રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રને માર મારવાના કેસમાં PIની બદલી, જાણો શું હતી સમગ્ર ઘટના

રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રને માર મારવાના કેસમાં PIની બદલી થઈ ચૂકી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI એસએસ રાણેની બદલી કરાઈ છે.

 રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રને માર મારવાના કેસમાં PIની બદલી, જાણો શું હતી સમગ્ર ઘટના

ઝી બ્યુરો/રાજકોટ: ભાજપ અગ્રણી અને એડવોકેટ પરેશ ઠાકરના પુત્ર પાર્શ્વ ઠાકરને પોલીસ દ્વારા માર મારવાના મામલે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. ઇજાગ્રસ્ત પાર્શ્વ ઠાકરે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એસ. રાણે દ્વારા ખોટી રીતે રોકી અને માર મારવામાં આવ્યો હોવાનું આરોપ લગાવ્યો હતો. બીજી બાજુ રાજકોટ ભાજપ અગ્રણીના પુત્રને માર મારવાના કેસમાં PIની બદલી થઈ ચૂકી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના PI એસએસ રાણેની બદલી કરાઈ છે.

PI એસએસ રાણેની લિવ રિઝર્વમાં બદલી કરાઈ છે. પોલીસે રુપિયાની માગણી પણ કરી હોવાનો આરોપ લાગ્યો હતો. SOG PI જેડી ઝાલાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનનો ચાર્જ અપાયો છે.

પોલીસ પર ગંભીર આરોપ સાથે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સુધી રજુઆત કરવામાં આવી હતી. ગૃહ વિભાગમાંથી તપાસના આદેશ આપતા હવે પોલીસ હરકતમાં આવી છે. ACP વિશાલ રબારીએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું કે, આરોપ લગાવનાર પાર્શ્વ ઠાકર ઓવર સ્પીડમાં રામાપીર ચોકડી થી લાખના બાંગ્લા તરફ જઈ રહ્યો હતો. 

પીઆઈ એસ.એસ.રાણેની પોલીસ કારને ઓવર સ્પીડમાં ઓવરટેક કરી હતી. જેથી પોલીસે કાર રોકીને આરોપ લગાવનાર પાર્શ્વ ઠાકર પાસે કારના કાગળ, લાઇસન્સ મંગયા હતા. જોકે પોલીસ સાથે બોલાચાલી થતા ફરજમાં રૂકાવટ અને ઓવરસ્પીડનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સામે ગંભીર આરોપ લાગતા પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી જાહેર કર્યા હતા. 

સમગ્ર મામલે ACP વિશાલ રબારીએ વધુમાં જણાવ્યું હતું કે, આરોપી હોસ્પિટલમાં દાખલ થઈ રિપોર્ટ કરાવ્યો છે. જેનું MLC પોલીસ સ્ટેશન ખાતે આવી ગયું છે. આક્ષેપ અંગે પણ તપાસ ચાલુ છે તપાસ કરી આગળની કાર્યવાહી કરીશું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news