VIDEO મારા ભાઈને ફસાવાયા છે, તેઓ પ્રમાણિક અને સાચા રાજકારણી છે: છબીલ પટેલના ભાઈ
Trending Photos
સમિર બલોચ, અરવલ્લી: છબીલ પટેલના વતન ધનસુરાના રાયસણના માળકંપા ગામ ખાતે ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી અને તેમણે તેમના પરિવાર સાથે વાત કરી. છબીલભાઈના નાના ભાઈ દિનેશભાઈએ કહ્યું કે તેમના ભાઈને આ મામલે ફસાવવામાં આવ્યાં છે. તેઓ એકદમ નિર્દોષ છે. અત્રે જણાવવાનું કે જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં પાંચ લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે તેમાં છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ પણ સામેલ છે.
છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈએ વાતચીતમાં કહ્યું કે છબીલભાઈ પ્રમાણિક અને સાચા રાજકારણી છે. ખોટા રાજકારણી અને ગુંડા લોકો તેમને બદનામ કરે છે. ખોટા ખોટા આક્ષેપો કરે છે. ખરેખર એવું છે જ નહીં. તેમણે કહ્યું કે તેઓ અહીં આવ્યાં નથી.
અત્રે જણાવવાનું કે કચ્છના રાજકારણમાં દિગ્ગજ નેતા ગણાતા અબડાસાના પૂર્વ ધારાસભ્ય તથા કચ્છ ભાજપના પૂર્વ પ્રમુખ જયંતિ ભાનુશાળીનું સોમવારે મોડી રાતે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ગોળી મારીને હત્યા કરી નાખવાના બનાવે ગુજરાતના રાજકારણમાં ઉથલપાથલ મચાવી દીધી છે. જયંતિ પટેલનો મૃતદેહ પરિવારજનો દ્વારા હાલ સિવિલ હોસ્પિટલથી તેમના નરોડા ખાતેના ઘરે લાવવામાં આવ્યો. અને અંતિમ દર્શન માટે રખાયો છે. મૃતદેહના આજે સવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
જયંતિભાઈની હત્યા મામલે ભાજપના જ બીજા નેતા છબીલ પટેલ પર લાગ્યો છે. છબીલ પટેલ સાથેના વિવાદ અને ત્યારપછી સેક્સકાંડના મામલે થોડા સમય પહેલા જ જયંતિ ભાનુશાળી ખુબ વિવાદમાં હતાં. ભાનુશાળી સોમવારે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં એસી ફર્સ્ટ ક્લાસ કોચમાં સવાર હતાં અને ભૂજથી અમદાવાદ આવી રહ્યાં હતાં. મોડી રાતે કેટલાક અજાણ્ય શખ્સોએ તેમના પર પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં એક ગોળી આંખમાં અને બીજી છાતીમાં વાગી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે