પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું, લગ્ન પ્રસંગ માટે પોલીસ પરવાનગીની જરૂર નહી પણ...
રાજ્યના શહેરોમાં રાત્રી કરફ્યુ નખાયો છે. રાત્રી કરફ્યુ અમલ માં હોય ત્યાં આવા કોઈ લગ્ન આયોજન ન થાય તેવું અગાઉ પણ કહેવાયું હતું. પ્રસંગ દરમિયાન સેનિટાઈઝર અને માસ્ક જરૂરી છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :લગ્ન સમારંભોને લઇને સુપ્રીમ કોર્ટ દ્વારા ગુજરાત સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી. ત્યારબાદ સરકાર દ્વારા ફરી એકવાર લગ્ન સમારંભોને મર્યાદિત કરી દેવામાં આવ્યા છે. 200 વ્યક્તિની છુટછાટને પરત ખેંચી લીધી હતી. લગ્ન માટે અગાઉની ગાઈડલાઈન મુજબ આમંત્રિતોને કંકોત્રી આપ્યા બાદ હવે પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે. ત્યારે આજે અંગે પ્રદિપસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં લગ્ન સત્કાર સમારંભ કે અન્ય ઉજવણી કિસ્સામાં ખુલ્લા કે બંધ સ્થળમાં 50 ટકાથી વધુ નહિ પરંતુ 100થી વધુ નહિ તે પ્રકારની સૂચના અપાઈ છે.
વરઘોડા અને બેન્ડ બાજા પર પ્રતિબંધ છે. કેટલાક લોકો દ્વારા પૂછપરછ કરે છે કે પોલીસ પરવાનગી જરૂર છે કે નહી? આ અંગે સ્પષ્ટતા કરતાં તેમણે જણાવ્યું હતું કે લગ્ન કે અન્ય પ્રસંગ માટે અરજદારોએ પોલીસ મથકમાં મંજૂરીની આવશ્યકતા નથી. કોરોના સંક્રમણ અટકાવવા માર્ગદર્શક સૂચનાઓ અપાઈ છે.
રાજ્યના શહેરોમાં રાત્રી કરફ્યુ નખાયો છે. રાત્રી કરફ્યુ અમલ માં હોય ત્યાં આવા કોઈ લગ્ન આયોજન ન થાય તેવું અગાઉ પણ કહેવાયું હતું. પ્રસંગ દરમિયાન સેનિટાઈઝર અને માસ્ક જરૂરી છે.
આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે રાજકોટની ઘટનામાં ઉદય શિવાનંદ આશ્રમ સંચાલીય હોસ્પિટલ માં દુઃખદ ઘટના બની છે. રાત્રે જ માહિતી મળતા મુખ્યમંત્રીએ તાત્કાલિક મ્યુનિ કમિશનર કલેકટર અને ચીફ સેક્રેટરી સાથે સંપર્ક માં હતા. એ કે રાકેશ અધિક મુખ્ય સચિવને જરૂરી સૂચના અપાઈ છે. પોલીસ પણ ઘટના તપાસ કરી રહી છે અને ડેપ્યુટી કમિશનરના અધ્યક્ષ સ્થાને SIT બનાવાઈ છે.
ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેકટર દ્વારા પણ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને FSL દ્વારા પણ તપાસ કરવામાં આવી છે. રાજ્ય સરકાર ક્યાંય પણ કોઈનું પણ અકસ્માત કે આગથી મૃત્યુમાં ચલાવી નહિ લે અત્યંત દુઃખદ ઘટના છે. આ બાબતે મુખ્યમંત્રી કક્ષાએ ગંભીરતા લેવામાં આવી છે. રાજ્ય સરકાર પાસે મંગાયેલી તમામ માહિતી સુપ્રીમ ને આપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે