Garabada (ST) Gujarat Chutani Result 2022: ગુજરાતમાં સૂર્યનું પહેલું કિરણ જ્યાં પડે છે ત્યાં કમળ ખીલ્યું, ગરબાડામાં ભાજપ ફાવી ગયું
Garabada (ST) Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગુજરાતના ચૂંટણી મહાસંગ્રામમાં આ વખતે ત્રીપાંખીયો જંગ છે. ગુજરાતના રાજ સિંહાસન પર કોણ બેસે છે તેના પર પુરા દેશની નજર છે. આ વખતે ફરી પૂનરાર્તન થાય કે પછી પરિવર્તન થાય છે. ફરી એક વાર ગુજરાતમાં કમળ ખીલે છે કે પછી પંજો પોતાનો હાથ મારે છે. કે પછી આપનો ઝાડૂ પોતાનો જાદૂ ચલાવે છે. તે જોવાનું રહેશે.
Trending Photos
Garabada (ST) Gujarat Vidhan Sabha Chunav Result 2022: ગરબાડા વિધાનસભા બેઠક (ST) ગરબાડામાં રાજ્યમાં સૌથી પહેલું સૂર્યનું કિરણ પડે છે, દાહોદ જિલ્લાની ગરબાડાને છેલ્લા 2 દાયકાથી વધુ સમયથી તાલુકાનો દરજ્જો મળ્યો છે. આ બેઠક પર છેલ્લા 10 વર્ષ કોંગ્રેસનું એક હથ્થું શાસન છે. વર્ષ 2012માં વિભાજન થતા ગરબાડાને વિધાનસભા બેઠકનો દરજ્જો મળ્યો હતો. આ વિધાનસભા બેઠક પર અંદાજે કુલ 2,90,000 મતદારો છે. મતવિસ્તારમાં કુલ 105 ગામો આવેલા છે. જેમાં 90 ટકા આદિવાસી સમાજની વસ્તી છે.
દાહોદ જિલ્લા ની 6 વિધાનસભા બેઠક પર ભાજપ ની જીત
- કોંગ્રેસ નો ગઢ ગણાતી તમામ બેઠક પર ભાજપ નો કબજો
- કોંગ્રેસ નો ગઢ ગણાતી દાહોદ ,ગરબાડા,ઝાલોદ બેઠક પર ભાજપ નો ભવ્ય વિજય
- દેવગઢ બારીઆ, લીમખેડા,ફતેપુરા બેઠક ઉપર પણ ભાજપ નો વિજય
- દાહોદ બેઠક પર કનૈયા કીશોરીની જીત
- ફતેપુરા બેઠક પર રમેશ કટારા ની જીત
- ઝાલોદ બેઠક પર ભાજપ ના મહેશભાઈ ભુરીયા ની જીત
- દેવગઢબારીઆ બેઠક પર બચુભાઈ ખાબડ
- ગરબાડા બેઠક પર મહેન્દ્ર ભાઈ ભાભોર
- લીમખેડા બેઠક પર શૈલેષભાઇ ભાભોર વિજેતા
2022ની ચૂંટણી
આ બેઠક પર આ વખતે કોંગ્રેસે ધારાસભ્યને રીપીટ કરતાં ચંન્દ્રિકાબેન બારીયાને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે ગત ચૂંટણીમાં લડી ચુકેલા મહેન્દ્ર ભાભોર અને આપે શૈલેશભાઇ ભાભોરને ઉમેદવાર બનાવ્યા છે.
2017ની ચૂંટણી
2017માં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન બારીયાએ ભાજપના મહેન્દ્રભાઇ ભાભોરને 50.75 વોટના માર્જિનથી હરાવ્યા હતા.
2012ની ચૂંટણી
વર્ષ 2012ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબહેન બારિયાએ 35774 મતોના જંગી માર્જીન સાથે ભાજપના ઉમેદવાર મોહિન્દ્રાબેન રાઠોડને હરાવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે