બુકીઓએ હવે વેપારીઓને છેતરવાનાં ચાલુ કર્યા, સસ્તા સોનાની લાલચે 3.55 કરોડની છેતરપિંડી

શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં રાજકોટના નામ ચિન્હ બુકી રાકેશ રાજદેવ સહિત 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ભેગા મળી એક વેપારીને સોનામાં રોકાણ કરવાનું કહી 3.55 કરોડની છેતરપિંડી કરી છે. સાથો સાથ દોઢ કરોડથી મોંઘી કાર પણ લઈ લીધાનો આરોપ લાગી રહયો છે.અમદાવાદમાં રહેતા કેમિકલ ટ્રેડિંગના વેપારી શેવલ પરીખ સાથે રાજકોટનો નામચિન્હ બુકી રાકેશ રાજદેવ પોતાના સાગરીત સાથે મળી છેતરપિંડી કરી નાખી છે. આરોપીઓ રાકેશ રાજદેવ,મિતુલ જેઠવા,વિજય તંતી, ફારૂખ દલવાની, અભિષેક અઢિયા અને મુન્ના નામના લોકો ભેગા મળી ફરિયાદીને ધમકી પણ આપી. જેના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળી આવ્યા છે. આરોપી રાકેશ અને ફરિયાદીની મુલાકાત 3 વર્ષ પહેલાં થઈ હતી. ત્યાર બાદ બંને કેટલીક વાર એક બીજા ને મળ્યા પણ હતા. 
બુકીઓએ હવે વેપારીઓને છેતરવાનાં ચાલુ કર્યા, સસ્તા સોનાની લાલચે 3.55 કરોડની છેતરપિંડી

અમદાવાદ : શહેરના ક્રાઈમ બ્રાન્ચમાં રાજકોટના નામ ચિન્હ બુકી રાકેશ રાજદેવ સહિત 6 લોકો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આરોપીઓ ભેગા મળી એક વેપારીને સોનામાં રોકાણ કરવાનું કહી 3.55 કરોડની છેતરપિંડી કરી છે. સાથો સાથ દોઢ કરોડથી મોંઘી કાર પણ લઈ લીધાનો આરોપ લાગી રહયો છે.અમદાવાદમાં રહેતા કેમિકલ ટ્રેડિંગના વેપારી શેવલ પરીખ સાથે રાજકોટનો નામચિન્હ બુકી રાકેશ રાજદેવ પોતાના સાગરીત સાથે મળી છેતરપિંડી કરી નાખી છે. આરોપીઓ રાકેશ રાજદેવ,મિતુલ જેઠવા,વિજય તંતી, ફારૂખ દલવાની, અભિષેક અઢિયા અને મુન્ના નામના લોકો ભેગા મળી ફરિયાદીને ધમકી પણ આપી. જેના પુરાવા પણ ક્રાઈમ બ્રાન્ચને મળી આવ્યા છે. આરોપી રાકેશ અને ફરિયાદીની મુલાકાત 3 વર્ષ પહેલાં થઈ હતી. ત્યાર બાદ બંને કેટલીક વાર એક બીજા ને મળ્યા પણ હતા. 

મળતી માહિતી પ્રમાણે આરોપી રાકેશ અને ફરિયાદી દુબઈમાં ભેગા થયા હતા અને તે સમય રાકેશે ફરિયાદીને સોનામાં રોકાણ કરવા અને તેમાં સારો લાભ મળશે તેમ જણાવ્યું હતું. ત્યારે બાદ લોકડાઉન આસપાસ ફરિયાદીએ રાજકોટની યુનિવર્સલ મેટકોમમાં ગોલ્ડ ઇન્વેસ્ટ માટે પોતાની તરફથી 3.55 કરોડ rtgs કર્યા હતા. ત્યાર બાદ આરોપીઓ પ્લાન મુજબ ફરિયાદીને ગોલ્ડ મળી ગયા છે તે માટે એક ડિલિવરી ચલણ ઉપર ગોલ્ડ નહી મળ્યા હોવા છતાં સહીઓ કરાવવા અમદાવાદ આવ્યા હતા. ત્યાં ફરિયાદીને ધમકી પણ આપી હતી. આરોપીઓ ફરિયાદીની પોર્શે કાર પણ પચાવી પાડી હોવાનો આરોપ લાગી રહયો છે. 

તપાસ માં સામે આવ્યું છે કે, આરોપી રાકેશ બુકી છે અને તેના આઈ. ડી અનેક લોકો સટ્ટો કપાવે છે. ગોવામાં કસીનો પણ છે. 4-5 દિવસ પહેલા રાજસ્થાનમાં 4.5 કરોડનો તેનો સટ્ટો પણ પકડાયો હતો. આરોપી રાકેશ આજે મિતુલ હાલ દુબઈમાં હોવાનું પણ સામે આવી રહ્યું છે. નોંધનીય છે કે હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી છે. આરોપીઓને પકડવા કાર્યવાહી શરૂ કરી છે અને આરોપીઓ ની ધરપકડ બાદ અનેક ખુલાસો સામે આવે તેમ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news