ફિલ્મી અંદાજમાં લોકોને ટ્રાફિકના નિયમો સમજાવશે સુરત પોલીસ, સિગ્નલ પર કરશે ડાન્સ, ગીતો પણ ગાશે
લોકોને વારંવાર સમજાવવા છતાં અનેક લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા નથી. સિગ્નલ બંધ હોય તો પણ અનેક લોકો ઉભા રહેવાની જગ્યાએ નિકળી જતાં હોય છે. તેવામાં સુરત પોલીસ લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવા માટે નવતર પ્રયોગ શરૂ કરવાની છે.
Trending Photos
સુરતઃ તમે રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસને તો જોઈ જ હશે. નિયમો તોડતા લોકોને રોકીને દંડની પાવતીઓ આપતા ટ્રાફિકના જવાનોને જોયા હશે...તમે વાહનચાલકો અને પોલીસના જવાનો વચ્ચે થતી માથાકુટ પણ જોઈ હશે...તો તમે ચાર રસ્તા થતાં ટ્રાફિક જામ અને ક્યાંય ન દેખાતા જવાનો પણ જોયા હશે...પણ હવે તમે ટ્રાફિક પોલીસનો ડાન્સ પણ જોશો...તમે ચાર રસ્તા પર જવાનોનું નાટક પણ જોશો. શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં...
ડાન્સ કરશે પોલીસ
હવે તમને ચાર રસ્તા પર કે પછી જ્યાં ભારે ટ્રાફિક થાય છે ત્યાં કંઈક આવું દ્રશ્યો જોવા મળશે. તમને પોલીસના જવાનો દંડ તો આપશે પણ ટ્રાફિકના નિયમોની અવેરનેસ આવે અને ક્યાં વાહનોની લાંબી કતાર ન લાગે તે માટે ટ્રાફિક પોલીસના જવાનો એક અલગ અંદાજમાં ટ્રાફિકને ક્લિયર કરતાં જોવા મળશે. નવાઈ પમાડે તેવો પ્રયોગ સુરત પોલીસ કરવા જઈ રહી છે. સુરતના દરેક ચાર રસ્તા પર ટ્રાફિકના જવાનો આવી રીતે ડાન્સ કરતાં કરતાં વાહનચાલકોને રોકવા અને ચાલવા માટે સુચના આપશે.
સુરત પોલીસનો નવતર પ્રયોગ
ટ્રાફિકના જવાનો એકલો ડાન્સ જ નહીં કરે. ડાયલોગ પણ મારતા જોવા મળી જશે. ફિલ્મી ડાયલોગને ટ્રાફિક અવેરનેસ સાથે જોડીને અલગ અંદાજમાં એવા ડાયલોગ બોલશે કે તમારુ માથુ શરમથી ઝૂકી જશે અને તમે ટ્રાફિકના નિયમો પાડતાં થઈ જશો.
તો ડાન્સ અને ડાયલોગ સાથે સુરત ટ્રાફિક પોલીસના જવાનો ગીતો પણ ગુનગુનાવશે...હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ પહેરવા અને સ્ટોપ લાઈન પર વાહન ચાલકો રોકાય તે માટે ખાસ ગીત પણ તૈયાર કરવામાં આવ્યું છે...જે તમને મનોરંજનની સાથે સભાન પણ કરશે
સુરત પોલીસે પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ નવતર પ્રયોગ શરૂ કરવા જઈ રહી છે. આ માટે જવાનોની ખાસ ટ્રેનિંગ પણ ચાલી રહી છે. પોલીસ માત્ર ટ્રાફિક ડ્રાઈવ કરીને દંડની પાવતીઓ જ નહીં ફાળે. તેની સાથે અવેરનેસ માટે પણ કાર્યક્રમો કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે