Vidhan Sabha માં 'બાવળીયા' મુદ્દે હાસ્ય બાદ ઉગ્ર ચર્ચા, અધ્યક્ષે કરી આવી ટકોર
વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ (DyCM) કોંગ્રેસે બાવળીયા વાવ્યા હોવાનું નિવેદન આપતા કોંગ્રેસના નેતા (Congress Leader) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો
Trending Photos
હિતલ પારેખ/ ગાંધીનગર: ગુજરાત વિધાનસભા (Gujarat Vidhan Sabha) ગૃહમાં હાલ વિધાનસભા સત્રમાં (Assembly Session) ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. ત્યારે વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ (DyCM) કોંગ્રેસે બાવળીયા વાવ્યા હોવાનું નિવેદન આપતા કોંગ્રેસના નેતા (Congress Leader) દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો. જેને લઇને વિધાનસભા ગૃહમાં બાવળીયા મુદ્દા (Bavaliya Issues) પર હાસ્ય બાદ ઉગ્ર ચર્ચા જોવા મળી હતી.
રાજ્યમાં હાલ વિધાનસભા સત્ર (Assembly Session) ચાલી રહ્યું છે. ત્યારે વિધાનસભા સત્ર દરમિયાન કોંગ્રેસે બાવળીયા વાવ્યા હોવાનું ગૃહમાં નીતિન પટેલ (Nitin Patel) દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. જેના જવાબમાં કોંગ્રેસના ઉપનેતા (Congress Leader) શૈલેષ પરમારે નીતિનભાઇને કહ્યું કે, તમે બાવળીયાની વાત કરો છો પણ બાવળીયા તો તમે લઇ ગયા છે. જો કે, આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (DyCM Nitin Patel) તરત જ અધ્યક્ષનું ધ્યાન દોર્યું હતું કે, શૈલેષભાઈ સરકારના મંત્રીનું અપમાન કરી રહ્યા છે. જેને લઇને અધ્યક્ષ (Speaker of Legislative Assembly) દ્વારા ટકોર કરવામાં આવી કે કુંવરજી બાવળીયા (Kunwarjibhai Bavaliya) મંત્રી પોતે કશું બોલતા નથી તો તમે શું કામ કહો છો. જેને લઇને બાવળીયા મુદ્દા (Bavaliya Issues) પર હાસ્ય બાદ ઉગ્ર ચર્ચા જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે