હવામાન વિભાગે કરી ડરામણી આગાહી, આગામી દિવસોમાં બરફ અને વરસાદ પડશે

ભારતભરમાં લોકો શીતલહેરનો સામનો કરી રહ્યાં છે. પહાડો પર બરફ વર્ષા થઈ રહી છે જેથી અનેક રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે. ગુજરાતમાં પણ લોકો ઠંડીને કારણે ઠૂંઠવાયા છે. આ વચ્ચે હવામાન વિભાગે ખતરનાક આગાહી કરી છે. 

હવામાન વિભાગે કરી ડરામણી આગાહી, આગામી દિવસોમાં બરફ અને વરસાદ પડશે

નવી દિલ્હીઃ પહાડોમાં ફરી એકવાર બરફવર્ષાનો દોર શરૂ થઈ ગયો છે... હિમાચલ પ્રદેશથી લઈને જમ્મુ કાશ્મીર સુધી મોસમનો મિજાજ બદલાયેલો જોવા મળી રહ્યો છે... આ જ કારણ છે કે પહાડોએ ફરી એકવાર શ્વેત શણગાર કર્યો છે... હિમવર્ષાથી પહાડો પર બરફની ચાદર પ્રવાસીઓને આકર્ષી રહી છે. પરંતુ મેદાની પ્રદેશોમાં તેના કારણે ઠંડીનું ટોર્ચર વધી ગયું છે. ત્યારે પહાડોથી લઈ મેદાની પ્રદેશ સુધી કેવો છે ઠંડીનો મિજાજ?... જોઈશું આ રિપોર્ટમાં.

પહાડી રાજ્યોમાં ફરી એકવાર મોસમનો મિજાજ બદલાઈ ગયો છે... જેનું પરિણામ એ છે કે પહાડી રાજ્યોએ બરફની સફેદ ચાદર ધારણ કરી લીધી છે... પહાડી રાજ્યો માટે હાલમાં બરફ ભગવાનના વરદાનની જેમ વરસી રહ્યો છે... 

હિમાચલ પ્રદેશના પ્રવાસન સ્થળ મનાલીમાં પણ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે... અહીંયા સોલંગ વેલી, અટલ ટનલ, રોહતાંગ, નેહરુકુંડ વિસ્તારમાં સારો એવો બરફ પડતાં પ્રવાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા છે... જેના કારણે હિમાચલ પ્રદેશમાં પ્રવાસનને મોટો વેગ મળ્યો છે.

આ તરફ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચારેબાજુ કુદરતે શ્વેત શણગાર કર્યો હોય તેવું લાગે છે.  વૃક્ષો, મકાનો, રસ્તા, પહાડો જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ જોવા મળી રહ્યો છે... 

દર વર્ષની જેમ આ વર્ષે પણ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે લઘુત્તમ તાપમાન માઈનસમાં પહોંચી ગયું છે... લોકોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે... જોકે આ બરફવર્ષા સફરજન, અખરોટ સહિતના પાક માટે આશીર્વાદ સમાન છે... 

પહાડો પર થઈ રહેલી હિમવર્ષા મેદાની વિસ્તારો માટે આફત સાબિત થઈ રહી છે... કેમ કે ઉત્તર ભારતના રાજ્યોથી લઈને ગુજરાત સુધી દરેક જગ્યાએ સૂસવાટા મારતા કાતિલ પવનો ફૂંકાઈ રહ્યા છે... વારાણસી હોય કે દેશની રાજધાની નવી દિલ્લી... અહીંયા ગાઢ ધુમ્મસની સાથે લઘુત્તમ તાપમાન નીચે જતાં લોકો ઠંડીમાં ઠૂંઠવાયા... લોકો ઠંડીમાંથી છૂટકારો મેળવવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે.

ઠંડીના ટોર્ચરની વચ્ચે હવામાન વિભાગે લોકોને ડરાવતી આગાહી કરી. જેના કારણે પહાડી રાજ્યોમાં ભારેથી અતિભારે બરફવર્ષા થઈ શકે છે.

ગુજરાતમાં પણ ગુરુવારથી ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ગઈ છે. જેનાથી આગામી દિવસોમાં પણ લોકોને કોઈ રાહત મળવાની શક્યતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news