હવે ધરતી પર પ્રલય આવશે પ્રલય...! અનેક ભવિષ્યવાણીઓ વચ્ચે એક્સપર્ટ્સે આપી મોટી ચેતવણી

Space Debris hits Earth: ધરતી પર પ્રલય યા તબાહી આવી શકે છે, તેની ઘણી ભવિષ્યવાણીઓ થતી રહે છે. તેમાંથી એકને લઈને હવે વિશેષજ્ઞઓ ચેતવણી આપી દીધી છે. 
 

હવે ધરતી પર પ્રલય આવશે પ્રલય...! અનેક ભવિષ્યવાણીઓ વચ્ચે એક્સપર્ટ્સે આપી મોટી ચેતવણી

Space Debris falling to Earth: માણસ હવે ઘરતીને ઘણી બધી રીતે નુકસાન પહોંચાડી રહ્યો છે અને તેનું પરિણામ પણ કૃદરતી આપત્તિઓના રૂપમાં ભોગવવું પડી રહ્યું છે. તેના સિવાય જ્યોતિષ અને ભવિષ્યવક્તાઓ દ્વારા પણ ધરતી પર પ્રલય આવવવાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. આવો જ એક મોટો ખતરો છે અંતરિક્ષમાં મોકલેલો કાટમાળ, જે ધરતી પર મોટું નુકસાનનું કારણ બની શકે છે. જો ટૂંક સમયમાં કોઈ પગલાં લેવામાં નહીં આવે, તો તે વિનાશ તરફ દોરી શકે છે. નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે અવકાશમાં વધતો કચરો માનવ જીવન માટે ખતરો બની શકે છે. તેનું તાજેતરનું ઉદાહરણ એ છે કે કેન્યાના એક ગામમાં ઘણા વર્ષો જૂની રોકેટ લોન્ચ રિંગ પડી છે.

સ્પેસમાં ઝડપથી ફરી રહ્યો છે કચરો
નોટિંગહામ ટ્રેન્ટ યુનિવર્સિટીના સ્પેસ ભૈતિકી વિશેષજ્ઞ ડૉ. ઈયાન વિટ્ટેકર જણાવે છે કે અવકાશમાં કબાડ અથવા કચરો ઝડપથી પૃથ્વીની આસપાસ ફરે છે અને તે મનુષ્ય માટે જીવલેણ બની શકે છે. જેમ જેમ અવકાશમાં કચરો વધી રહ્યો છે તેમ તેમ પૃથ્વી પર ખતરો પણ વધી રહ્યો છે. ડૉ. વિટ્ટેકરે કહ્યું, "ભલે એ વાત અત્યારે સાચી છે કે અંતરિક્ષના કચરો પડવાથી કોઈને ટકરાવવાની સંભાવના ખુબ ઓછી છે, પરંતુ આગામી વર્ષોમાં આ સંભાવના વધશે. કારણ કે અવકાશમાં કચરો વધી રહ્યો છે અને તે પૃથ્વી પર પડશે. દેખીતી રીતે જ્યારે કોઈ પડતી વસ્તુ વધુ ઝડપે આવે છે, ત્યારે તે ખૂબ નુકસાન પહોંચાડે છે. આપણે આ તરફ ધ્યાન આપવું પડશે.

મોટી મોટી બિલ્ડિંગોને કરી શકે છે તબાહ
વિભિન્ન અંતરિક્ષ અભિયાનોના કારણે નીકળતો કચરો એટલો મોટો અને ખતરનાક છે કે આ ઘરતી પર પડશે તો મોટી મોટી બિલ્ડિંગોને તબાહ કરી શકે છે. તમને જણાવી દઈએ કે અંતરિક્ષ કક્ષામાં કચરો 8 કિ.મી/સેકેન્ડ (18000 મીલ પ્રતિ કલાક)ની સ્પીડથી ફરે છે પરંતુ વાયુમંડલમાં આવવાથી તેની ગતિ ઓછી થઈ જશે. તેમ છતાં લગભગ 100 મીટર/સેકેન્ડ (200+મીલ પ્રતિ કલાક)ની ગતિથી આગળ વધતો રહેશે. જેમ કે હાલમાં કેન્યામાં બન્યું, જો એરિયન સેપરેશન રિંગ જેવી કોઈ ચીજ મોટી વસ્તી ધરાવતા શહેરી વિસ્તારમાં પડે છે, તો તે સરળતાથી એક મોટી બિલ્ડિંગને તબાહ કરી શકે છે. તેમાં અનેક લોકોનો જીવ પણ જઈ શકે છે.

સૌથી વધારે જવાબદાર સ્પેસએક્સ
ડોક્ટર વ્હિટેકરનું કહેવું છે કે જ્યારે સ્પેસમાં લોન્ચિંગ સૌથી વધુ થઈ રહ્યું છે, જેમાં અંતરિક્ષમાં કચરાના ટુકડાઓની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. તેના પાછળ સ્પેસએક્સ સૌથી વધારે જવાબદાર છે. બાકી અન્ય સેટેલાઈટ અને રોકેટ બનાવનાર કંપનીઓને પણ લોન્ચની જવાબદારી અને તેનાથી વધી રહેલા કચરાની જવાબદારી લેવી પડશે. સાથે સાથે તેનું સમાધાન પણ કાઢવું પડશે.

તમને જણાવી દઈએ કે અંતરિક્ષમાં એસ્ટ્રોનોટ્સ દ્વારા છોડવામાં આવેલો કાટમાળ અને મશીનરીને અંતરિક્ષ કચરો યા અંતરિક્ષ કાટમાળ કહે છે. તેમાં મોટી વસ્તુઓ જેવી કે ઉપગ્રહ યા નાની ચીજો જેવી કે રોકેટમાંથી પડેલો કાટમાળના ટુકડાથી લઈને એસ્ટ્રોનોટ્સ દ્વારા ફેંકવામાં આવેલા કચરાનો પણ સમાવેશ થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news