'Made In Kadi'...મહેસાણાના કડીમાં નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ, વિદેશી બ્રાન્ડની બોટલમાં ભરી થતું હતું વેચાણ
ગુજરાતમાં દારૂબંધી આ વાત માત્ર મજાક હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં બેફામ દારૂ મળે છે તે વાત તો બધા જાણે છે. પરંતુ હવે મહેસાણાના કડીમાંથી નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. જ્યાં નકલી દારૂ બનાવી વિદેશી બ્રાન્ડની બોટલમાં ભરી વેચાણ કરવામાં આવતું હતું.
Trending Photos
તેજસ દવે, મહેસાણાઃ મેડ ઇન કડી દારૂ... જી હા, દારૂ છે વિદેશી પણ બને છે કડી માં ... ગુજરાતમાં દારૂ બંધી છે અને છતાંય બીજા રાજ્યમાંથી ગુજરાતમાં ગમે તે રીતે બૂટલેગરો દારૂ ઘુસાડી દેતા હોય છે. અને અવાર નવાર પોલીસ ઠેક ઠેકાણે થી વિદેશી દારૂ પકડી પણ પાડતી હોય છે. પરંતુ બૂટલેગરો હવે કઈક નવી તરકીબ શોધી લાવ્યા છે કે જેઓએ વિદેશી દારૂ બહાર થી લાવવાની નહિ પણ જાતે જ વિદેશી દારૂ બનાવવાનું શરુ કરી દીધું. અને એ પણ મેક ડોનાલ્ડ અને રોયલ ચેલેન્જ જેવી મોટી બ્રાન્ડેડ દારૂની બોટલો... કડી નજીક ખેતરમાં ઓરડીમાં એસી લગાવી બનાવતા વિદેશી દારૂ કેવી રીતે બનાવતા નકલી દારૂ જુઓ અમારા આ અહેવાલમાં
મહેસાણા કડી પોલીસે અચરાસણ ગામની સીમમાં આવેલા એક ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા બે શખસની ધરપકડ કરી છે અને 100 લિટરથી વધુ નકલી વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ખેતરની ઓરડીમાં નકલી વિદેશી દારૂની ભરેલી બોટલો, ખાલી બોટલો અને આલ્કોહોલ જપ્ત કર્યા છે. અહી કલર, માલ્ટ, કેમિકલ અને આલ્કોહોલ મિક્સ કરી દારૂ બનાવતા હતા. કડીના અચરાસણ ગામની સીમમાં આવેલી વિશ્વરાજ રબર ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરીની સામે એક ખેતરની અંદર કેટલાક ઈસમો કેમિકલ મિક્સ કરીને વિદેશી દારૂ બનાવી રહ્યા છે. બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા વિદેશી દારૂ બનાવતા ગગન જયંતીભાઈ અને હર્ષદ મગનભાઈ વાઘેલા ઓરડીના ભોંયતળિયે બેસી ઇંગ્લિશ દારૂની કાચની બોટલ પર હેન્ડ પ્રેસિંગમશીનથી બૂચ બંધ કરી રહ્યા હતા. તેમને પોલીસ દ્વારા સ્થળ પરથી રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
કડી પોલીસે સ્થળ પરથી રૂપિયા 1,29,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં અલગ-અલગ કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવરનો 100 લિટર નકલી વિદેશી દારૂ કિંમત રૂપિયા 61,300 અને 450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું હતું. આ કેમિકલ બાબતે આરોપીઓને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અલગ-અલગ કેમિકલમાં પાણી નાખી, આલ્કોહોલ ભેળવી એની અંદર કલર, માલ્ટ અને ફ્લેવર નાખી નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. આ સાથે પોલીસે 450 લિટર આલ્કોહોલ કિંમત રૂપિયા 22,500 પણ કબજે કર્યું હતું. આ ઉપરાંત પોલીસે મિની વિદેશી દારૂની ફેક્ટરીમાંથી અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ, અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો સહિત કુલ રૂપિયા 1,29,520નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, ફેકટરી માં રોયલ ચેલેન્જ વિસ્કીની ખાલી બોટલમાં હલકી ગુણવત્તાનો દારૂ ભેળવતાં હતા
1,29,520નો મુદ્દામાલ જપ્ત
કેમિકલ મિક્સ કરીને રોયલ ચેલેન્જ ફ્લેવર
450 લિટર કેમિકલ ઝડપી પાડ્યું
અલગ-અલગ કેમિકલ તેમજ એસેન્સ
અલગ-અલગ બ્રાન્ડની ખાલી બોટલો
પોલીસ દ્વારા આ જગ્યા ઉપર રેડ કરતા આ નેટવર્ક બુડાસણ ગામનો ગગન પટેલ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેની મદદ હર્ષદ વાઘેલા નામનો ઈસમ કરતો હતો. આ મામલે બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે 1,29,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોપીરાઇટ સહિત વિવિધ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે.આ કેમિકલ્સ ક્યાંથી મેળવવામાં આવેલું છે, છેલ્લા કેટલાક સમયથી આ વેચાણ ચાલી રહ્યું છે તેમજ આ મામલે કોણ કોણ સામેલ હતું તેમજ દારૂ ક્યાં વેચાણ થતો હતો તે મામલે કડી પોલીસ ધ્વારા તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે