ધ ડાર્ક હોર્સ: આઇએસ, આઇપીએસની સફર સર કરનારાઓની સંઘર્ષની કહાણી
આઇએસ, આઇપીએસ બનનાર વ્યક્તિની સફળતા એક દિવસમાં તમે ન્યૂઝપેપરમાં જોઇ લો છે. પરંતુ તે વ્યક્તિએ 10 બાય 10 ના રૂમમાં તે લોકો કેવો સંઘર્ષ કરે છે તેમની કહાની છે.
Trending Photos
અમદાવાદ: પ્રભા ખૈતાન ફાઉન્ડેશન અને કર્મા ફાઉન્ડેશન દ્વારા સંયુક્ત રીતે હાઉસ ઓફ એમ.જી. ખાતે કલમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિન્દી લેખક નિલોત્પલ મૃણાલે તેમના બેસ્ટસેલર પુસ્તક ‘ધ ડાર્ક હોર્સ’ વિષે વાત કરી હતી. તેમણે આ કાર્યક્રમમાં પોતાના લેખક બનવા સુધીના સંઘર્ષ, પડકારો તથા અનુભવો વિષે રસપ્રદ રીતે વાત કરી હતી.
પોતાની નવલકથા ‘ધ ડાર્ક હોર્સ’ની રૂપરેખાની સાથે લેખક નિલોત્પલ મૃણાલે વર્તમાન સમયમાં હિન્દી લેખકો તથા લેખક જગતની પરિસ્થતિ વિષે પણ રસપ્રદ વાતો કરી હતી. શ્રોતાઓના સવાલોએ પણ કાર્યક્રમને રસપ્રદ બનાવ્યો હતો.
નિલોત્પલ મૃણાલે આ નામ વર્ષ 2016માં ત્યારે 'લાઇમલાઇટ'માં જ્યારે, તેમને વર્ષ 2015નો સાહિત્ય અકાદમી યુવા પુરસ્કાર આપવામાં આવ્યો. નીલોત્પલ મૃણાલ પોતાના નામની માફક સાહિત્ય જગતમાં ખિલ્યા અને છવાઇ ગયા. જેમ નીલ કમલ ફૂલોની દુનિયાનો બાદશાહ અને ખાસ હોય છે, સાહિત્ય જગત માટે નીલોત્પલ પણ એ જ પ્રકારે ખાસ છે. ઝારખંડના દુમકા જિલ્લાના નૌનિહાટ ગામના રહેવાસી નીલોત્પલ એક શાનદાર લેખક, વક્તા અને ગાયક છે. તેનો જન્મ બિહારના મુંગેર જિલ્લાના સંગ્રામપુર ગામમાં થયો છે. તેમના પુસ્તક 'ડાર્ક હોર્સ'ની નવી આવૃતિ આવી ગઇ છે.
‘ધ ડાર્ક હોર્સ’ એવા વ્યક્તિઓની કહાની જે યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાતમાંથી આઇએસ, આઇપીએસ બનવા માટે દિલ્હીના મુખર્જીનગર જાય છે. ત્યાં તેમનો એક દુનિયા સમક્ષ સામનો થાય છે. તે ગામડાની સંસ્કૃતિમાંથી જાય છે ત્યાં એક નવી જ સંસ્કૃતિ છે. અભ્યાસનું દબાણ છે એક નવી સંસ્કૃતિનું સંક્રમણ છે. ઘણી બધી વસ્તુઓ નવી મળે છે. તેમના પર પુસ્તકો અને સપનાનો ભાર છે. સપનું અને જવાબદારી એટલી મોટી છે. યુવાનીનો સૌથી મહત્વપૂર્ણ સમય તે દાવ પર લગાવવા જઇ રહ્યા છે. આ સમય દરમિયાન કેટલો તણાવ રહે છે. આ તે લોકોની કહાની છે જે આટલો મોટો ખતરો ઉઠાવીને એનસીઆરમાં જાય છે.
મારું આ પ્રથમ પુસ્તક છે માટે પ્રથમ પ્રયત્ન એ રહ્યો છે કે પ્રથમ પુસ્તક ઓથેંટિક હોય. વાચકને એવું લાગવું જોઇએ કે સારું લખ્યું કે ખરાબ લખ્યું પણ સાચું લખ્યું. આઇએસ, આઇપીએસ બનનાર વ્યક્તિની સફળતા એક દિવસમાં તમે ન્યૂઝપેપરમાં જોઇ લો છે. પરંતુ તે વ્યક્તિએ 10 બાય 10 ના રૂમમાં તે લોકો કેવો સંઘર્ષ કરે છે તેમની કહાની છે.
નિલોત્પલ મૃણાલે જણાવ્યું હતું કે બિહારી લોકો પેદા થતાં જ કેમ આઇએએસ બનવા માંગે છે? કારણ કે અમારી પાસે બોલીવુડ નથી, ના તો સમુદ્ર કિનારો ના તો કાપડની મીલો છે ના તો તેલનો સામુદ્રિક ભંડાર છે. અમે શું કરીએ? અમારી પાસે બાપ-દાદાઓ ખેતી કરીને મહેનત કરતા હતા, જેમને દુનિયા મજૂરના રૂપમાં ઓળખે છે. અમારી નવી પેઢી આગળ વધવા માંગે છે. અમારે ધરતી ફાડીને પોતાની જાતને પોલીસ કરવાની છે. અમારે તો NCERTના પુસ્તકો વડે ટોચની સફળતાના દેવતાને પ્રગટ કરવાના છે. અને અમે તે જ કરી રહ્યા છીએ. હવે અમે ધોની જેવો ક્રિકેટર અને પંકજ ત્રિપાઠી જેવા અભિનેતા આપવાનું શરૂ કર્યું છે. અમે નવી જમીન બનાવવા લાગ્યા છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે