કાર જેવું સ્કૂટર.... મળશે સોફા જેવી આરામદાયક સીટ, જાણો ફીચર્સ અને કિંમત સહિત અન્ય વિગત

ભારતીય ઓટો માર્કેટમાં હવે ટૂ-વ્હીલરમાં એક બાદ એક શાનદાર ઓપ્શન મળી રહ્યાં છે. આ વચ્ચે એક ફોર વ્હીલર સ્કૂટર લોન્ચ થયું છે. પેવ હાઈરાઇડર (PEV highrider)કંપનીએ આ સ્કૂટર લોન્ચ કર્યું છે. જાણો તેના ફીચર્સ અને કિંમત વિશે...
 

કાર જેવું સ્કૂટર.... મળશે સોફા જેવી આરામદાયક સીટ, જાણો ફીચર્સ અને કિંમત સહિત અન્ય વિગત

ટૂ-વ્હીલર્સમાં હવે થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલના વિકલ્પ આવવા લાગ્યા છે. તેમાંથી એક નામ છે પેવ હાઈરાઇડર (PEV highrider). આ સ્કૂટરની આ ખાસ વાચ છે કે તેમાં કોઈ કારની જેમ ચાર વ્હીલ મળે છે. જેનાથી બેલેન્સ કરવાની ચિંતા દૂર થઈ જાય છે. એટલું જ નહીં તેમાં કારની જેમ કમ્ફર્ટેબલ સીટ, લેગ રૂમ, બૂટ સ્પેસ જેવા ઘણા ફીચર્સ મળે છે. કુલ મળી આ 2 પેસેન્જરવાળી કારની જેમ છે. આવો તેના વિશે વિગતવાર જાણીએ...

પેવ હાઇરાઇડર ઇલેક્ટ્રિક ફોર-વ્હીલ સ્કૂટરની ડિઝાઇન
આ ઈલેક્ટ્રિક ફોર વ્હીલર સ્કૂટરની ડિઝાઈનની વાત કરીએ તો તેમાં આગળના ભાગમાં કારની જેમ બોનેટ છે. તેની નીચે સ્કૂટરનું વ્હીલ અને મોટર સેટઅપ છે. LED DRL ફ્રન્ટમાં ઉપલબ્ધ છે. તે જ સમયે, તેમાં મલ્ટી ફંક્શન સાથે હેડલાઇટ છે. તેની બેક પ્રોફાઈલની વાત કરીએ તો તેની પાછળની સીટની નીચે મોટી બૂટ સ્પેસ છે. તેની પાછળ એક મોટી લાઇટ સાથે સેટઅપ કરવામાં આવ્યું છે, જે રાત્રે અને બ્રેક લગાવતી વખતે પાછળના વાહનને એલર્ટ કરે છે.

પેવ હાઈરાઇડર ઈલેક્ટ્રિક ફોર-વ્હીલ સ્કૂટરના સ્પેસિફેકેશન્સ
ઇલેક્ટ્રિક સ્કૂટરમાં 600 વોટની બેટરી પેક ક્ષમતાનો વિકલ્પ ઉપલબ્ધ છે. હાઇરાઇડર ઇલેક્ટ્રિક સ્કૂટર બે પ્રકારના બેટરી વિકલ્પોમાં ઉપલબ્ધ છે, જેમાં લિથિયમ-આયન અને લીડ-એસિડનો સમાવેશ થાય છે. બેઝ વેરિઅન્ટ સિંગલ ચાર્જ પર 60Kmની રેન્જ ઓફર કરે છે. તે 6 કલાકમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ થાય છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 25kmph છે. તેમાં 1000W મોટર છે. સામાન્ય પ્લગની મદદથી સ્કૂટરની બેટરી ઘરે બેઠા ચાર્જ કરી શકાય છે.

પેવ હાઈરાઇડર ઈલેક્ટ્રિક ફોર-વ્હીલ સ્કૂટરના ફીચર્સ
આ સ્કૂટરમાં બે પેસેન્જર્સ માટે સીટ મળે છે. આ બંને સીટ આર્મરેસ્ટની સાથે આવે છે. સાથે તેને પોતાની રાઇડિંગ અને સીટિંગ પોઝીશન પ્રમાણે આગળ કે પાછળ કરી શકાય છે. બંને સીટ એટલી કમ્ફર્ટેબલ છે કે તેના પર બાળકો આરામથી બેસી શકે છે. લેગની પાસે પણ મોટી સ્પેસ મળી જાય છે, જ્યાં પર આરામથી તમારો સામાન લઈને ચાલી શકો છો. તેની સાથે સેન્ટર લોકિંગ ચાવી અને બૂટ સ્પેસ માટે અલગથી ચાવી મળે છે. 

સ્કૂટરની આગળના ભાગમાં સામાન સ્ટોર કરવા માટે બોટલ હોલ્ડર અને ખુલ્લું ટ્રંક છે. તેમાં એક હૂક પણ છે જેના પર  બેગ લટકાવી શકાય છે. પાછળ એક બોક્સ પણ આપવામાં આવ્યું છે, જેની ક્ષમતા લગભગ 40 લિટર હશે. તે જ સમયે, પાછળની સીટની નીચે લગભગ 50 લિટર હિડન સ્ટોરેજ આપવામાં આવ્યું છે. તેનું વજન 115 કિલો છે. તેમાં આગળના ભાગમાં ડિસ્ક બ્રેક અને પાછળના ભાગમાં ડ્રમ બ્રેક્સ છે. તમે તેને સફેદ, કાળા અને લાલ રંગના વિકલ્પોમાં ખરીદી શકો છો.

પેવ હાઈરાઇડર ઈલેક્ટ્રિક ફોર-વ્હીલ સ્કૂટરના ફીચર્સ
હવે આ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતની વાત કરીએ તો તેની એક્સ-શોરૂમ કિંમત 92,000 રૂપિયા છે. કંપની તેની મોટર, બેટરી અને વાહન પર 3 વર્ષની વોરંટી પણ આપે છે. કંપની આ સ્કૂટરના ચાર્જર પર કોઈ વોરંટી આપતી નથી. આ સ્કૂટર ચલાવવા માટે તમારે રજીસ્ટ્રેશન અને ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ભારતીય બજારમાં હાલમાં આ સેગમેન્ટમાં અન્ય કોઈ વિકલ્પો નથી.",
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news