હવે અમદાવાદ એરપોર્ટથી સીધા વડોદરા જવાની AC વોલ્વો બસ મળશે, શરૂ થઈ નવી બસ સર્વિસ
Ahmedabad Airport To Vadodara : GSRTC દ્વારા અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધીની મુસાફરી માટે વોલ્વો બસ સુવિધા શરૂ કરાઈ છે, આજથી GSRTC ની દરરોજ ચાર બસ દોડશે, ઓનલાઇન ટિકિટ બુક કરાવી શકાશે; અત્યાધુનિક સુવિધાથી સજ્જ
Trending Photos
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવાની તમામ ફ્લાઈટ મળી જતી હોય છે. તો અહીંથી જ મોટાભાગના રાજ્યોમાં ડોમેસ્ટિક ફ્લાઈટની સુવિધા મળી રહે છે. તેથી ગુજરાતના દરેક મુસાફરને અમદાવાદ એરપોર્ટ તો આવવુ જ પડે છે. પરંતું અહી સુધી પહોંચવા માટે અને એરપોર્ટથી બહાર નીકળ્યા બાદ ઘર સુધી પહોંચવા માટે તેમને કેબ કે ટેક્સી બુક કરાવવી પડતી હોય છે. આવામા એસટી વિભાગ દ્વારા મુસાફરો માટે અનોખી સુવિધા શરૂ કરવામાં આવી છે.
હવેથી અમદાવાદ એરપોર્ટથી સીધી વડોદરાની એસટીની એસી વોલ્વો બસ સેવા આજથી શરૂ થઈ રહી છે. દિવસમાં એસટીની આવી બે બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા જશે.
રાજકોટ બાદ વડોદરાની બસ સેવા
અમદાવાદ એરપોર્ટને GSRTC સાથે જોડવાનો પ્રથમ પ્રયાસ કરાયો છે. ગુજરાતમાં એરપોર્ટથી વડોદરા સુધીની બસ ટ્રાન્સપોર્ટશનની કનેક્ટિવિટી શરૂ કરાઈ છે. હજી થોડા સમય પહેલા જ એસટી વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની એસી વોલ્વો બસ સર્વિસ શરૂ કરાઈ હતી. જોકે, આ બસ સેવાને ખાસ રિસ્પોન્સ મળ્યો નથી. જોકે, વડોદરાની ટ્રીપ ફળદાયી નીવડશે તેવી એસટી વિભાગને આશા છે.
કારણ કે, વડોદરા એ મધ્ય ગુજરાતનું કેન્દ્ર બિંદુ છે. સાથે જ વડોદરા અને અમદાવાદના જોડતો એક્સપ્રેસ હાઈવે પણ આ માટે બહુ જ કામનો બની શકશે. જોકે, આગામી સમયમાં ઉત્તર ગુજરાત, કચ્છ તથા ઉદયપુર માટેની બસ તથા દક્ષિણ ગુજરાતથી અમદાવાદ એરપોર્ટ સુધીની બસ સુવિધા પણ શરૂ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.
તેથી હવે તમારા સ્વજનોને વિદેશ લેવા કે મૂકવા જવા માટે હવે ગાડી બુક કરાવવાથી લઈને ગાડીના પાર્કિંગ માટે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. એસટીની આ સુવિધાથી તમે કોઈ પણ ઝંઝટ વગર સીધી મુસાફરી કરી શકશો. સાથે જ કેબ અને ટેક્સી ચાલકોની મનમાનીનો પણ અંત આવશે. મુસાફરો અને રીક્ષાચાલકો પણ ભાડા બાબતે અનેકવાર તકરાર થતી હોય છે. આવી સ્થિતિમાં આ બસો ફાયદાકારક સાબિત થશે.
આજથી દોડશે આ બસ
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ સુવિધા આજથી 9 મેથી શરૂ થશે. દિવસમાં બે વાર આ બસ અમદાવાદ એરપોર્ટથી વડોદરા સુધીની ટ્રીપ મારશે.
ગતરોજ જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવ્યું કે, સરકાર દ્વારા નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનાવવા પ્રયત્નો કરાયો છે, જેના ભાગરૂપે નિગમ દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યું છે. નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની સવલતમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ છે.
તેજ રીતે સૌરાષ્ટ્રથી આંતરરાષ્ટ્રીય તથા આંતરરાજ્ય મુસાફરી માટે અમદાવાદ એરપોર્ટ તરફ આવનાર મુસાફરોને વધુ સુવિધા સભર બસ કનેક્ટિવિટી મળી રહે તે હેતુસર તારીખ 5 ફેબ્રુઆરીના રોજ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાજકોટ જવા-આવવા માટે વોલ્વો એ.સી.સીટર બસનો શુભારંભ કરાયો છે.
હવે આ પ્રકરણમાં આગળ અમદાવાદ એરપોર્ટથી વડોદરાની બસ કનેક્ટિવિટી શરૂ કરાઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે