દીપેશ અભિષેક હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો, આસારામ આશ્રમ જવાબદાર
વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા.
Trending Photos
ગાંધીનગર: વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા. દીપેશ-અભિષેક અપમૃત્યુ કેસ મામલે રચાયેલા ડી. કે. ત્રિવેદી તપાસ પંચનો રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. હાલ આ મામલે પુનઃતપાસની માગ કરતી અરજી સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. જેના પર સુનાવણી બાકી છે.
આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસમાં ડી.કે. ત્રિવેદી તપાસ રિપોર્ટના મહત્વના મુદ્દાઓ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં દીપેશ અને અભિષેકના ગુમ થવા પાછળ આશ્રમના મેનેજમેન્ટની બેદરકારી સામે આવી છે. આશ્રમની નિષ્કાળજીનો તપાસ પંચે સ્વીકાર કર્યો છે. સ્થાનિક પોલીસની તપાસમાં કોઈપણ ક્ષતિ ન હતી. જેને લઇને સ્થાનિક પોલિસ તપાસને ક્લીન ચિટ આપવામાં આવી છે. આશ્રમ મેનેજમેન્ટની બેદરકારી હતી જેને નહિ ચલાવાય. ત્યારે 10 વર્ષથી નીચેના બાળકોને ગુરૂકુળમાં પ્રવેશ ના આપવો. ભવિષ્યમાં આવા બનાવ ના બને તે માટે ગુરૂકુળએ કાળજી લેવી જોઇએ.
દીપેશ અભિષેક કેસ
- 3 જુલાઈ 2008 રાત્રે અમદાવાદ આશારામ આશ્રમથી બે પિતરાઈ ભાઈઓ દીપેક અભિષેક ગમ થયા હતા
- 5 જુલાઈ 2008 બને ભાઈ ઓના આશ્રમ નજીક આવેલી સાબરમતી નદીના કિનારેથી મૃત દેહ મળી આવ્યા
- ઓગષ્ટ 2008 માં કેસ ની તપાસ માટે ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ ડી કે ત્રિવેદીનું પંચ રચ્યું હતું
- 2009 માં સ્ટેટ cid એ ipc ની કલમ 304 હેઠળ 7 સાધકો સામે fir કરી
- 2009 માં 7 સાધકો3 હાઇકોર્ટમાં fir સામે કોસિંગ પિટિશન કરી જેમાં હાઇકોર્ટે કલમ 304 રદ કરી 304 a મુજબ તપાસ ના આદેશ આપ્યા
- 2012માં cid એ 304 a મુજબ મેટ્રો કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી
- ડિસેમ્બર 2012માં આસારામ કમિશન સમક્ષ નિવેદન નોંધાવવા આવ્યા હતા.
- 2013માં અહેવાલ તૈયાર કરી રાજ્ય સરકારને સુપ્રત કર્યો, તે દરમિયાન કુલ 200 જેટલા સાક્ષીઓની નિવેદનો કમિશને નોંધ્યાં હતાં.
જુઓ Live TV:-
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે