Video: મોઢામાં ગુટખા ભરીને ઉર્ફી જાવેદ સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો વ્યક્તિ, પછી થઈ જોવા જેવી

ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડામાં પાપારાજીની સામે ઉભી રહી ફોટો પડાવી રહી હતી ત્યારે તેને એક ક્રેઝી ફેન સેલ્ફી લેવા માટે પહોંચી ગયો. 

Video: મોઢામાં ગુટખા ભરીને ઉર્ફી જાવેદ સાથે સેલ્ફી લેવા પહોંચી ગયો વ્યક્તિ, પછી થઈ જોવા જેવી

નવી દિલ્હીઃ બિગ બોસ ઓટીટી ફેમ અભિનેત્રી ઉર્ફી જાવેદ આમ તો પોતાના આઉટફિટને કારણે ચર્ચામાં રહે છે પરંતુ હાલમાં તેની સાથે કંઈક એવી ઘટના બની કે તે ફરી ચર્ચામાં આવી છે. ઉર્ફી જાવેદ પોતાના અતરંગી કપડામાં પાપારાજીની સામે ઉભી રહી ફોટો પડાવી રહી હતી ત્યારે તેને એક ક્રેઝી ફેન સેલ્ફી લેવા માટે પહોંચી ગયો. આ વ્યક્તિ મંજૂરી લીધા વગર સીધો ઉર્ફીની નજીક પહોંચી ગયો અને સેલ્ફી લેવા લાગ્યો. 

ઉર્ફીની સામે ગુટખા થુકી લીધી સેલ્ફી
ઉર્ફી જાવેદ કંઈ સમજે તે પહેલાં વ્યક્તિ તેની નજીક આવી ગયો હતો. આ જોઈને પાપારાજીએ રાડ પાડી, એ ગુટખા લવર... થોડુ આરામથી. હકીકતમાં ઉર્ફી સાથે ફોટો પડાવવા આવેલા વ્યક્તિ મોઢામાં ગુટખા ખાઈ રહ્યો હતો. સેલ્ફી લેતાં પહેલાં તેણે ઉર્ફીની નજર સામે રોડ પર ગુટખા થુકી દીધી હતી. 

ગુટખા લવર બોલ્યો સોરી
ફોટોગ્રાફર દ્વારા ફટકાર લગાવ્યા બાદ તે વ્યક્તિએ ઉર્ફી અને પાપારાજીને સોરી કહ્યું હતું. ત્યારબાદ ફોટોગ્રાફરે કહ્યું કે, હવે થુકી દે. ત્યારબાદ તે સેલ્ફી લઈને જતો રહે છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

શું હતું ઉર્ફી જાવેદનું રિએક્શન?
જ્યાં સુધી આ ઘટના પર ઉર્ફી જાવેદના રિએક્શનની વાત કરીએ તો તે ત્યાં ઉભી-ઉભી હસી રહી છે. ઉર્ફી જાવેદ માટે હાસ્ય રોકવું મુશ્કેલ થઈ રહ્યું છે. એટલું જ નહીં ત્યારબાદ ફોટોગ્રાફર્સ તેને મળ્યા તો તેણે ગુટખા ખાનાર વ્યક્તિનો ઉલ્લેખ કર્યો અને હસવા લાગી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news