અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ

Firing In Mandali Garba : અમદાવાદમાં ગુંડાઓ બેફામ.... ઓગણજના મંડળી ગરબામાં ફાયરિંગની ઘટના.. વહેલી સવારે ગરબા દરમિયાન બે જૂથ વચ્ચે બબાલ થયા બાદ હવામાં ફાયરિંગ... 

અમદાવાદના પ્રખ્યાત મંડળી ગરબામાં થયું ફાયરિંગ, બે જૂથ વચ્ચે બબાલ બાદ મારામારી થઈ

Ahmedabad News : નવરાત્રિમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. ગરબા દરમિયાન કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે. તો બીજી તરફ, ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા દેખાઈ રહી છે. અમદાવાદ શહેરમાં પ્રખ્યાત મંડળી ગરબામાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગની ચકચારી ઘટના બની છે. ઓગણજના મંડળી ગરબામાં ફાયરિંગ થયું છે. સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખ્શે હવામાં ફાયરિંગ કર્યું હતું. જોકે, બીજી તરફ, હજુ પણ અમદાવાદ પોલીસ બનાવ સ્થળની હદ નક્કી કરવામાં વ્યસ્ત ચે. 

અમદાવાદમાં ગરબા દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. શહેરમાં ચાલુ ગરબા દરમિયાન ફાયરિંગ થયું છે. ઓગણજના ફેમસ મંડળી ગરબામાં સવારે 6:15 કલાકે 2 જૂથ વચ્ચે ચાલુ ગરબામાં માથાકૂટ બાદ અજાણ્યા શખ્સે હવામાં ફાયરિંગ કર્યું હતું. 

બન્યું એમ હતં કે, મંડળી ગરબામાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે ઝઘડો અને મારમારી થઈ હતી. જેમાં 70 જેટલા શખ્સોએ 10 યુવકોને માર માર્યો હતો. સિક્યુરિટી ગાર્ડે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જે બાદ વિવાદ ઉગ્ર બન્યો હતો. ઘટનાને પગલે સોલા પોલીસે સ્થળે પહોંચી સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો. 

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શહેરના એક પીઆઇ સાથે મંડળીના આયોજક સાથે છે સારા સબંધ છે. મંડળીના આ જ આયોજક સૌરાષ્ટ્રના એક ધારાસભ્યના નજીકનો સંબંધી છે. મંડળીમાં અવાર નવાર બબાલો થાય છે, છતાં સોલા પોલીસ આયોજકો સામે કોઈ કાર્યવાહી કરતી નથી તેવી ચર્ચાઓ વહેતી થઈ છે. 

ફાયરિંગના બનાવને પગલે સોલા પોલીસ અવઢવમાં જોવા મળી હતી. ફાયરિંગ થયું છે કે નહિ તે અંગે ખરાઈ શરૂ કરાઈ. સોલા પોલીસે પાર્ટી પ્લોટમાં લાગેલા સીસીટીવી તપાસવાનું શરૂ કર્યું. સાથે જ અમદાવાદ પોલીસ હજી પણ બનાવ સ્થળની હદ નક્કી કરવામાં વ્યસ્ત જોવા મળી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news