ક્રિકેટર રિંકુ સિંહે સાંસદ પ્રિયા સરોજ સાથે કરી સગાઈ? જાણો કોણ છે તેની ભાવિ દુલ્હન
Rinku Singh: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સગાઈ કરી લીધી છે. તમામ સોશિયલ મીડિયાની ઘણી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહની ભાવિ દુલ્હન યુપીની સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ છે, જેની સાથે તેની સગાઈ થઈ છે.
Trending Photos
Rinku Singh Priya Saroj: ભારતીય ક્રિકેટર રિંકુ સિંહે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયાની ઘણી પોસ્ટમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે રિંકુ સિંહની ભાવિ દુલ્હન યુપીની સમાજવાદી પાર્ટીની સાંસદ પ્રિયા સરોજ છે, જેની સાથે તેમણે લગ્ન કરી લીધા છે અને જલ્દી જ બન્ને લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે, સ્ટાર ક્રિકેટરના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા કોઈ પુષ્ટિ થઈ નથી.
T20 વર્લ્ડ કપ વિજેતા છે રિંકુ સિંહ
રિંકુ સિંહ ભારતની T20 વર્લ્ડ કપ 2024 વિજેતા ટીમનો ભાગ હતો, જે એક ટ્રેવલિંગ રિઝર્વના રૂપમાં ટીમની સાથે હતો. રિંકુ સિંહને 22 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે શરૂ થનારી ટી-20 સિરીઝની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આઈપીએલ 2023માં પોતાનું નામ બનાવનાર આ ક્રિકેટર માટે 2024ની સીઝન સામાન્ય હતી, જેમાં તેમણે 18.67ની એવરેજથી 168 રન બનાવ્યા હતા. જો કે, તેની ટીમ KKRએ તેનું ત્રીજું ટાઇટલ જીત્યું.
રિંકુએ ભારત માટે 30 T20 મેચ રમી છે, જેમાં તેમણે 507 રન બનાવ્યા છે. આ સિવાય તેમણે 2 ODI મેચ રમીને 55 રન બનાવ્યા છે. રિંકુ સિંહે ઘણા પ્રસંગોએ મેચ ફિનિશરની ભૂમિકા ખૂબ સારી રીતે ભજવી છે. હવે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમણે સમાજવાદી પાર્ટીના સાંસદ પ્રિયા સરોજ સાથે સગાઈ કરી લીધી છે.
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
- Many congratulations to them! ❤️ pic.twitter.com/Owo6Klf5ip
— ASHER. (@ASHUTOSHAB10731) January 17, 2025
RINKU SINGH GOT ENGAGED WITH SP MP PRIYA SAROJ..!!!! 💍
- Many Congratulations to Rinku Singh and Priya Saroj. ❤️ pic.twitter.com/GuCmTMMww2
— Tanuj Singh (@ImTanujSingh) January 17, 2025
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
- Many congratulations to them! ❤️ pic.twitter.com/7b7Hb0D2Em
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 17, 2025
Cricketer Rinku Singh gets engaged to Samajwadi party MP Priya Saroj. pic.twitter.com/cxe4oRxkKG
— Satish Mishra 🇮🇳 (@SATISHMISH78) January 17, 2025
Rinku Singh gets engaged to Samajwadi Party MP Priya Saroj. 💍
- Many congratulations to them! ❤️ pic.twitter.com/GlB3e82bEu
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) January 17, 2025
કોણ છે પ્રિયા સરોજ?
ઉત્તરપ્રદેશના વારાણસીમાં 23 નવેમ્બર 1998ના રોજ જન્મેલી પ્રિયા સરોજ સમાજવાદી પાર્ટીની સભ્ય છે. તે ભારતીય રાજકારણમાં પોતાની છાપ છોડનાર સૌથી યુવા નેતાઓમાંના એક છે. પ્રિયા સરોજ ઉત્તરપ્રદેશના ત્રણ વખત સાંસદ અને વર્તમાન ધારાસભ્ય તુફાની સરોજની પુત્રી છે. તેના પિતાના પગલે ચાલીને પ્રિયાએ રાજકારણમાં પ્રવેશ કર્યો અને 2024માં મછલીશહર મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરીને લોકસભામાં ચૂંટાઈ આવી છે. તેમણે ભાજપના ઉમેદવારને હરાવીને સીટ જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે