AMC ના બજેટમાં જોવા મળી કોરોનાની અસર, કોઇ નવો વેરો નહી, કોઇ નવો પ્રોજેક્ટ નહી
પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જોડાયેલા વિસ્તારોના વિકાસ માટેના કામો જોઈએ તો...
Trending Photos
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC) નું વર્ષ 2021 2022 નું ડ્રાફ્ટ બજેટ (Budget) મ્યુનિસિપલ કમિશનરે રજુ કર્યું હતું. આ બજેટ (Budget) માં કોરોના (Corona) ની અસરના પગલે બજેટના કદમા ધરખમ ઘટાડો કરવામાં આવ્યો છે. કમિશનરે 7475 કરોડનું ડ્રાફ્ટ બજેટ (Budget) રજૂ કર્યું છે. જે ગત વર્ષ કરતાના ડ્રાફ્ટ બજેટ કરતા 1432 કરોડનો ઘટાડો જોવા જોવા મળે છે.
આ બજેટ (Budget) ના મુખ્ય હાઇલાઇટની વાત કરવામાં આવે તો અમદાવાદીઓ પર કોઈ પણ પ્રકાર નો કરવેરો ઝીકવામાં આવ્યો નથી. નવા પ્રોજેક્ટો જાહેર કરવામાં આવ્યા નથી. પ્રગતિમાં રહેલા પ્રોજેક્ટોને પૂર્ણ કરવામાં ભાર આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં જોડાયેલા વિસ્તારોના વિકાસ માટેના કામો જોઈએ તો...
-બોપલ ઘુમા ચિલોડા કઠવાડા ના વિકાસ માટ્ 110 કરોડ નિ જોગવાઈ
-120 કરોડ ના ખર્ચે વીએસ 95 કરોડ માટે શારદાબેન અને 115 કરોડ એલ જો હોસ્પિટલ માટે નિ જોગવાઈ
- 11 નવા અર્બન હેલ્થ સેન્ટર માટે 15 કરોડ ની જોગવાઈ
-સિનિયર સીટીઝન માટે આંતરરાષ્ટ્રીય ધરાધોરણ સાથે જીરિયાટ્રિક વિભાગ એસવીપી માં શરૂ કરવામાં આવ્યો
-310 કરોડ ના ખર્ચે નવા 4 ફ્લાય ઓવર બ્રિજ
(જેમાં ઘોડાસર સ્પ્લિટ ફ્લાય ઓવરબ્રિજ,પલ્લવ પ્રગતિનગર જંકશન ફ્લાય ઓવર બ્રીજ, સતાધાર ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ,નરોડા પાટિયા ફ્લાય ઓવર બ્રિજ..)
-10 કરોડ ના ખર્ચે ગાંધી આશ્રમ નો વિકાસ થશે
-હાઉસીંગ ફોર ઓલ માટ 20489 આવાસો બનાવવા નો પ્રોજેકટ
-રેવન્યુ આવક 5337.50 કરોડ આવક નો અંદાજ
-રેવન્યુ ખર્ચ 3912.50 કરોડ નો અંદાજ જે ગત વર્ષ કરતા 5.63 ટકા ઘટ્યો છે
- કેપિટલ ખર્ચ 3562.50 કરોડ નો અંદાજ
-2021-22 વિકાસના કામો માટે 3562.50 કરોડ જોગવાઈ
-વિકાસના કામો માટે ટ્રાન્સફર કરાયેલા 1425 કરોડ કરવામાં આવ્યા
-અર્બન ટ્રાન્સપોર્ટ માટે AMTS ની 700 બસો અને AJL ની 250 બસો,મળી કુલ 950 બસો
-કુલ નવી 150 મીની બસો ખરીદવાની આયોજન
-બી આર ટી એસ માટે 150 મીડી ઇલેક્ટ્રોનિક બસો
-કોમ્યુનિટી હોલ અને ઓડિટોરિયમ માટે 30 કરોડ ની જોગવાઈ
-પશ્ચિમ ઝોન ચાંદખેડા માં કોમ્યુનિટી હોલ,ઉત્તર પશ્ચિમ ઝોન ગોતા ચંદલોડિયા વોર્ડ મા કોમ્યુનિટી હોલ..
-સાઈઝૂલેલલ ઓડિટોરિયમ કમ બેંકવેટ હોલ
-ફાયર કવાર્ટર અને સ્ટેશન માટે રૂ.16.50 કરોડ
નિકોલ અને નરોડા માં કામ પ્રગતિમાં
ગોતા મા નવું ફાયર સ્ટેશન બનશે
-શહેર મા નવા 8 ટેનિસ કોર્ટ બનવવાવા માં આવશે
-કોર્પોરેશનએ સરકારી પ્લોટ વેચી ને 1000 કરોડ ના ભંડોળ નો લક્ષ્યાંક
-આગામી વર્ષે 19 જેટલા સ્માર્ટ વોટર એટીએમ બનવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે