સુરતીઓના માથે વધુ એક ખતરો, મ્યુકરમાઈકોસિસના નવા 5 વેરિયન્ટ જોવા મળ્યા; 80 ટકા ઘાતક
કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસએ (Mucormycosis) પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે
Trending Photos
- સુરતમાં મ્યુકરમાઇકોસિસના 200 પૈકી 5 પ્રકાર નોંધાયા
- ફંગસમાં વધુ કલર શેડના પ્રકાર હોવાનું સામે આવ્યું
- એસપરજીલોસીસનો કો-ઇન્ફેક્શન પણ જોવા મળ્યું
ચેતન પટેલ/ સુરત: કોરોનાની મહામારી બાદ દેશમાં ફરી એક નવી મહામારી મ્યુકરમાઇકોસિસએ (Mucormycosis) પોતાનો પ્રકોપ બતાવવાનું ચાલું કરી દીધું છે. ત્યારે, સુરતમાં પણ મ્યુકરમાઇકોસિસનાં દર્દીઓ સામે આવ્યા છે. આ તબક્કે ડોક્ટરએ જણાવ્યું હતું કે, સુરતમાં મ્યુકરમાઇકોસિસના અલગ અલગ 200 પ્રકાર (Mucormycosis variants) પૈકી 5 પ્રકાર જોવા મળ્યા છે.
જીવલેણ મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) કોરોનાની જેમ અનેક પ્રકાર ધરાવે છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે, મ્યુકરમાઇકોસિસના 200 પ્રકાર (variants) છે જેમાંથી સુરત કિરણ હોસ્પિટલમાં 5 પ્રકાર મળી આવ્યા છે. આ ઉપરાંત, આ પ્રકારની ફંગસમાં વધુ કલર શેડના પ્રકાર હોવાનું સામે આવ્યું છે.
મ્યુકરમાઇકોસિસ વાઈટ ફંગસ અને તેના 200થી વધુ પ્રકાર
સુરત શહેરમાં દેખાયેલા મ્યુકરમાઇકોસિસ (Mucormycosis) ના 5 પ્રકારમાં રીઝોપસ (Rhizopus), રીઝોમ્યુકર (RhizomuCor), એબ્સીડીયા (Absidia), સિંસીફેલાસ્ટ્રમ (Syncephalastrum) અને સક્સીન્યા (Saksenaea) જોવા મળ્યા છે. સુરતમાં મ્યુકરમાઇકોસિસના 5 અલગ અલગ પ્રકાર દેખાતા ચિંતા વધી છે. આ તબક્કે, કિરણ હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર અને માઇક્રો બાયોલોજીસ્ટ ડોક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, દેશમાં અનેક જગ્યાએ લોકો ફંગસનો શિકાર થયા હોવાનું જાણવા મળ્યું છે. ખરેખર તો મ્યુકરમાઇકોસિસ વાઈટ ફંગસ અને તેના 200થી વધુ અલગ અલગ પ્રકાર છે.
એસપરજીલોસીસનું કો-ઇન્ફેક્શન પણ જોવા મળ્યું
ડોક્ટરએ વધુમાં જણાવ્યું હતું કે, કલરના આધારે આ રોગ કેટલું ઘાતક છે તે નક્કી કરી શકાતું નથી. કિરણ હોસ્પિટલમાં શંકાસ્પદ દર્દીઓની ભરતી બાયોપ્સીની તપાસ બાદ દેખાયેલા 5 પ્રકાર પૈકી એપસીડીયા, સિંસીફેલાસ્ટ્રો, સક્સીન્યા ફંગસ શરીરમાં ફેલાવવાની ગતિ ખૂબ જ ઝડપી હોઈ શકે છે. ક્યો પ્રકાર ક્યા કારણોસર શરીરમાં જોવા મળે છે તેની તપાસ ચાલુ છે. કોરોનાની જેમ મ્યુકરમાઇકોસિસ પણ અલગ-અલગ કુલ 200 પ્રકાર છે. ત્યારે, આ રોગના 5 પ્રકાર સુરતમાં જોવા મળ્યા છે. ત્યારે એક મહિનામાં 150 દર્દી જોવા મળ્યા છે. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે, મ્યુકરમાઇકોસિસની સાથે એસપરજીલોસીસનો કો ઇન્ફેક્શન પણ જોવા મળ્યું છે. જે ચિંતાની બાબત છે. મ્યુકરમાઇકોસિસ એસપરજીલોસીસથી વધુ ઘાતક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે