સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી; 6થી 7 મહિનાનું કામ હવે સેકન્ડમાં થશે

ગારમેન્ટિંગ માટે જે ડિઝાઇનમાં છ થી સાત મહિના લાગતા હતા, તે હવે માત્ર ગણતરીના સેકન્ડમાં તૈયાર થઈ જાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગના ગારમેન્ટ ક્ષેત્રમાં એઆઈ નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે.

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી; 6થી 7 મહિનાનું કામ હવે સેકન્ડમાં થશે

ચેતન પટેલ/સુરત: હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની એન્ટ્રી થઈ ગઈ છે. ગારમેન્ટિંગ ક્ષેત્રમાં હવે વેપારીઓ એઆઈની મદદથી અસંખ્ય ડિઝાઈન મેળવી રહ્યા છે. ગારમેન્ટિંગ માટે જે ડિઝાઇનમાં છ થી સાત મહિના લાગતા હતા, તે હવે માત્ર ગણતરીના સેકન્ડમાં તૈયાર થઈ જાય છે. ટેક્સટાઇલ ઉદ્યોગના ગારમેન્ટ ક્ષેત્રમાં એઆઈ નવી ક્રાંતિ લાવવા જઈ રહી છે. જે મુજબની ડિઝાઇન વેપારીઓને જોઈએ તે હજારથી પણ વધુ અલગ અલગ ડિઝાઇન એઆઈ ગણતરીના સેકન્ડમાં આપી દે છે. 

રોજે બે કરોડ મીટર કાપડ નું પ્રોડક્શન કરનારી સુરત કાપડ ઉદ્યોગ હવે ગારમેન્ટિંગ ક્ષેત્રમાં પણ આગળ વધી રહ્યું છે ત્યારે અનેક પ્રકારની ડિઝાઈન માટે અને ખાસ કરીને સિઝનલ ડિઝાઇન માટે છ થી સાત મહિના ની રાહ જોવી પડતી હતી, પરંતુ હવે સુરત ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી આ જ ડિઝાઇનના ગણતરીના સેકન્ડોમાં મેળવી રહી છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ તે જ પ્રમાણે ડિઝાઇન તૈયાર કરી રહ્યું છે. જે વેપારીઓ અને ખાસ કરીને ડિઝાઇનર ડિઝાઇન તૈયાર થશે તો પ્રોડક્શનમાં પણ વધારો થશે.

અગાઉ એક ડિઝાઇન તૈયાર કરવા માટે ડિઝાઇનર ને ડિઝાઇન માટે વિચાર કરવું પડતું હતું અને ત્યારબાદ તેનું સ્કેચ અથવા તો કમ્પ્યુટર સોફ્ટવેરથી તે ડિઝાઇન બનાવતા હતા .જેમાં વધારે સમય લાગતો હતો. પરંતુ હવે ડિઝાઇનર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના માધ્યમથી આ ડિઝાઇન ગણતરીના સેકંડમાં તૈયાર કરી રહ્યા છે. 

તેઓ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને જણાવે છે કે સિઝન માટે કયા પ્રકારના ડિઝાઇન તૈયાર કરવા માંગે છે અને ડિઝાઇનના અલગ અલગ જે પ્રકાર છે તેનો ઉલ્લેખ કરે છે. તે થોડીક વારમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમને તેમના એવા પ્રમાણે બે-ચાર નહીં પરંતુ 1000 જેટલા ડિઝાઇન રજૂ કરી દે છે. ડિઝાઇનિંગ ક્ષેત્રમાં એઆઈ ની મહત્વતા જોઈ હવે સુરતમાં પ્રથમવાર આ અંગે ડિઝાઇનિંગ કોર્સ પણ શરૂ થયો છે. 

ધી કલોથીંગ મેન્યુફેક્ચરર્સ એસોસીએશન ઓફ ઇન્ડિયાના ગુજરાત રીઝનના ચેરમેન ડો. જોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, ભારતના તમામ પ્રકારના કાપડ સુરતમાં તૈયાર થાય છે પરંતુ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં હજુ પણ આપણે ચાઇના થી પાછળ છીએ .આપણે અન્ય દેશોમાં જો કાપડ મોકલવું હોય તો પ્રોડક્શન ઓછા સમયે વધારવું પડશે અને જ્યારે ડિઝાઇન ઓછા સમયમાં તૈયાર થઈ જાય તો પ્રોડક્શન પણ વધશે. એઆઈના મદદથી ડિઝાઇન વહેલી તકે તૈયાર થશે અને પ્રોડક્શનમાં વધારો થશે .આના કારણે સીધી અસર રોજગાર પર પડશે, રોજગાર બમણો થશે. આવનાર સમય ટેક્સટાઇલ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news