અંબાલાલ પટેલની ભયાનક આગાહી સાચી ઠરી, ગુજરાતમાં ધુળેટીના દિવસે ગુલાલના બદલે લોહીના ફૂવારા ઉડ્યા, લાશોના ઢગલા

ગુજરાતમાં હોળીકા દહનની ભવ્ય ઉજવણી થઇ હતી. સમગ્ર રાજ્યમાં હોળીની ઉજવણી થઇ હતી. જો કે પાલજની હોળી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. આ હોળીની જ્વાળાઓના આધારે જ પ્રખ્તાય હવામાનશાસ્ત્રી સમગ્ર વર્ષની આગાહી પણ ભાખતા હોય છે. તેમની આ આગાહી મોટા ભાગના કિસ્સાઓમાં સાચી જ ઠરતી હોય છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ પણ હોળીની જ્વાળા જોઇને આગામી વર્ષ અંગે ભવિષ્ય ભાખ્યું હતું. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે હોળીની જ્વાળાઓ કોઇ એક દિશામાં નથી. જેથી આ વર્ષ તમામ પ્રકારે તોફાની રહેવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલની ભયાનક આગાહી સાચી ઠરી, ગુજરાતમાં ધુળેટીના દિવસે ગુલાલના બદલે લોહીના ફૂવારા ઉડ્યા, લાશોના ઢગલા

અમદાવાદ : ગુજરાતમાં હોળીકા દહનની ભવ્ય ઉજવણી થઇ હતી. સમગ્ર રાજ્યમાં હોળીની ઉજવણી થઇ હતી. જો કે પાલજની હોળી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. આ હોળીની જ્વાળાઓના આધારે જ પ્રખ્તાય હવામાનશાસ્ત્રી સમગ્ર વર્ષની આગાહી પણ ભાખતા હોય છે. તેમની આ આગાહી મોટા ભાગના કિસ્સાઓમાં સાચી જ ઠરતી હોય છે. અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષે પણ પણ હોળીની જ્વાળા જોઇને આગામી વર્ષ અંગે ભવિષ્ય ભાખ્યું હતું. અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે હોળીની જ્વાળાઓ કોઇ એક દિશામાં નથી. જેથી આ વર્ષ તમામ પ્રકારે તોફાની રહેવાની શક્યતા છે. 

અંબાલાલ પટેલના અનુસાર આ વર્ષ તમામ પ્રકારે તોફાની રહેશે
અંબાલાલ પટેલ દ્વારા હોળીનાં દિવસે કરવામાં આવેલી આ ભવિષ્યવાણી જાણે કે ધુળેટીના દિવસથી જ સાચી પડવા લાગી હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. ગુજરાતમાં તોફાનના બે કિસ્સા નોંધાયા હતા. જેમાં 2 લોકોનાં મોત થયા હતા. આ ઉપરાંત નદીમાં ડુબી જવાના કારણે એક જ દિવસમાં કુલ 13 લોકોનાં મોત નિપજ્યાં હતા. ધુળેટીના પાવન અને ખુશીનો પર્વ અનેક પરિવારો માટે ગમમાં પરિવર્તિત થઇ ગયો હતો. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ કોઇ વિચારી પણ ન શકે અને ક્યારે આવી સ્થિતિ ભુતકાળમાં સર્જાઇ પણ નહી હોય. 

ઉમંગમાં ડુબવાના બદલે પાણીમાં ડુબી જતા 16 ના મોત
ગુજરાતમાં ડુબી જવાને કારણે કુલ 16 લોકોનાં મોત નિપજ્યાં હતા. જો જિલ્લા અનુસાર વાત કરીએ તો દ્વારકાના ભાણવડમાં ત્રિવેણી નદીમાં ડૂબી જવાના કારણે 5 યુવકોનાં મોત નિપજ્યાં હતા. આ ઉપરાંત મહીસાગરના વણાંકબોરી ડેમ નજીક ચાર યુવકો ડૂબ્યા હતા. કઠલાલના બે યુવકોનાં નદીમાં ડૂબી જતાં મૃત્યુ નિપજ્યાં હતા. લુણાવાડાના ઢેસિયામાં યુવવાનું ડૂબી જતાં મૃત્યુ થયું હતું. ખેડાના વસોના ઝારોલમાં તળાવમાં ડૂબતા 2નાં મૃત્યુ થયા અને આણંદના ઉમરેઠમાં મહીસાગર નદીમાં ડૂબી જતાં 1નું મૃત્યુ નિપજ્યું હતું. આ ઉપરાંત મોડી રાત્રે નવસારીના ઉભરાટ બીચ પર નાહવા પડેલા 3 યુવાન ડૂબ્યા હતા. બે સુરત અને એક નવસારીના વીજલપોરના રહેવાસી હોવાનું સામે આવ્યું અને તમામના મૃતદેહ મોડી રાત્રે મળી આવ્યા હતા. આ પ્રકારે કુલ 14 નાગરિકોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે 2 યુવાનોની શોધખોળ હજી પણ ચાલુ છે. જો કે ફાયર અધિકારીઓનાં અનુસાર તેઓ ઉંડા કાદવમાં ખુપી ગયા હોવાના કારણે તેમને શોધવામાં મુશ્કેલી પડી રહી છે. 

ધુળેટીના દિવસે રંગના બદલે લોહીના ફુવારા ઉડ્યાં, 1 મોત 4 ઘાયલ
બીજી તરફ નવસારીમાં ધૂળેટીનો પર્વ લોહીયાળ બન્યો હતો. નવસારી ધોળાપીપળા પાસેનાં સંદલપોર ગામે કોળી પટેલ અને દેસાઇઓ વચ્ચે હોળી રમવા બાબતે માથાકૂટ થઇ હતી. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ૭૦ વર્ષીય ભરવાડને માથાના ભાગે લાકડાંનો ફટકો મારતા ભરવાડનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. તો અમદાવાદના ગોમતીપુરમાં પણ જુથઅથડામણ થઇ હતી. ધુળેટી રમતા સમયે પાણીના છાંટા ઉડતા અથડામણ થઇ હતી. પથ્થરમારામાં એક યુવકનું મોત નિપજ્યું હતું. ગોમતીપુર પોલીસે રાયોટિંગનો ગુનો દાખલ કરીને વધારે તપાસ આદરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news