ગુજરાત હાઈકોર્ટમાં ચાલુ હિયરિંગમાં ચાર લોકોએ ફિનાઈલ પીધું, જજની નજર સામે બની ઘટના
Gujarat Highcourt : ચાલુ હિયરિંગમાં આપઘાતનો પ્રયાસ કરાયો... ગુજરાત હાઇકોર્ટમાં આરોપીઓના જામીન મંજૂર થતા ફરિયાદી દંપતી સહિત 4 લોકોએ ફિનાઈલ ગટગટાવ્યું
Trending Photos
Attempt To Suicide ઉદય રંજન/અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ચાલુ હિયરીંગ દરમિયાન આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ બન્યો હતો. જજની નજર સામે જ ચાર અરજદારોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ચારેય અરજદારો કોર્ટ રૂમમાં જજની સામે જ ફિનાઈલ ગટગટાવી ગયા હતા. જેથી સોલા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. આનંદનગર પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, આરોપીના આગોતરા કોર્ટેએ મજૂર કરતા કોર્ટ રૂમમાં ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. એક દંપતી અને બે વ્યક્તિ મળી કુલ ચાર લોકોએ ફીનાઇલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ચારેય લોકોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વાત એમ હતી કે, અરજદાર દ્વારા લોન મેળવી હતી જે લોનની રકમ વચેટિયાઓએ મેળવી લઈને લોનની રકમ ન મળતા છેતરપીંડીની ફરિયાદ નોંધી હતી. ત્યાર આ મામલે સોલા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
ફીનાઇલ પી જનાર
1. હાર્દિકભાઇ અમરતભાઇ પટેલ ઉ.વ. ૩૪ રહે. ૧,ઉમીયાનગર ઘાટલોડીયા અમદાવાદ શહેર
2 પ્રનોજમાઇ નાથુભાઇ વૈષ્ણવ ઉમર 41 રહે. ૪૪૩૮૨૬૩૪, લક્ષ્મીનગર સોસા. જનતાનગર ચાંડખેડા અમદાવાદ શહેર
૩. શૈલેષભાઇ ઇશ્વરભાઇ પંચાલ ઉ.વ.૫૨ રહે. સી/૫૦૪, કેશવ પ્રીય હોમ્સ નિકોલ અમદાવાદ શહેર
4. જયશ્રીબેન શૈલેષભાઇ પંચાલ ઉ.વ૫૦ રહે. સી ૫૦૪, કેશવ પ્રીય હોમ્સ નિકોલ અમદાવાદ શહેર
જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકો અગાઉ બેંકમાંથી લોન લીધી હતી. પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. જેમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને હાથમાં હત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અનુક્રમ નં.૩ અને ૪ માં જણાવેલ પતિ પત્ની થાય છે, અને તેઓએ કલર મર્ચંટાઇન કો.ઓ. બેન્ક કે જેની શાખા ખાડીયા, આનંદનગર, આસ્ટોડીયા ખાતે આવેલ છે તેમાંથી લોન મેળવવા માટે કાર્યવાહી કરેલ અને તેઓની લોન મંજુર થઇ ગયેલ પરંતુ બેન્ક મેનેજર તથા લોન કન્સલટન્ટ નાઓ મળી આ લોનના નાણા બારોબાર ઉપાડી લઇ ફોર્જ કરેલ હોય જે અંગે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફગુરની ૧૧૧૯૧૦૦૧૨૩૦૦૧૦/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭ વિગેરે મુજબનો ગુનો આરોપી (૧) ચિંતન શાહ (લોન કન્સલટન્ટ) (ર) કીન્નરભાઇ (જનરલ મેનેજર કલર મર્ચંટાઇન કો.ઓ. બેન્ક) (૩) અતુલભાઇ શાહ (મેનેજર કલર મર્ચટાઇન કો.ઓ. બેન્ક) નાઓ વિરુધ્ધ ગુનો દાખલ કરેલ હોય જે ગુનાના કામે આરોપીઓએ ના.ગુજરાત હાઇકોર્ટમાં CRMA ન ૩૧૪૦/૨૦૨૩, ૨૩૪૬/૨૦૨૩, ૬૧૩૭/૨૦૨૩ થી આગોતરા જામીન અરજી દાખલ કરેલ હોય જેમાં આરોપીઓના જામીન ના ગુજરાત હાઇકોર્ટ તરફથી મંજુર થતા કોર્ટ રૂમમાં ફીનાઇલ પી ગયેલ છે. જેઓની હાલમાં સોલા સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર ચાલુ છે. અને ચારેયની તબીયત હાલમાં સારી છે અને સંપુર્ણ ભાનમાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે