Rose Plant: ગુલાબના છોડમાં ઝડપથી ફુલ ઉગાડવા અપનાવો આ ટીપ્સ, ડાળીએ ડાળીએ ખીલી ઉઠશે ગુલાબ
Gardening Tips For Rose Plants: ગુલાબનો છોડ ઘણા લોકો ઘરમાં વાવે છે પરંતુ ફરિયાદ એ હોય છે કે છોડમાં સારા અને વધારે ગુલાબ આવતા નથી. ઘરમાં કુંડામાં વાવેલા ગુલાબના છોડમાં પણ મબલખ ફુલ આવી શકે છે જો આ ટીપ્સને ફોલો કરવામાં આવે.
Trending Photos
Gardening Tips For Rose Plants: સુગંધી અને જોતાં જ મન ખુશ થઈ જાય તેવા ગુલાબના ફુલ કોને ન ગમે ? ગુલાબના ફુલની સુંદરતા મન મોહી લે છે. ગુલાબના છોડને તમે ઘરે પણ સરળતાથી ઉછેરી શકો છો. જો તમને ગાર્ડનિંગનો શોખ હોય તો ઘરે ગુલાબનો છોડ વાવી શકાય છે. જો કે ગુલાબના છોડમાં સુંદર ફુલ ત્યારે જ આવે છે જ્યારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે.
ઘણા લોકો કુંડામાં ગુલાબનો છોડ વાવે પણ છે પરંતુ છોડ થોડા સમયમાં કરમાઈ જાય છે અથવા તો તેમાં સારા ફુલ આવતા નથી. જો તમારી સાથે આવું થતું હોય તો આજે તમને આ સમસ્યાનું સમાધાન જણાવીએ. કેટલીક સરળ ટીપ્સ છે જેને ફોલો કરશો તો ગુલાબનો છોડ સારી રીતે ઉગશે અને તેમાં ફુલ પણ મબલખ આવશે.
ગુલાબના છોડ ઉછેરવાની ટીપ્સ
- ગુલાબના છોડમાં સારા અને વધારે ફુલ આવે તે માટે સૂર્ય પ્રકાશ જરૂરી હોય છે. જો છોડને યોગ્ય રીતે તડકો ન મળે તો તેમાં ફુલ નહીં આવે. તેથી છોડને એવી જગ્યાએ રાખો જ્યાં સારો તડકો આવતો હોય. જો તમારા ગુલાબના છોડને સવારના સમયે સારો તડકો મળશે તો તેમાં ભરપુર ફુલ આવશે.
- ગુલાબ માટે સૂર્ય પ્રકાશ પછી સૌથી વધારે જરૂરી છે યોગ્ય માત્રાનું પાણી અને ખાતર. નિયમિત રીતે છોડને પાણી આપવું અને સારી ગુણવત્તાનું ખાતર છોડમાં નાખવાથી સારા ગુલાબના ફુલ ખીલશે.
- ગુલાબનો છોડ વાવવા માટે કાળી માટી અને રેતીને મિક્સ કરી તેમાં ખાતર ઉમેરવું. છોડની માટીમાં કોકો પીટ, બોન મીલ વગેરે મિક્સ કરી શકાય છે.
- ગુલાબના છોડમાં ઘણીવાર કીડા લાગી જાય છે. તેનાથી છોડને બચાવવા માટે લીમડાનું તેલ છાંટી શકાય છે. જેથી ગુલાબનો છોડ કીડા ખરાબ ન કરે.
- ગુલાબના છોડમાં તમે દાળ, ચોખા ધોયેલા પાણીનો ઉપયોગ કરી શકો છો. આ પાણીમાં ભરપુર માત્રામાં પોષકતત્વો હોય છે જે ગુલાબના છોડને ફાયદો કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે