નિર્વસ્ત્ર થઈને આખા શહેરમાં ફરી હતી આ સુંદર રાણી! પ્રજાના કલ્યાણ માટે સન્માન લગાવ્યું દાવ પર...
Lady Godiva: દુનિયામાં ઘણા મહાન રાજા-રાણી થઈ ગયા. તેમાંથી અમુકે પોતાની પ્રજા માટે એવા એવા બલિદાન આપ્યા છે, જેના કારણે ઈતિહાસમાં આજે પણ તેમનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાય છે. તેમાંથી એક હતી બ્રિટેનની મહારાણી લેડી ગોડિવા.
Trending Photos
Lady Godiva Story: બ્રિટનની રાણી લેડી ગોડીવાને ઈતિહાસની સૌથી મહાન રાણી કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ તેમનું બલિદાન છે જેણે તેમને વિશ્વના ઇતિહાસમાં મહાન બનાવ્યા. પોતાની પ્રજાના કલ્યાણ માટે આ રાણીએ લંડનની શેરીઓમાં ઘોડા પર નગ્ન ફરવાની શરત સ્વીકારી અને પોતાનું સન્માન દાવ પર લગાવ્યું. જાણો ઈતિહાસના પાનામાં સૂવર્ણ અક્ષરોમાં નોંધાયેલી આ મહાન રાણી લેડી ગોડિવાની કહાની.
હટાવવા માંગતી હતી પ્રજા પરથી ટેક્સનો બોજ
લગભગ 900 વર્ષ પહેલા બ્રિટેનમાં રાજા કેન્યૂટ થયા અને લેડી ગોડિવા તેમની જ પત્ની હતી. રાજા કેન્યૂટ જનતા પાસેથી ભારે ભરખમ ટેક્સ ઉઘરાવી રહ્યા હતા, જેના કારણે પ્રજા ખુબ પરેશાન રહેતી હતી. દયાળું રાણી લેડી ગોડિવાથી આ અત્યાચાર જોવાતો નહોતો, તો તેમણે પોતાના રાજા કેન્યૂટને કહ્યું કે તે પ્રજા પરથી ટેક્સનો બોજ હટાવી દે અથવા તો ઓછો કરી નાંખે.
રાજાએ પારખી રાણીની દયાળુતા
રાજા પણ કઈ ઓછો નહોતો, તે જાણવા માંગતો હતો કે પ્રજાના હિતમાં રાણી કઈ હદ સુધી જઈ શકે છે એટલા માટે તેણે રાણીની સામે એક એવી કઠિન શરત રાખી જે કોઈ પણ મહિલા માટે માનવી ખુબ જ મુશ્કેલ હોય છે. એમ કહી શકાય કે મહિલાઓ માટે આ કામ કરવું અસંભવ હોય છે.
રાજાએ રાણીને કહ્યું નિર્વસ્ત્ર થઈ રસ્તા પર ફરો...
રાજા કેન્યૂટે લેડી ગોડિવાની સામે શરત રાખી કે જો તેઓ લંડનના રસ્તાઓ પર નિર્વસ્ત્ર થઈને ફરશો તો તેઓ પ્રજા પાસેથી ટેક્સનો બોજ પુરી રીતે હટાવી દેશે. રાણીએ તરત જ શરત માની લીધી અને કહ્યું કે તે ઘોડા પર સવાર થઈને લંડનના રસ્તાઓ પર નિર્વસ્ત્ર થઈને ફરશે. તે દરમિયાન શહેરના દરેક ઘર, બિલ્ડિંગની બારીઓ અને દરવાજા બંધ રહેશે અને કોઈ બહાર નીકળશે નહીં.
પ્રજાએ કર્યું રાણીનું સમ્માન
પ્રજા પણ પોતાની દયાળું રાણીના આ બલિદાનથી ગદગદ થઈ ગઈ હતી. જેના કારણે તમામ લોકો ઘરની અંદર રહ્યા અને રાણીને લંડનના રસ્તાઓ પર નિર્વસ્ત્ર થઈને ફરવાની શરત પૂર્ણ કરી દીધી.
ફોડી નાંખી ઘણા શખસની આંખો
માત્ર એક વ્યક્તિએ રાણીને નિર્વસ્ત્ર જોવાની ભૂલ કરી, જેની આંખો ફોડી નાંખવામાં આવી. તેણે રાણીનું સમ્માન ના કરવાની આ સજા આપવામાં આવી હતી. ત્યારબાદ રાજાએ આપેલા વચન અનુસાર પ્રજાને ટેક્સમાંથી મુક્તિ આપી દીધી અને રાણી લેડી ગોડિવાનું નામ દુનિયાની મહાન રાણીઓમાં સામેલ થઈ ગયું. બ્રિટેનમાં લેડી ગોડિવાનું નામ એક સમ્માનથી લેવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે