Budget 2022: બજેટમાં ગુજરાત માટે મહત્વપૂર્ણ જાહેરાત; અમદાવાદ-ગાંધીનગરને થશે ફાયદો
વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: ગિફ્ટ સિટી પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય બજેટ 2022માં ગુજરાત માટે એક સૌથી મોટા લાભની વાત કરી છે. કેન્દ્રીય બજેટમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરુ કરવાની દરખાસ્ત નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીયસ્તરના નાણાકીય વિવાદો ઉકેલવાના પ્રયાસરૂપે આ સેન્ટર કામ કરશે.
આ વિશે જાણવા મળી રહ્યું છે કે વર્લ્ડ ક્લાસ ફોરેન યુનિવર્સિટી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાંથી ફિનટેક-ટેક્નિકલ અને મેનેજમેન્ટ કોર્સ ઓફર કરી શકશે. ગિફ્ટ સિટી એક ફાઇનાન્સ ટેક સિટી તરીકેની ઓળખની સાથે હવે અભ્યાસના કેન્દ્ર પણ ગિફ્ટ સિટીમાં સ્થપાશે. આમ, ડોમેસ્ટિક રેગ્યુલેશન મુક્ત નવી યુનિવર્સિટી કે ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં કાર્યરત થઇ શકશે.
ઇન્ટરનેશનલ આર્બિટેશન સેન્ટર શરૂ થવાને પગલે ફોરેન કંપનીઓને ગિફ્ટમાં તેમના યુનિટ સ્થાપવામાં પ્રોત્સાહન મળશે. ભારત સરકાર સાયન્સ ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ-સ્ટેમને તેની શિક્ષણ પોલિસીમાં અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. ત્યારે નિર્મલા સીતારમણે બજેટ 2022-23 દરમિયાન ગાંધીનગરમાં ફિનટેક, સાયન્સ, ટેક, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ ક્ષેત્રે નવી યુનિવર્સિટીઝ અને ઇન્સ્ટિટ્યૂટ ગિફ્ટ સિટીમાં સ્થપાશે એવી જાહેરાત કરી છે. જેને પગલે ફિનટેક અને સાયન્સ ટેક્નોલોજી પર ભાર મૂકવામાં આવશે..
મહત્વનું છે કે ગુજરાતની ગિફ્ટ સિટી આંતરરાષ્ટ્રીય નાણાકીય હબનું ગેટ વે ઓફ ઇન્ડિયા બને તેવી નેમ છે. હાલમાં 200થી વધુ કંપની અહીં કાર્યરત છે અને 12,000 લોકોને રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે. ભવિષ્યમાં અનેક કોર્પોરેટ કંપનીઓ અને મોટી કંપનીઓ ગિફ્ટ સિટીમાં પોતાના હેડક્વાટર બનાવે તે પ્રકારનું આયોજન પહેલેથી કરાયેલું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે