બીજા રાજ્યોમાં ભલે હોય પ્રતિબંધ, ગુજરાતીઓ મોજથી ફોડશે ફટાકડા, કાલે થઇ શકે છે સત્તાવાર જાહેરાત

  દિવાળી તહેવારને આડે માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદે તેવી શક્યતાઓ છે. આ મુદ્દે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઇ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળી સાથે ગુજરાતી નવુ વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકો ઉજવણીના મુડમાં જોવા મળી રહ્યા છે. લોકોની ઉજવણીમાં ભંગ કરવાનાં મુડમાં સરકાર જરા પણ નહી હોવાનું સુત્રો કહી રહ્યા છે. 
બીજા રાજ્યોમાં ભલે હોય પ્રતિબંધ, ગુજરાતીઓ મોજથી ફોડશે ફટાકડા, કાલે થઇ શકે છે સત્તાવાર જાહેરાત

અમદાવાદ :  દિવાળી તહેવારને આડે માત્ર હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદે તેવી શક્યતાઓ છે. આ મુદ્દે આવતીકાલ સુધીમાં રાજ્ય સરકાર નિર્ણય લઇ અને જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દિવાળી સાથે ગુજરાતી નવુ વર્ષ આવે છે તથા આઠ મહિના લાંબા લોકડાઉનથી કંટાળેલા લોકો ઉજવણીના મુડમાં જોવા મળી રહ્યા છે. લોકોની ઉજવણીમાં ભંગ કરવાનાં મુડમાં સરકાર જરા પણ નહી હોવાનું સુત્રો કહી રહ્યા છે. 

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના અનેક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મુદ્દે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવા પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવી શક્યતા છે. આ નિર્ણયે કોરોનાની સ્થિતી અને પ્રદૂષણના આધારે લેવાશે. મુખ્યમંત્રી પણ ઇચ્છે છે કે લોકો આનંદમાં રહે. તો જ તેમની માસિક અને શારીરિક સ્વસ્થતા જળવાશે. જો કે રાબેતા મુજબ દિવાળીના તહેવારોમાં રાત્રે દસથી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા  પર જે પ્રતિબંધ લદાયેલો છે તે યથાવત્ત રહેશે. 

સુપ્રીમ અગાઉ પ્રતિબંધ અંગે મનાઇ કરી ચુકી છે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના કેટલાક રાજ્યોને હવામાં વધુ પડતા પ્રદૂષણ મુદ્દે નોટિસ ફટકારી છે. જેમાં ગુજરાતના સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવા પ્રદૂષિત શહેરોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકાય તેવી અપીલ કરી હતી. જો કે સરકારની કોરોના કાળથી કંટાળેલા લોકો ઉજવણી કરે અને ખુશ રહે તેવી છે. જેથી સરકાર પ્રતિબંધ લગાવે તેવી શક્યતાઓ ઓછી છે. જો કે રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી ફટાકડા ફોડવા પર પ્રતિબંધ યતાવત્ત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news