Corona Update: રેકોર્ડ 1078 કેસ, 28 મૃત્યુ, 718 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર

નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 52,563 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2257 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ 37958 લોકોને રજા આપવામાં આવી છે. 

Corona Update: રેકોર્ડ 1078 કેસ, 28 મૃત્યુ, 718 ડિસ્ચાર્જ, કુલ સંક્રમિતોની સંખ્યા 52 હજારને પાર

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસનો રાફડો ફાટ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી એક હજારથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. તો આજે છેલ્લા 24 કલાક દરમિયાન વધુ 1078 નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં એક દિવસમાં નોંધાયેલા કેસનો આ રેકોર્ડ છે. તો આ દરમિયાન કુલ 28 લોકોના મૃત્યુ થયા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 718 લોકો ડિસ્ચાર્જ થયા છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 52,563 પર પહોંચી ગઈ છે. તો મૃત્યુઆંક 2257 થઈ ગયો છે. અત્યાર સુધી સારવાર બાદ 37958 લોકોને રજા આપવામાં આવી છે. 

મહામારીમાં વધુ 28 લોકોએ જીવ ગુમાવ્યો
રાજ્યમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ફરી મૃત્યુઆંક વધી ગયો છે. સુરત શહેર તથા જિલ્લામાં મોતનો આંકડો સતત વધી રહ્યો છે. આજે સુરત શહેરમાં 10, અમદાવાદ શહેરમાં 4, સુરત ગ્રામ્યમાં 4, કચ્છ અને પાટણમાં બે-બે તથા અમદાવાદ ગ્રામ્ય, ભાવનગર, બોટાદ અને મોરબીમાં એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે. આમ કુલ 28 લોકોના મૃત્યુ થયા છે. 

રાજ્યમાં નવા કેસનો રેકોર્ડ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1078 કેસ નોંધાયા છે. જે એક રેકોર્ડ છે. આમ છેલ્લા ત્રણ દિવસમાં કેસોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. આજે અમદાવાદ શહેરમાં 187, સુરત શહેરમાં 181, સુરત ગ્રામ્યમાં 75, વડોદરામાં 71, રાજકોટમાં 44, નર્મદામાં 40, દાહોદમાં 31, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 27, જામનગર શહેરમાં 25 કેસ નોંધાયા છે. 

ગુજરાતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ
રાજ્યમાં આજની તારીખે એક્ટિવ કેસોની સંખ્યા 12348 છે. જેમાં 89 દર્દીઓ વેન્ટિલેટર પર છે. તો અત્યાર સુધી 37958 લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી 2257 લોકોના મૃત્યુ પણ થયા છે. આમ દેશમાં કોરોનાના નવા દર્દીઓ મામલે ગુજરાત 12માં ક્રમે છે. તો એક્ટિવ દર્દીઓ મામલે ગુજરાત દેશમાં આઠમાં ક્રમે છે. 

રાજ્યમાં થયેલા ટેસ્ટની વિગત
ગુજરાતમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 5 લાખ 92 હજાર 123 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજની તારીખે રાજ્યભરમાં કુલ 4 લાખ 31 હજાર 823 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન હેઠળ છે. જેમાં 1809 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news