આ શું થવા બેઠું છે? ફરી બંગાળની ખાડીમાં સક્રિય થઈ સિસ્ટમ, જાણો ગુજરાતમાં શું અસર થશે
Gujarat Weather Update: વરસાદને લઈને ફરી એકવાર હવામાન વિભાગ દ્વારા મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. જાણો 24 કલાક બાદ વાતાવરણમાં થઈ શકે છે કેવા પ્રકારનો ફેરફાર...
Trending Photos
- ફરી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
- જાણો ગુજરાતમાં થશે કેટલી મોટી અસર?
- 24 કલાક બાદ વાતાવરણમાં આવશે પલટો
- વરસાદ અંગે હવામાન વિભાગની શું છે આગાહી?
Weather Forecast of Gujarat: ચોમાસુ જતા જતા પણ એનો રંગ બતાવી રહ્યું છે. શિયાળાના આગમનની રાહ જોવાઈ રહી છે. ત્યારે ચોમાસા અને શિયાળાની વચ્ચે જાણે ફરી એકવાર ઉનાળો લોકોને અકળામણ કરાવી રહ્યો હોય હાલ એવો અહેસાસ થઈ રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી પણ કંઈક આ જ દિશામાં ઈશારો કરી રહી છે.
ઉલ્લેખનીય છેકે, છેલ્લાં કેટલાંક દિવસોથી ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. એમાંય એવો વરસાદ કે જાણે હાલ જ સિઝનની શરૂઆત થઈ રહી હોય. ચોમાસુ પુરુ થયું છતાંય વરસી રહેલાં આ વરસાદને પાછોતરો વરસાદ કહે છે. આ વરસાદ ક્યારેય કોઈ કામનો હોતો નથી. જતા જતા પણ આ વરસાદ ભારે નુકસાની કરાવી રહ્યો છે. પાછોતરા વરસાદથી સૌથી મોટું નુકસાન જગતના તાતનું થઈ રહ્યું છે. જીહાં, પાછોતરા વરસાદને કારણે ભારે પાક નુકસાની થવાને પગલે ખેડૂતોની હાલત ખરાબ થઈ ગઈ છે.
હવામાન વિભાગની આગાહી હાલમાં કરવામાં આવેલી મહત્ત્વની આગાહી મુજબ હવે બદલાઈ શકે છે આખુ ચિત્ર. હવામાન વિભાગે આગાહી કરી છેકે, આગામી દિવસોમાં ગુજરાતમાંથી ચોમાસુ વિધિવત રીતે વિદાય લેશે. જોકે, એ પહેલાં જતાં જતા વરસાદ પોતાનો રંગ બતાવશે. ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 24 કલાક દરમિયાન ગુજરાતનું વાતાવરણ સાવ સૂકું રહેશે તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 24 કલાક બાદ વાતાવરણ સૂકું રહેશે. આગામી 24 કલાક દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી દીધી છે. પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરામાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર નહિ થાય તેવું તેમણે જણાવ્યું છે. ગુજરાતમાં પાછોતરા વરસાદને પગલે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે