Aadhaar કાર્ડથી પણ તમે મેળવી શકો છો ₹2 લાખ રૂપિયા સુધીની લોન, 90% લોકો નથી જાણતા આ વાત

Aadhaar,જે ભારત સરકાર દ્વારા જારી કરાયેલું એક યુનિક આઈડેન્ટિટી કાર્ડ છે, જે હવે માત્ર ઓળખ કે સરનામાનું પ્રૂફ રહી ગયું નથી. તેની મદદથી તમે પર્સનલ લોન પણ લઈ શકો છો.
 

 Aadhaar કાર્ડથી પણ તમે મેળવી શકો છો ₹2 લાખ રૂપિયા સુધીની લોન, 90% લોકો નથી જાણતા આ વાત

Personal Loan: ક્યારેક જીવનમાં એવી સ્થિતિ આવી જાય છે કે અચાનક પૈસાની જરૂર પડે છે અને ત્યારે તમને કોઈ વિકલ્પ મગજમાં આવતો નથી. ભલે તે સ્વાસ્થ્ય ઈમરજન્સી હોય કે એજ્યુકેશન માટે ફંડની જરૂરીયાત, કે બીજા કોઈ કામ માટે પૈસાની જરૂર. તેવામાં તત્કાલ પૈસાની વ્યવસ્થા કરવી જરૂરી થઈ જાય છે. જો તમે પણ આવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. ખુબ ઓછા લોકો જાણે છે કે તે પોતાના આધાર કાર્ડ દ્વારા પણ સરળતાથી 2 લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન પ્રાપ્ત કરી શકે છે.

Aadhaar, જે ભારત સરકાર દ્વારા જારી કરાયેલું એક યુનિક આઈડેન્ટિટી કાર્ડ છે, જે હવે માત્ર ઓળખ કે સરનામાનું પ્રૂફ રહી ગયું નથી. તેની મદદથી તમે પર્સનલ લોન પણ લઈ શકો છો. Aadhaar Card ની મદદથી તમે એક પર્સનલ લોન પ્રાપ્ત કરી શકો છો, જેનો ઉપયોગ તમારી જરૂરીયાત પૂરી કરવા માટે કરી શકો છો. આ લોન વિશેષરૂપથી તે લોકો માટે ફાયદાકારક છે, જેને ઈમરજન્સીમાં પૈસાની જરૂર હોય છે. 

કઈ રીતે મળે છે આધાર કાર્ડ પર લોન?
આધાર પર લોન પ્રાપ્ત કરવી ખુબ સરળ થઈ ગયું છે. તે માટે તમારે લાંબી પ્રક્રિયા ફોલો કરવાની નથી. આ માટે બસ તમારે થોડા સ્ટેપ ફોલો કરવાના હોય છે. 

યોગ્ય પ્લેટફોર્મની પસંદગી કરોઃ સૌથી પહેલા કોઈ બેંક, NBFC કે ડિજિટલ લોન એપની પસંદ કરો જે આધાર કાર્ડ પર લોન આપતું હોય.

ઓનલાઈન અરજી કરોઃ તમે સંબંધિત પ્લેટફોર્મની વેબસાઇટ કે એપ પર જઈને ઓનલાઈન અરજી કરવી પડશે. અરજી દરમિયાન, તમારી વ્યક્તિગત જાણકારી અને લોન રકમ ભરો.

આધાર નંબરની જાણકારી દોઃ અરજી પ્રક્રિયા દરમિયાન તમારે તમારો આધાર નંબર નાખવો પડશે. તેનાથી તમારી ઓળખ અને સરનામાની ખાતરી સરળતાથી થઈ જશે. 

અન્ય દસ્તાવેજ અપલોડ કરોઃ કેટલાક મામલામાં બેંક કે લોન આપનાર આવક અને ક્રેડિટ હિસ્ટ્રી જાણવા માટે અન્ય દસ્તાવેજ જેમ કે પાન કાર્ડ, પગાર સ્લીપ કે બેંક સ્ટેટમેન્ટ પણ માંગી શકે છે.

લોન અપ્રૂવલ અને ડિસ્બર્સલઃ તમારા દસ્તાવેજની ખાતરી થયા બાદ લોનને મંજૂરી આપવામાં આવશે અને આ રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે. 

આધાર પર લોન કોને મળી શકે?
ભારતનો નાગરિક હોવો જોઈએ.
અરજી કરનારની ઉંમર 21થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
આવકનો સ્થિર સ્ત્રોત હોવો જોઈએ.
ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ.

આધાર કાર્ડ પર લોનનો ફાયદો
ફાસ્ટ પ્રોસેસિંગઃ લોનની મંજૂરી અને રકમ ટ્રાન્સફર ખુબ ઓછા સમયમાં થઈ જાય છે.
ઓછા દસ્તાવેજઃ આધાર કાર્ડ અને કેટલાક બેસિકદસ્તાવેજોની સાથે લોન મળી જાય છે.
ફ્લેક્સિબલ રીપેમેન્ટ વિકલ્પઃ EMI દ્વારા લોન ચુકવવાની સુવિધા મળે છે.
ઓછો વ્યાજ દરઃ અન્ય વિકલ્પોની તુલનામાં ઓછો વ્યાજદર હોઈ શકે છે. 

આ વાતોનું રાખો ધ્યાન
લોન લેતા પહેલા તેના નિયમો અને શરતો ધ્યાનથી વાંચો
માત્ર વિશ્વાસપાત્ર બેંક કે NBFC થી લોન લો.
તમે કેટલી ચુકવણી કરી શકો છો તે નક્કી કરો અને તે પ્રમાણે ઈએમઆઈની પસંદગી કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news