ગુજરાત સ્થાપના દિને એક સંકલ્પ કરો, ઘરની બહાર પ્રાણી-પક્ષી માટે પાણીના કુંડા મૂકો

બે દિવસ પહેલા જ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કેમ્પસમાં 500થી વધુ ચામાચીડિયાના મોત થયા હતા. ત્યારે ગુજરાતમાં આવો બીજો બનાવ બન્યો છે. અમરેલીના ધારીમાં વડલાના વૃક્ષ પર રહેતા ચામાચીડિયાના મોત થયા છે. કાળઝાળ ગરમીને કારણે અને પાણીના અભાવે આ ચામાચીડિયા તડપી તડપીને વૃક્ષ પરથી નીચે પડ્યા હતા. ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસે એક સંકલ્પ જરૂર કરો, કે તમારા ઘરના આંગણામાં કે ઘરની બહાર ગમે ત્યાં પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા. આજથી જ્યા સુધી ગરમીનો પારો ઉંચો રહે છે, ત્યાં સુધી નિયમિત આ ક્રમ પાળવો.
ગુજરાત સ્થાપના દિને એક સંકલ્પ કરો, ઘરની બહાર પ્રાણી-પક્ષી માટે પાણીના કુંડા મૂકો

દિપ્તી સાવંત/અમદાવાદ :બે દિવસ પહેલા જ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનના કેમ્પસમાં 500થી વધુ ચામાચીડિયાના મોત થયા હતા. ત્યારે ગુજરાતમાં આવો બીજો બનાવ બન્યો છે. અમરેલીના ધારીમાં વડલાના વૃક્ષ પર રહેતા ચામાચીડિયાના મોત થયા છે. કાળઝાળ ગરમીને કારણે અને પાણીના અભાવે આ ચામાચીડિયા તડપી તડપીને વૃક્ષ પરથી નીચે પડ્યા હતા. ત્યારે આજે ગુજરાત સ્થાપના દિવસે એક સંકલ્પ જરૂર કરો, કે તમારા ઘરના આંગણામાં કે ઘરની બહાર ગમે ત્યાં પ્રાણી અને પક્ષીઓ માટે પાણીના કુંડા મૂકવા. આજથી જ્યા સુધી ગરમીનો પારો ઉંચો રહે છે, ત્યાં સુધી નિયમિત આ ક્રમ પાળવો.

ગરમીની સૌથી વધુ અસર પક્ષીઓ પર
આકરા તાપની સૌથી વધુ અસર નાનકડા પક્ષીઓ પર પડી રહી છે. માણસો તો ગરમીથી બચવા માટે પોતાનો રસ્તો કરી લે છે, પણ પ્રાણી-પક્ષીઓનું શું. તાપમાનમાં વધારાને કારણે ધારી તાલુકાના પંચાયતના વડલા પરના ચામાચીડિયાના મોત થયા છે. 3 દિવસથી ધારી જંગલ વિસ્તારમાં 43 થી 44 ડિગ્રી તાપમાન રહેતા પક્ષીઓના મોત થયા છે. ગરમી સહન ન કરી શકનારા ચામાચીડિયા મૃત્યુ પામીને ટપોટપ નીચે પડ્યા હતા. જેને કારણે સ્થાનિક લોકોએ દુખ વ્યક્ત કર્યું હતું. 

355105-birdy.jpg

ગરમીને કારણે જ્યાં માણસનો જીવ હચમચી જાય છે, ત્યાં પક્ષીઓની શુ હાલત થતી હશે. અન્ન તથા પાણી વગર અનેક પક્ષીઓ તરફડીને મરતા દેખાઈ રહ્યાં છે. ત્યારે હવે તેમના દાણાં-પાણીની વ્યવસ્થા કરવાનો સમય આવી ગયો છે. જેનાથી પક્ષીઓની જીવનદાન મળશે. અનેક પક્ષીવિદ સંસ્થાઓ આ માટે અવેરનેસ કાર્યક્રમો કરે છે, પણ તેને અમલમાં લાવવાનું કામ તો નાગરિકો જ કરી શકે છે. ગરમીની સૌથી વધુ અસર નાનકડા પક્ષીજીવ પર થાય છે. તેથી ઘરની અગાશી પર કે આંગણમાં કુંડુ લગાવવાથી, તથા તેમણે દાણાપાણી આપવાથી તેઓને ખોરાક મળી રહેશે. શહેરીજનો પણ બારીની પાસે કુંડુ મૂકી શકે છે. 

વૃક્ષોના પાંદડા બાળતા નહિ
ઉનાળામાં મોટાભાગના વૃક્ષોના પાંદડા ખરતા હોય છે. જેનો કચરો વૃક્ષ નીચે સચવાતો જાય છે. આ પાંદડાઓના ઢગલા પર કીડા થાય છે, જેનાથી પક્ષીઓ પોતાનો ખોરાક મેળવે છે. આવામાં અનેક લોકો કચરાને દૂર કરે છે, અથવા તેને બાળી નાખે છે. ત્યારે પક્ષી એક્સપર્ટસનું કહેવું છે કે, આ કચરો બાળતા નહિ. ધુમાડાના પ્રદૂષણની અસર પક્ષીઓના સ્વાસ્થય પર પડે છે. તેમજ તેઓ કુદરતી ખોરાકથી વંચિત રહે છે. 

પક્ષીઓને બચાવવા આટલું કરો

  • ઘરમાં છાયડામાં મુક્ત વાતાવરણ હોય તેવી જગ્યામાં માટીના કુંડામાં પક્ષી માટે પાણી મૂકો. પક્ષીઓ નાહી પણ શકે તેવુ કુંડુ મૂકો. તેમાં સતત પાણી ભરતા રહો.
  • પાણીની સાથે બાજુમાં દાણાંની પણ વ્યવસ્થા કરો. ખાસ કરીને જુવાર, બાજરી, ઘઉં, ચોખા હોય તો સારું. ભાત કે રોટલીના નાના ટુકડા કરીને પણ આપી શકાય છે
  • પાણી કે દાણા માટે પ્લાસ્ટિકના બોટલ, બરણી, તાર, દોરી, માટીના વાસણો વગેરેના ઉપયોગથી ફીડર તૈયાર કરી શકાય છે. આવા ફીડર માર્કેટમાં પણ મળી રહે છે.
  • બગીચાના વૃક્ષો પર પણ પાણીના કુંડા લટકાવીને મૂકો. 
  • વૃક્ષો પર માટીના કુંડા લગાવવા શક્ય ન હોય તો નારિયેળના કાછલીમાં પણ પાણી મૂકી શકાય છે. 
  • બગીચામાં જતા સમયે ઘરથી પાણી લેતા જવું, અને વૃક્ષો પર લગાવેલા કુંડામાં પાણી ભરવું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news