200 કરોડના GST કૌભાંડમાં સામે આવી શકે છે મોટા માથાઓના નામ! ગાંધીનગરમાં તપાસ શરૂ

ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં પોલીસે તપાસ હાથ ધરી. લોકલ પોલીસ, ક્રાઈમ બ્રાંચ, અને ઈડી અને ઈનકમ ટેક્સ સહિતની ટીમોના અધિકારીઓએ હાલ ગાંધીનગર મેરીટાઈમ બોર્ડની ઓફિસ ખાતે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અલગ અલગ પાંચ ટીમો હાલ ગાંધીનગરમાં કરી રહી છે આ મામલાની તપાસ...

200 કરોડના GST કૌભાંડમાં સામે આવી શકે છે મોટા માથાઓના નામ! ગાંધીનગરમાં તપાસ શરૂ
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં પોલીસની તપાસ
  • ગાંધીનગર પોલીસ મેરીટાઈમ બોર્ડ પહોંચી 
  • પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસ માટે પોલીસ પહોંચી 
  • બંદરોને લગતી કેટલીક માહિતી બોર્ડમાંથી લીક થઈ હોવાનું અનુમાન
  • ગાંધીનગર પોલીસ ટીમે કોમ્પ્યુટરની તપાસ હાથ ધરી

ઝી બ્યૂરો, અમદાવાદઃ કરોડોના બોગસ જીએસટી બિલિંગ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. અલગ અલગ બોગસ કંપનીઓ ઉભી કરીને લગભગ 200 કરોડ રૂપિયા કરતા વધુનું જીએસટી કૌભાંડ આચરનાર પત્રકાર મહેશ લાંગાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત મેરીટાઈમ બોર્ડ એટેલેકે, GMB ની ઓફિસ પર તપાસ એજન્સીઓના દરોડા. ગુજરાત પોલીસની 5 અલગ અલગ ટીમો પણ ત્યાં તપાસ અર્થે પહોંચી હતી. અલગ અલગ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.  

ગાંધીનગર પોલીસની 5 ટીમો ગુજરાત મેરીટાઈન બોર્ડની ઓફિસે પહોંચી છે. પત્રકારે કેટલાંક સિનીયર અધિકારીઓ સાથે વાતચીત કરી હોવાની વાત પણ સામે આવી હતી. તપાસમાં ઈડી અને આવકવેરાની ટીમો પણ જોડાઈ છે. કોમ્પ્યુટરમાં રહેલાં ડેટા, ડોક્યુમેન્ટ અને ઈમેલ કોને કરાયા હતા તેની પણ તપાસ થઈ રહી છે. મહેશ લાંગા કેટલાંક સીનીયર આઈએએસ અધિકારીઓ સાથે સતત સંપર્કમાં હતા. બોગસ કંપનીઓ બનાવીને લગભગ 200 કરોડની જીએસટીની ચોરી કરવાનો પણ પત્રકાર મહેશ લાંગા પર આરોપ છે.

કરોડોના બોગસ જીએસટી બિલિંગ અંગે મોટા સમાચાર
સરકારના સિનિયર અધિકારીઓની મુશ્કેલીઓમાં થઈ શકે છે વધારો
મેરીટાઈમ બોર્ડ અને સરકારના ઉચ્ચ અધિકારીઓની થઈ શકે છે ધરપરપકડ
પત્રકાર મહેશ લાંગા સાથે સંકળાયેલાં લોકોની પૂછપરકછ કરવામાં આવી શકે છે. 
ગુજરાતના બંદરો અંગેની ગુપ્ત માહિતી મેરીટાઈમ બોર્ડમાંથી લીક થઈ હોવાનું અનુમાન
વરિષ્ઠ પત્રકાર મહેશ લાંગાની ધરપકડ મામલે વધુ એક મોટો ખુલાસો
ગુજરાત મેરીટાઈમ બોર્ડ એટલેકે, GMB ની ઓફિસ પર ગાંધીનગર પોલીસનું સર્ચ ઓપરેશન
જીએમબીની ઓફિસ પર 5 ટીમોનું સર્ચ ઓપરેશન
જીએમબીના દસ્તાવેજો લીક થયા હોવા અંગે તપાસ

200 કરોડના જીએસટી કૌભાડમાં પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરાઈ હતી. અમદાવાદ, જૂનાગઢ સહિત 14 સ્થળો પરથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે દરોડા પાડ્યાં હતા. જેમાં પોલીસના હાથે ચોંકાવનારા દસ્તાવેજ લાગ્યા હતા. ઉલ્લેખનીય છેકે, ડાયરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સની ફરિયાદના આધારે અમદાવાદ, જુનાગઢ, સુરત, ખેડા, ભાવનગર સહિત રાજ્યભરમાં 14 સ્થળે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા દરોડા પાડીને મોટાપાયે મળી આવેલા દસ્તાવેજોની તપાસમાં 200 કંપનીમાં કરોડો રૂપિયાનું મોટું જીએસટી કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર મહેશ લાંગા સહિત ચાર લોકોની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. પોલીસની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, રાજકોટની મેસર્સ ધ્રુવી એન્ટરપ્રાઈઝ નામની કંપનીમાંથી પત્રકાર મહેશદાન પ્રભુદાન લાંગાની કંપનીમાં બે કરોડથી વધુનું બોગસ બિલિંગ વ્યવહાર કર્યા હોવાનું બહાર આવ્યું હતું. 

બોગસ કંપની અને બોગસ બિલિંગ કૌભાંડ મામલો 
ધ્રુવી નામની બોગસ કંપની બનાવી જીએસટી ચોરી કરી હતી 
ધ્રુવી એન્ટરપ્રાઇઝ માંથી અનેક કંપનીઓ બોગસ બિલ મેળવતી હતી
પત્રકાર મહેશ લાંગાએ પણ પોતાની કંપની માટે બોગસ બિલ મેળવ્યા હતા
ક્રાઈમ બ્રાન્ચે કરી હતી મહેશ લાંગા ની ધરપકડ
સમગ્ર કેસની તપાસમાં ઇડી અને ઈન્કમટેકસ પણ જોડાયું
ED પાસે મહેશ લાંગાના ફોન અને એકાઉન્ટ્સનું ડિજિટલ એનાલિસિસ
ટૂંક સમયમાં ઇડી ના દરોડા પડવાની શક્યતાઓ
મહેશ લાગાં સાથે જોડાયેલ કેટલાક સરકારી અધિકારીઓની પણ પૂછપરછ થઈ શકે છે
બોગસ જીએસટી કૌભાંડમાં વધુ ફરિયાદ નોંધવાની સંભાવના

રાજકોટ અને અમદાવાદની ધ્રુવી એન્ટરપ્રાઇઝના નામે બોગસ કંપની રજિસ્ટર્ડ કરાવી ચોક્કસ ટીમ દ્વારા બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હતી. આ ટુકડીએ દેશભરમાં 200થી વધુ બોગસ કંપની રજિસ્ટર્ડ કરીને કરોડો રૂપિયાની બોગસ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી લીધી હતી. જેમાં હજારો કરોડોના બોગસ બિલો પણ જનરેટ કર્યા હતા. ક્રાઈમ બ્રાંચની તપાસમાં 200 કંપનીમાં દ્વારા કરોડો રૂપિયાની ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news