ગાઢ ધુમ્મસને કારણે મુસાફરો અટવાયા : અમદાવાદ એરપોર્ટથી આ શહેરોમાં જતી ફ્લાઈટને પડી અસર
Delhi NCR dense fog : યાત્રીગણ કૃપયા ધ્યાન દે : ગાઢ ધુમ્મસને કારણે અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડનારી ફ્લાઈટને પડી અસર... ટ્રેનો પણ મોડી પડી
Trending Photos
flights cancelled trains delayed : દિલ્હીનો મોટાભાગના વિસ્તારો ગાઢ ધુમ્મસની ચાદરથી ઢંકાયેલા જોવા મળ્યા છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલમ અને સફદરજંગ એરપોર્ટ પર 500 મીટર વિઝિબિલિટી નોંધવામાં આવી હતી. આ કારણે ગુજરાતથી ઉપડતી ફ્લાઈટોને પણ મોટી અસર પડી છે. ગાઢ ધુમ્મસને કારણે ટ્રેનો પણ મોડી પડી છે.
અમદાવાદ એરપોર્ટ પરથી ઉપડતી ફ્લાઈટને અસર
હાલ સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીની લહેર ફેલાઈ ગઈ છે. આ કારણે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. સ્થિતિ એવી છે કે, તેની અસર ફ્લાઈટ અને ટ્રેનો પર પડી છે. ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે હવાઈ મુસાફરીને અસર ઉત્તર ભારતમાં ધુમ્મસના કારણે હવાઈ મુસાફરીને મોટી અસર પડી છે. મકર સંક્રાંતિની રજાઓ ગાળી પરત ફરતા પ્રવાસીઓ આ કારણે અટવાયા છે. અમદાવાદ એરપોર્ટથી ઉપડતી અનેક ફ્લાઈટને અસર પડી છે. 2 દિવસમાં 85 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. તો 16 ફ્લાઇટ રદ્દ કરાઈ છે.
સૌથી વધુ ઈન્ડિગોને ફ્લાઈટ મોડી પડી
લેટેસ્ટ અપડેટ અનુસાર, અમદાવાદથી દિલ્હી, જયપુર, આગ્રા, જમ્મુ, લખનઉ, દેહરાદૂન, વારાણસી, ગોવા, શ્રીનગર, ચંડીગઢ, રાયપુર, બેંગલુરુ, કોલકાતા, જેસલમેરની ફ્લાઇટને અસર પડી છે. જેમાં ઈન્ડિગોની સૌથી વધુ 62 ફ્લાઈટ મોડી પડી છે. વિઝિબ્લિટી ડાઉન થઈ જતા ફ્લાઈટ લેન્ડિંગમાં મુશ્કેલી પડી છે. આ કારણે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને કલાકો સુધી ટર્મિનલ પર બેસવાનો વારો આવ્યો છે. જોકે, ફ્લાઈટ કેટલી મોડી પડશે તેની કોઈ માહિતી નથી.
મુંબઈ એરપોર્ટ પર રનવે પર જમવા બેસી ગયા લોકો
એરપોર્ટ મુસાફરોથી ભરચક છે. લોકો કલાકો સુધી ફ્લાઈટની રાહ જોઈ રહ્યા છે. એરપોર્ટ પર ભીડ જાણે રેલ્વે સ્ટેશન હોય છે. ઠંડા વાતાવરણમાં મુસાફરો જમીન પર બેસીને ફ્લાઇટની રાહ જોઈ રહ્યા છે. ફ્લાઇટ મોડી પડતાં પેસેન્જરોએ રન-વેને ઓપન ડાઇનિંગ સ્પેસ બનાવ્યો; એરક્રાફ્ટ પાર્કિંગમાં જ જમવા બેસી ગયા હતા. આ નજારાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગોવાથી દિલ્હી જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ રવિવારે 12 કલાક મોડી પડી હતી. સવારે 10.45ની ફ્લાઇટ રાતે 10.06 વાગ્યે ગોવા એરપોર્ટથી ટેકઓફ થઈ હતી. ગાઢ ધુમ્મસના કારણે વિમાન એક કલાક મોડું લગભગ 11 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થયું. જેથી ગુસ્સે ભરાયેલાં પેસેન્જરોએ વિમાનમાંથી ઉતરીને એરક્રાફ્ટ પાર્કિંગમાં બેસી ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે