વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો

Gujarat Tourism : બિપરજોય વાવાઝોડાની અસરના કારણે દરિયામાં ભારે કરંટ....દ્વારકા, માંગરોળ, જખૌના દરિયાકિનારે ભારે કરંટ...દરિયાકિનારે લોકો ન જાય તે માટે ચુસ્ત સુરક્ષા...
 

વાવાઝોડા વચ્ચે કોસ્ટગાર્ડ બન્યું સંકટમોચક, મધદરિયે ફસાયેલા 50 લોકોનો જીવ બચાવ્યો

Gujarat Weather Forecast : ગુજરાત પર હાલ મંડરાઈ રહેલા સંકટ વચ્ચે ફસાયેલા લોકોને બચાવવા રેસ્ક્યૂ ટીમ કામે લાગી છે. દરિયાકાંઠે તંત્ર ખડેપગે ઉભુ છે. ત્યારે કોસ્ટગાર્ડની ટીમે દરિયામાં વચ્ચોવચ એક શિપમાં ફસાયેલા 50 કર્મચારીઓને મહામહેનતે બચાવ્યા હતા. ભારતીય તટ રક્ષક પ્રાદેશિક મુખ્ય મથક ઉત્તર પશ્ચિમે ઓઇલ ડ્રિલિંગ શિપ 'કી સિંગાપોર'માંથી 50 કર્મચારીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. 

વાવાઝોડાના તોફાન વચ્ચે કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરી સામે આવી છે. જેમાં ઓખા નજીક 50 કર્મચારીઓનું રેસ્ક્યૂ કરાયુ હતું. કોસ્ટગાર્ડને ગઈકાલે સાંજે એલર્ટ મળ્યુ હતુ કે, ખરાબ હવામાનને કારણે 50 કર્મચારીઓ એક શિપ પર ફસાયેલા છે. એલર્ટ બાદથી જ કોસ્ટગાર્ડની ટીમ મદદે પહોંચી ગઈ હતી. 

In a nerve-racking mission, @IndiaCoastGuard Ship Shoor & ALH Mk-III (CG 858) augmented for evacuation of 50 personnel from Jack up rig “Key Singapore” off #Okha, #Gujarat. All 50 crew (26 crew on 12th Jun and 24 crew today) evacuated safely. pic.twitter.com/JYbTsn8GbJ

— Indian Coast Guard (@IndiaCoastGuard) June 13, 2023

તમામ કર્મચારીઓને કોસ્ટગાર્ડની ટીમે જીવના જોખમે ખાનગી કંપનીના કર્મચારીઓને બચાવ્યા હતા. તેના બાદ વહેલી સવારે કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર કર્મચારીઓને લઈને પહોંચી ગયુ હતું. 

અત્યંત ગંભીર ચક્રવાત ‘બિપરજોય’ નજીક આવવાને કારણે અત્યંત ઉબડખાબડ દરિયાઈ પરિસ્થિતિ અને પ્રતિકૂળ હવામાન વચ્ચે આ રીંગ દેવભૂમિ દ્વારકાથી ખુલ્લા સમુદ્રમાં 25 માઈલ દૂર છે. 

આજે મુખ્ય સચિવ રાજકુમાર ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં આર્મી, એયર ફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડ તમામ યુનિટ એલર્ટ પર મુકાયા છે. કચ્છમા આર્મીની 3 કોલમ એલર્ટ મોડ પર છે. તો આર્મીની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલાશે. કચ્છમાં આવેલ એયર બેઝ એલર્ટ પર રહેવા સુચના અપાઈ છે. મુખ્ય સચિવે કેન્દ્રીય એજન્સીઓ સાથે સમીક્ષા કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news