8th Pay Commission: આઠમાં પગાર પંચ બાદ પટાવાળાથી લઈને શિક્ષક અને IAS-IPS અધિકારી સુધી...કોનો કેટલો વધશે પગાર?
કેન્દ્ર સરકારે આઠમાં પગાર પંચ વિશે મોટી જાહેરાત કરી નાખતા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. હવે તેમનું સેલરી સ્ટ્રક્ચર શું હોઈ શકે તે પણ જાણો.
Trending Photos
કેન્દ્ર સરકારે ગુરુવારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે આઠમાં પગાર પંચની રચનાને મંજૂરી આપી દીધી છે. જેનાથી કર્મચારીઓ જે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ઈન્તેજારનો અંત આવી ગયો છે. આઠમું પગાર પંચ લાગૂ થતા જ સરકારી કર્મચારીઓના પગારમાં ભારે વધારો થાય તેવી સંભાવના છે.
લેવલ-1ના કર્મચારીઓ જેમ કે પટાવાળા, અને સફાઈ કર્મચારીઓનો બેઝિક પગાર 18,000 રૂપિયાથી વધીને 21,300 રૂપિયા થઈ શકે છે. એ જ રીતે લેવલ-2ના કર્મચારીઓનો પગાર 19,900 રૂપિયાથી વધીને 23,880 રૂપિયા થઈ શકે છે.
જૂનિયર ક્લાર્ક અને નવા જોડાયેલા કર્મચારીઓનો પગાર
લેવલ-3 અને લેવલ-4ના કર્મચારીઓ માટે ક્રમશ: 21,700 રૂપિયાથી 26,040 રૂપિયા અને 25,500 રૂપિયાથી 30,600 રૂપિયા સુધી પગારમાં વધારો થઈ શકે છે. જ્યારે લેવલ-5ના કર્મચારીઓના પગાર 29,200 રૂપિયાથી 35,040 રૂપિયા સુધી વધી શકે છે.
લેવલ-6 થી લેવલ 9 સુધીના કર્મચારીઓના પગાર
લેવલ 6 થી લેવલ 9ના કર્મચારીઓના ગ્રેડ પે 4,200 રૂપિયાથી 5,400 રૂપિયા વચ્ચે હોય છે. આ ગ્રેડમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકો તથા ગ્રામ વિકાસ અધિકારીઓ સામેલ હોય છે. તેમના બેઝિક પગારમાં પણ વધારો થશે.
લેવલ અને બેઝિક પગારના આધારે આટલો વધી શકે પગાર
લેવલ-6: 35,400 રૂપિયાથી 42,480 રૂપિયા
લેવલ-7: 44,900 રૂપિયાથી 53,880 રૂપિયા
લેવલ-8: 47,600 રૂપિયાથી 57,120 રૂપિયા
લેવલ-9: 53,100 રૂપિયાથી 63,720 રૂપિયા
લેવલ-10 થી લેવલ 12 સુધીના કર્મચારીઓનો આટલો વધી શકે બેઝિક પગાર
લેવલ-10: 56,100 રૂપિયાથી 67,320 રૂપિયા
લેવલ-11: 67,700 રૂપિયાથી 81,240 રૂપિયા
લેવલ- 12: 78,800 રૂપિયાથી 94,560 રૂપિયા
લેવલ 13 અને 14ના અધિકારીઓના બેઝિક આ પગાર હોઈ શકે
ગ્રેડ પે 8,700 રૂપિયાથી 10,000 રૂપિયા વચ્ચેવાળા લેવલ-13 અને 14ના અધિકારીઓ માટે પણ મોટો ફાયદો રહેશે.
લેવલ-13: 1,23,100 રૂપિયાથી 1,47,720 રૂપિયા
લેવલ-14: 1,44,200 રૂપિયાથી 1,73,040 રૂપિયા
લેવલ 15થી 18ના અધિકારીઓનો બેઝિક પગાર આટલા હોઈ શકે
લેવલ 15થી 18 વચ્ચે આઈએએસ અધિકારીઓ, સચિવ અને મુખ્ય સચિવોના પગાર આવે છે. તેમનો સેલરી સ્ટ્રક્ચર આ હોઈ શકે.
લેવલ-15: 1,82,200 રૂપિયાથી 2,18,400 રૂપિયા
લેવલ-16: 2,05,400 રૂપિયાથી 2,46,480 રૂપિયા
લેવલ-17: 2,25,000 રૂપિયાથી 2,70,000 રૂપિયા
લેવલ-18: બેઝિક પગાર 2,50,000 રૂપિયાથી 3,00,000 રૂપિયા
સેલરી સ્ટ્રક્ચર અને ફાયદા
પગારમાં વધારો ફક્ત બેઝિક પગાર સુધી સિમિત નહીં રહે. તેમાં મોંઘવારી ભથ્થુ અને અન્ય ભથ્થા જેમ કે મકાનભાડું ભથ્થું (HRA) પણ સામેલ હશે. આ બધુ મળીને કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે