કોરોનાઃ સીએમની અપીલ- ઓગસ્ટના અંત સુધી બધા તહેવારોની ઉજવણી રદ્દ કરવી જોઈએ

કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, ગુજરાતમાં સરકારે ટેસ્ટની સંખ્યા વધારી છે. હવે દરરોજ 20 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. 
 

કોરોનાઃ સીએમની અપીલ- ઓગસ્ટના અંત સુધી બધા તહેવારોની ઉજવણી રદ્દ કરવી જોઈએ

રવિ અગ્રવાલ/વડોદરાઃ ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 58 હજાર નજીક પહોંચી ગઈ છે. વડોદરા કોરોના કેસની સંખ્યા 4 હજારથી વધુ છે. અહીં 73 લોકોના આ મહામારીમાં મૃત્યુ પણ થયા છે. ત્યારે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સ્થિતિની સમીક્ષા કરવા માટે વડોદરા પહોંચ્યા હતા.  ત્યાં તેમણે આરોગ્ય વિભાગના અધિકારીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિત અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી.

વડોદરામાં સીએમની પત્રકાર પરિષદ
વડોદરામાં અધિકારીઓ સાથે બેઠક યોજીને કોરોનાની સ્થિતિ અંગે માહિતી મેળવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યુ કે, માર્ચ મહિનાની 19મી તારીખે ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો હતો. આજે આ સંખ્યા 54 હજાર નજીક પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે, વડોદરામાં કોરોનાની સ્થિતિ જોતા બેડની સંખ્યા વધારવાની સૂચના આપવામાં આવી છે. આ સાથે તેમણે જણાવ્યું કે, કોરોના સામે લાંબી લડાઈ બાકી છે. જ્યાં સુધી વેક્સિન નહીં આવે ત્યાં સુધી લડવાનું છે. 

ઈન્જેક્શન કૌભાંડઃ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો  

માસ્ક વગર 500નો દંડ
મુખ્યમંત્રીએ કહ્યું કે, 1 ઓગસ્ટથી રાજ્યમાં જે માસ્ક નહીં પહેરે તેની પાસેથી 500 રૂપિયા દંડ લેવામાં આવશે. સીએમે કહ્યું કે, ગુજરાત અને દેશમાં છેલ્લા 15 દિવસથી કેસમાં વધારો થયો છે. રાજ્યમાં હાલ 13 હજાર એક્ટિવ કેસ છે. કેરેલામાં પણ કેસ વધી રહ્યાં છે. સીએમે કહ્યું કે, રાજ્યમાં મૃત્યુઆંક ઘટીને 4 ટકા થયો છે. 

ગુજરાતમાં ટેસ્ટ વધ્યા
મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, રાજ્યમાં કોરોનાના ટેસ્ટ વધારવાનો નિર્ણય સરકારે કર્યો છે. વડોદરામાં ડબલ ટેસ્ટ કરવાની સૂચના આપી છે. રાજ્યમાં દરરોજ 20 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સીએમે કહ્યું કે, સરકારી હોસ્પિટલમાં સારી સુવિધા માટે સૂચના આપવામાં આવી છે. તો શહેરમાં 250 વેન્ટિલેટર છે. સીએમે લોકોને કહ્યું કે, કોરોનાથી ડરવાની જરૂર નથી. લોકોએ તમામ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. 

સુરત: શાકભાજીની લારીઓ વાળા SMC સાથે બાખડ્યા, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા

વડોદરાને 5 કરોડની સહાય
મુખ્યમંત્રીએ વડોદરા, ડભોઈ, સાવલી, પાદરામાં સપ્તાહમાં એકવાર બધા વ્યક્તિઓનું ચેકિંગ થાય તે પણ સૂચના આપી છે. તો ઘરે-ઘરે આયુર્વેદિક અને હોમિયોપેથીની દવા પહોંચડવાની વાત સીએમે કરી છે. તો ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની માગ પર સીએમે કહ્યુ કે, તેમની માગ પર સરકાર પોઝિટિવ વિચારી રહી છે. તો સીએમે મુખ્યમંત્રી રાહત કોશમાંથી વડોદરાને પાંચ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. સીએમે કહ્યુ કે, વડોદરામાં હાલ 3500 બેડની વ્યવસ્થા છે. આગામી 15 દિવસમાં બેડની સંખ્યા વધારીને 5 હજાર કરી દેવામાં આવશે. 

તહેવારોની ઉજવણી ન કરવા અપીલ
હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. આ દરમિયાન અનેક તહેવારો આવવાના છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યુ કે, તહેવારો ઉજવતા મંડળોએ સ્વયંભુ બધા તહેવારની ઉજવણી રદ્દ કરવી જોઈએ. ઓગસ્ટ મહિનાના અંત સુધી કોઈપણ પ્રકારની ઉજવણી કરવાથી બચવું જોઈએ. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news