંગળવારે ભીષણ આગમાં 66 લોકોના મોત થયા છે. આ ઘટના ઉત્તર-પશ્ચિમ તુર્કિયેના એક લોકપ્રિય સ્થળ કર્તલકાયા સ્કી રિસોર્ટમાં બની હતી, જ્યાં તે સમયે 234 મહેમાનો રોકાયા હતા.
Trending Photos
Turkey Fire: તુર્કીના બોલુ પર્વતોમાં આવેલી ગ્રાન્ડ કાર્ટલ હોટલમાં લાગેલી ભીષણ આગમાં મંગળવારે 66 લોકોના મોત થયા હતા અને 50થી વધુ લોકો ઘાયલ થયા હતા. આગથી ગભરાઈ ગયેલા મહેમાનો પણ જીવ બચાવવા હોટલની બારીઓમાંથી કૂદી પડ્યા હતા. આ ઘટના ઉત્તર-પશ્ચિમ તુર્કિયે સ્થિત એક પ્રખ્યાત પર્યટન સ્થળ કાર્તલકાયા સ્કી રિસોર્ટમાં બની હતી, જ્યાં તે સમયે 234 મહેમાનો રોકાયા હતા.
સવારે 3.30 વાગ્યે લાગી હતી આગ
આગ 12 માળની હોટલના રેસ્ટોરન્ટના ફ્લોર પર સવારે 3.30 વાગ્યે લાગી હતી, જે ઝડપથી સમગ્ર બિલ્ડિંગમાં ફેલાઈ ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હોટલમાં ધુમાડો ભરાઈ ગયો હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને હોટેલની ફાયર ડિટેક્શન સિસ્ટમ કામ કરવામાં નિષ્ફળ રહી હતી.
કૂદવાને કારણે બે લોકોના મોત: રાજ્યપાલ
બોલુના ગવર્નર અબ્દુલ અઝીઝ અદીનના જણાવ્યા અનુસાર બે પીડિતોની મોત ગભરાઈને બહાર કૂદવાને કારણે થયા છે. હોટેલમાં રોકાયેલા લોકોએ ઉપરના માળેથી નીચે ઉતરવા માટે બેડશીટ દોરડાનો ઉપયોગ કર્યો હતો, જ્યારે અન્ય લોકો આગથી બચવા માટે બારી પાસે સૂઈ ગયા હતા.
51 લોકો ઘાયલ
આરોગ્ય મંત્રી કેમલ મામિસોગ્લુએ પુષ્ટિ કરી કે, 51 લોકો ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે. ગૃહમંત્રી અલી યેરલિકાયાએ જાનમાલના નુકસાન અંગે દુઃખ વ્યક્ત કર્યું અને તેને દેશ માટે આ ઘટના ખૂબ જ દુઃખદ ગણાવી.
20 લોકોને બહાર કાઢવામાં આવ્યા
સ્કી ઈન્સ્ટ્રક્ટર નેમી કેપટૂટાને જણાવ્યું કે, તેણીએ 20 મહેમાનોને બહાર કાઢવામાં મદદ કરી હતી, પરંતુ ભારે ધુમાડાને કારણે આગ ઓલવવામાં ઘણા લોકો માટે પણ લગભગ અસંભવ બની ગયું હતું. ત્રીજા માળે રોકાયેલા એક મહેમાને એસોસિએટેડ પ્રેસ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, "ઉપરના માળે લોકો ચીસો પાડી રહ્યા હતા. એલાર્મ વાગ્યું ન હતું. મારી પત્નીને આગની ગંધ આવી હતી અને અમે મુશ્કેલથી બહાર નીકળવામાં સફળ થયા."
અધિકારીઓએ આગના કારણની તપાસ શરૂ કરી છે અને તપાસનું નેતૃત્વ કરવા માટે છ અધિકારીઓની નિમણૂક કરી છે. પ્રારંભિક રિપોર્ટમાં જાણવા મળી રહ્યું છે કે, હોટલના બહારના ભાગમાં ચેલેટ-શૈલીના લાકડામાં આગની જ્વાળાઓથી આગ વિકરાળ બની હતી, જેના કારણે આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી પડી હતી. હોટલનું સ્થાન ભેખડના કિનારે હોવાથી આગને કાબૂમાં લેવાના પ્રયાસોમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે