અંતે ઘીના ઠામમાં ઘી ઢળ્યું : સુખદ સમાધાન આવતા કેતન ઈનામદારે પરત લીધું રાજીનામું
MLA Ketan Inamdar Resigns : પાટીલ સાથે બેઠક બાદ ઢીલા પડ્યા ઇનામદાર, કહ્યું-2027ની ચૂંટણી નહીં લડું, મને સંતોષ છે, મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે અને મારા કામ થઈ જશે
Trending Photos
Gujarat Loksabha Elections : ગુજરાતમાં સવારથી ચાલી રહેલા પોલિટિકલ ડ્રામાનો અંતે સુખદ અંત આવ્યો છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર અંતે માની ગયા છે. સીઆર પાટીલ સાથેની બેઠકમાં સુખદ સમાધાન આવતા કેતન ઈનામદારે રાજીનામું પરત લીધું છે. ગાંધીનગરમાં બેઠક બાદ કેતન ઈનામદારે પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવી હતી. કેતન ઈનામદારે કહ્યું કે, મારા વિસ્તારમાં કામ થાય એવી લાગણી છે. 2027માં હું ચુંટણી નથી લડવાનો એટલે જલ્દી કામ થાય તેવો વિશ્વાસ છે. મને સંપૂર્ણ ખાતરી અપાઈ છે અને મારા કામ થઈ જશે. મારો પ્રોજેક્ટ આચારસંહિતા પહેલાં મારૂ કામ શરૂ થાય તેવી કામ હતી. પ્રોજેક્ટ 2027 પહેલાં પૂર્ણ થાય એમ નહોતો એટે મારે પ્રદેશ અધ્યક્ષ સુધી પહોંચવુ પડ્યું. જૂના કાર્યકર્તાઓનુ માન સન્માન જળવાય તેમને સાથે રાખીને નિર્ણય લેવાય તેવી માંગ કરી છે. મહી વિયર યોજનાથી મને અસંતોષ હતો.
નારાજ કેતન ઈનામદારને મનાવવા સવારથી કવાયત ચાલી રહી હતી. આ માટે ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને બેઠક મળી હતી. પાટીલે ઈનામદારને મનાવવા ગાંધીનગર બોલાવ્યા હતા. ઈનામદારની નારાજગીનું કારણ જાણવા પ્રયાસ કરાયા હતા. આ વચ્ચે રાજીનામું પરત ખેંચવા માટે ઈનામદારે આનાકાની પણ કરી હતી. કેતન ઈનામનદાર રાજીનામાની વાત પર અડગ રહ્યા હતા. જોકે, આખરે રીસામણા મનામણા પૂરા થયા હતા અને પોલિટિકલ ડ્રામાનુ સુખદ સમાધાન આવ્યુ હતું.
ઉલ્લેખનીય છે કે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. જો કે આ બેઠક પર કેતન ઈનામદારને એક લાખ કરતા પણ વધુ મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારને 65,078 જ્યારે આપના વિજય ચાવડાને માત્ર બે હજાર જેટલા મત મળ્યા હતા. ત્યારે પોતાના વિરોધી ઉમેદવારને પક્ષમાં સ્થાન મળતા કેતન ઈનામદારમાં નારાજગી જોવા મળી હતી. આ કારણે તેમણે રાજીનામું આપ્યુ હતું.
