વાલીઓની કમર તોડે તેવો પુસ્તકોમાં ભાવ વધારો, સંતાનોને ભણાવે કેવી રીતે?

રાજ્યમાં 10 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર પુસ્તકોની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક પુસ્તકોમાં તો લગભગ 300% જેટલી કિમતમાં વધારો સામે આવી રહ્યો છે. તો આ વર્ષે આશરે 50% થી 100% સુધીનો વધારો સામાન્ય રીતે લગભગ દરેક ધોરણના પુસ્તકમાં વધવા પામ્યો છે. હવે જો તમે આ ભાવ વધારાની રમક ચૂકવી પણ દો, તો અમુક પુસ્તકો એવા પણ છે જે હાલના તબક્કે બજારમાં ઉપલબ્ધ પણ નથી.
વાલીઓની કમર તોડે તેવો પુસ્તકોમાં ભાવ વધારો, સંતાનોને ભણાવે કેવી રીતે?

અતુલ તિવારી/અમદાવાદ :રાજ્યમાં 10 જુનથી નવું શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર પુસ્તકોની કિંમતોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. કેટલાક પુસ્તકોમાં તો લગભગ 300% જેટલી કિમતમાં વધારો સામે આવી રહ્યો છે. તો આ વર્ષે આશરે 50% થી 100% સુધીનો વધારો સામાન્ય રીતે લગભગ દરેક ધોરણના પુસ્તકમાં વધવા પામ્યો છે. હવે જો તમે આ ભાવ વધારાની રમક ચૂકવી પણ દો, તો અમુક પુસ્તકો એવા પણ છે જે હાલના તબક્કે બજારમાં ઉપલબ્ધ પણ નથી.

ધોરણ 12 સાયન્સ અને 10ના પુસ્તકોમાં 300% સુધી ભાવવધારો થયો છે. અનેક પુસ્તકો તો હજુ દુકાનો સુધી પહોંચ્યા પણ નથી. તમામ પુસ્તકો મળતા હજુ એક મહિનાનો સમય લાગે તેવી શક્યતા છે. ત્યારે આ ભાવવધારો વાલીઓની કમર તોડી નાખે તેવો છે. સંતાનોને ભણાવવા છે, તેથી મોંઘી કિંમતના પુસ્તકો ખરીદવા સિવાય તેમની પાસે કોઈ ઓપ્શન નથી. 

ધોરણ 12 સાયન્સની પુસ્તકોનો ભાવ વધારો
ધોરણ 12 સાયન્સ અને 10ના પુસ્તકોમાં 300% સુધી ભાવવધારો થયો છે. ધોરણ-12 સાયન્સના પુસ્તકોમાં ભાવ વધારા પર નજર કરીએ તો ભૌતિક વિજ્ઞાનની બુક પહેલા 62 હતા, હવે તેની કિંમત 221 રૂપિયા થઈ ગઈ છે. રસાયણ વિજ્ઞાનની બુક પહેલા 64 રૂપિયામાં મળતી, હવે 153 રૂપિયામાં મળે છે. ગણિતની પુસ્તકનો ભાવ 94થી વધીને 117 રૂપિયા થઈ ગયો છે. જીવવિજ્ઞાનમાં 55 રૂપિયાથી વધીને 153 રૂપિયા ભાવ થયો છે. 

ધોરણ 10ની ગણિત વિજ્ઞાનની ગુજરાતી બુક પહેલા 180 રૂપિયામાં મળતી હતી, જેની કિંમત હવે 275 રૂપિયા થઈ ગઈ છે. ધોરણ 10ની ગણિત વિજ્ઞાનની અંગ્રેજી બૂક પહેલા 180માં મળતી હતી, જે હવે 305માં મળી રહી છે. તો સામે ગુજરાત બોર્ડની NCERTની ગણિત વિજ્ઞાનની બુક હજુ છપાઈ નથી.

પુસ્તકોના ભાવમાં થયેલા ધરખમ વધારાના વિરોધમાં ગઈકાલે NSUI દ્વારા ગાંધીનગર સ્થિત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને ગરીબ વાલીઓને રાહત મળી રહે તે માટે પુસ્તકોના ભાવમાં ઘટાડો કરવામાં આવે સાથે જ પુસ્તકો પુરતા પ્રમાણમાં માર્કેટમાં પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ કરી હતી. તો બીજી તરફ ઇન્ક, કાગળ, બાઇન્ડિંગ કે પ્રિન્ટિંગમાં કોઈ ભાવવધારો પણ નાં થયા હોવાનું બુક સેલર એસોસિયેશનના સભ્ય નરેશ શાહ દ્વારા કહેવામાં આવ્યું હતું. સાથે જ રાજ્ય પાઠય પુસ્તક મંડળ પાસે કરોડોનું ભંડોળ પાડ્યું હોવા છતાં પુસ્તકોની કિંમત પર લગામ ન લગાવાઈ રહ્યાનો આક્ષેપ પણ નરેશ શાહ દ્વારા કરાયો હતો. તેમજ હજુ અનેક પુસ્તકો છપાઈ પણ નથી. તેમજ દુકાનો સુધી પહોંચી પણ નથી તેવો આક્ષેપ બુક સેલર એસોસિએશન નરેશ શાહે કર્યા હતા.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news