કાકાનો કટાક્ષ! 'ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દો'

વાવ વિધાનસભાની પેટા ચૂંટણી માટે આજે ભાભરમાં ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ,,, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર,,, ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર માટે CM માગશે વોટ,,,

કાકાનો કટાક્ષ! 'ગેનીબેન માટે જનતાએ 3 વાર મામેરું ભર્યું, બેનને કહો હદ થઈ, હવે ભાઈનો વારો આવવા દો'

ઝી બ્યૂરો, અમદાવાદઃ ગેનીબેન લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી જીત્યા હતા. જેને પગલે તેમની વિધાનસભાની બેઠક ખાલી પડી હતી. ત્યારે ગેનીબેન જે બેઠક પર અગાઉ ધારાસભ્ય હતા તે બેઠક એટલેકે, વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષોની આ ચૂંટણી પર નજર છે. ભાજપ માટે પણ હવે વાવમાં વટનો સવાલ છે. એજ કારણ છેકે, વાવની પેટા ચૂંટણીના પ્રચારમાં આજે ખુદ સીએમ પોતાના પક્ષના ઉમેદવારને જીતાડવા મત માંગવા આવશે...ભાભરમાં યોજાશે ભાજપનો સ્નેહ મિલન કાર્યક્રમ.

વાવ વિધાનસભાની ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે.. ત્યારે ગેનીબેન ઠાકોરના કૌટુંબિક કાકા ભુરાજી ઠાકોરે પણ જાહેર સભા યોજી... જેમાં ભુરાજી ઠાકોરે ગેનીબેન ઠાકોર પર આકરા પ્રહાર કર્યા છે... સભામાં ભુરાજી ઠાકોરે સ્વરૂપજી ઠાકોરને જીતાડવા માટે અપીલ કરી છે.. તેમણે સભામાં કહ્યું કે અમારો ભાઈ ઉભો છે તો મહેરબાની કરીને થોભી જાઓ... અમારો અને અન્ય સમાજ પણ ભાજપની સાથે જ રહેશે

બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ..ત્યારે ભાજપ, કોંગ્રેસ, અને અપક્ષ ઉમેદવારો જીતની આશાએ એડી ચોંટીનું જોર લગાવી વાવ વિસ્તારમાં પરચાર પ્રસાર કરી રહ્યા છે... તેવામાં વાવના માડકા ગામ ખાતે યોજાયેલી ચૂંટણીસભામાં કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે... કહ્યું કે આ વાવની ચૂંટણી હાલની તારીખમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે.ભાજપ ક્યાંય હરીફાઈમાં પણ નથી.. એટલે કોઈ ભાજપ વિશે વિચારતું હોય તો મહેરબાની કરીને ન વિચારતા... સાથે જ ગુલાબસિંહ રાજપૂત પોતાનો કિંમતી વોટ કોંગ્રેસને આપવા માટે વિનંતી કરી છે... 

વાવ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એડીચોટીનું જોર લગાવી રહ્યા છે... ત્યારે ભાભરમાં  રાજ્ય સરકારના મંત્રી ભાનુબેન બાબરીયા,  બચુભાઇ ખાબડ, પ્રફુલ પાનશેરિયા અને ભીખુસિંહ પરમાર સહિત ભાજપ જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા અને જિલ્લાના ભાજપના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા... જ્યાં ભાજપના હોદેદારોને વાવ વિધાનસભાની 8 જિલ્લા પંચાયતની સીટો અને 321 બુથોની જવાબદારી સોપાઈ અને વાવ વિધાનસભાની સીટ જીતવા માટે ભાજપે બુથ વાઇઝ માઈક્રો પ્લાનિંગ પણ કર્યું...

ભાભરમાં ભાજપના સ્નેહમિલન સમારોહ પહેલાં વાવના અપક્ષ ઉમેદવાર માવજી પટેલનો જાહેર સભામાં હુંકાર,,, કહ્યું- આ ચૂંટણી હું નહીં, વિસ્તારની જનતા લડી રહી છે,,, આકોલીની સભામાં મોટી સંખ્યામાં હાજર રહ્યા લોકો,,, બીજી તરફ વાવની ચૂંટણીમાં ગેનીબેનના કાકાએ કર્યો પોતાની ભત્રીજી પર કટાક્ષ,,, કહ્યું- ગેનીબેન માટે જનતાએ 3 વખત મામેરું ભર્યું છે,,, બેનને કોઈ કહો હવે ભાઈનો વારો આવવા દો,,,

બનાસકાંઠાની વાવ વિધાનસભા પેટા ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ, અને અપક્ષ ઉમેદવારો જીતની આશાએ એડી ચોંટીનું જોર લગાવી વાવ વિસ્તારમાં પરચાર પ્રસાર કરી રહ્યા છે....તેવામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર ગામડે-ગામડે ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે... ભાભરના મીઠા ગામે ચૂંટણી પ્રચાર અર્થે સ્વરૂપજી ઠાકોર ,રાધનપુરના ધારસભ્ય લવિંગજી ઠાકોર અને ભાજપના નેતાઓ સાથે પહોંચ્યા હતા જ્યાં મીઠા ગામના લોકોએ 11 હજાર રૂપિયા સ્વરૂપજીને આપીને વોટ આપવાની ખાતરી આપી હતી... સાથે જ  ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે કહ્યું કે વર્ષ 2022ની ચૂંટણીની જેમ આ વખતે હું કોઈ કચાશ નહીં રાખું... હું વાવ વિસ્તારના વિવિધ મુદ્દાઓ લઈને લોકો વચ્ચે જઇ રહ્યો છે અને વોટ માંગી રહ્યો છું...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news