કેતન ઈનામદારના રાજીનામાની ટાઈમલાઈન
તારીખ 19 માર્ચ 2024 -
રાત્રે 1:53 કલાકે રાજીનામું તૈયાર કર્યુ
રાત્રે 2 કલાકે સ્પીકર શંકર ચૌધરીને ઈ-મેઈલ કર્યો
સવારે 7:30 કલાકે - કેતન ઈનામદારના રાજીનામાના સમાચાર સામે આવ્યા
સવારે 7:40 કલાકે - વિધાનસભાના સચિવ D.M પટેલ સાથે ટેલિફોનિક વાતચીત
સવારે 7:45 કલાકે - ધારાસભ્યનું રાજીનામું ન મળ્યું હોવાનું સામે આવ્યું
સવારે 8 કલાકે - પક્ષમાં માન-સન્માન જળવાતું હોવાની વાત સામે આવી
સવારે 8:05 કલાકે - કુલદીપસિંહ રાઉલજી ભાજપમાં આવતાં નારાજ હોવાનું ખૂલ્યું
સવારે 8:27 કલાકે - કેતન ઈનામદારના ઘરે કાર્યકરોનો જમાવડો થયો
સવારે 9 કલાકે - કેતન ઈનામદારની ZEE 24 કલાક સાથે ખાસ વાત
સવારે 9:05 કલાકે - પક્ષમાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખવામાં આવતું નથી
સવારે 9:08 કલાકે - આત્મ સન્માનના ભોગે કોઈપણ વસ્તુ નહીં ચાલે તેવો હુંકાર
સવારે 10:15 કલાકે - કેતન ઈનામદારના સમર્થનમાં અનેક રાજીનામા પડ્યા
સવારે 11:14 કલાકે - કેતન ઈનામદાર સાથે હાઈકમાન્ડે કરી વાતચીત
સવારે 11:15 કલાકે - વીડિયો કોલથી મનાવવાનો કર્યો પ્રયાસ
બપોરે 12 કલાકે - જિલ્લા પ્રભારી રાજેશ પાઠક, પૂર્વ MLA હકુભા સાથે બેઠક
બપોરે 12:10 કલાકે - રાજીનામા પર અડગ રહેવાનો હુંકાર
બપોરે 12:30 કલાકે - હર્ષ સંઘવી, સી.આર.પાટીલની બેઠક
બપોરે 1 કલાકે - ગાંધીનગર જવા કેતન ઈનામદાર રવાના થયા
વડોદરા બેઠક પર નવાજૂનીનાં એંધાણ
ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતી વડોદરા હવે વિવાદોની નગરી બની રહી છે. ખાસ કરીને વડોદરાના રાજકારણમાં એક પછી એક એવી ઘટનાઓ બની રહી છે જેનાથી સબ સલામત ન હોવાનું વારંવાર સાબિત થઈ રહ્યું છે. વડોદરામાં ભાજપનું શાસન છે અને શાસકો અને વહીવટી પાંખ વચ્ચેનો વિવાદ વારંવાર સામે આવે છે. આ મતભેદના કારણે વડોદરાનો વિકાસ રૂંધાયો હોવાનો આક્ષેપો વારંવાર લાગી ચુક્યા છે. મુખ્યમંત્રી સહિતના ભાજપના મોટા નેતાઓ વારંવાર આ મામલે ટકોર કરી ચુક્યા છે. સાંસદ, ધારાસભ્ય હોય કે પછી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન અને ભાજપનું શહેર માળખું, તમામ લોકો સાથે મળીને કામ કરવાના બદલે એકબીજાની સામે કામ કરે છે. એક સમયે વડોદરા ભાજપની એક બેઠકમાં એટલી બબાલ થઈ હતી, કે મેયરે પદ છોડવાની ચીમકી આપી દીધી હતી. એટલું જ નહીં આજે રાજીનામું આપના ધારાસભ્ય કેતન ઈનામદારે બરોડા ડેરી સામે મોરચો ખોલ્યો હતો. અને હવે જ્યારથી રંજનબેન ભટ્ટને વડોદરાથી ફરી ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે ત્યારથી જ ફરી રાજકારણ ગરમાયું છે. ત્યારે રંજનબેનને ત્રીજી વખત રિપીટ કરાતાં હોદ્દેદારોમાં ભારે નારાજગી જોવા મળી છે. આજે દિલ્હીમાં પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં વડોદરાના ઉમેદવાર બદલાય એવી ચર્ચા પણ ઉઠી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે