ગુજરાતીઓ માટે નવું ટુરિઝમ એટ્રેક્શન, આ દરિયાકાંઠે ફરી રહી છે 498 ડોલ્ફિન

Dolphins In Gujarat : ગુજરાતના દરિયા કાંઠે ડોલ્ફીની સંખ્યામાં વધારો થયો, હવે ગુજરાતના અલગ અળગ દરિયા કાંઠે ડોલ્ફિન જોવા મળે છે... દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતના દરિયામાં ડોલ્ફિનની સંખ્યાની ગણતરી કરવામાં આવી 

ગુજરાતીઓ માટે નવું ટુરિઝમ એટ્રેક્શન, આ દરિયાકાંઠે ફરી રહી છે 498 ડોલ્ફિન

Gujarat Tourism : ગુજરાતના દરિયા કાંઠે ડોલ્ફિનની વસ્તી ૬૮૦ નોંધાઈ છે. ગુજરાતના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી ગણતરી અનુસાર રાજ્યમાં ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ વિસ્તારમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધવામાં આવી છે. જેમાં સૌથી વધુ ૪૯૮ ડોલ્ફીન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના છે.

  • ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ‘ઘર’
  • ગુજરાતના ૪,૦૮૭ ચો.કિ.મી.ના દરિયાઈ ક્ષેત્રમાં અંદાજે ૬૮૦ ડોલ્ફિન નોંધાઈ 
  • ડોલ્ફિન દેશ-વિદેશના પ્રવાસીઓ માટે નવું આકર્ષણનું કેન્દ્ર બની 
  • ગણતરીમાં વૈજ્ઞાનિક, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયક મળીને ૪૭ વિશેષજ્ઞ જોડાયા

અન્ય વિસ્તારોની વાત કરીએ તો, કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮, ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીના દરિયાકાંઠાના ક્ષેત્રોમાં ૪ ડોલ્ફિન જોવા મળી છે.આ ડોલ્ફિન  દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું નવું કેન્દ્ર બની છે. 

વન વિભાગ અને વિવિધ સંસ્થાઓ દ્વારા હાથ ધરાયેલી આ ગણતરી વૈજ્ઞાનિકો, નિરીક્ષકો, ક્ષેત્ર સહાયકો સહિત ૪૭ વિશેષજ્ઞ જોડાયા હતા. 

સૌથી વધુ ડોલ્ફિન ગુજરાતના આ દરિયામાં છે
સૌથી વધુ ૪૯૮ ડોલ્ફિન ઓખાથી નવલખી સુધી વિસ્તરેલા મરીન નેશનલ પાર્ક એન્ડ મરીન સેન્ચુરીના વિસ્તારમાં હોવાની સંભાવના. કચ્છના અખાતના ઉત્તર તરફના ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના ૧,૮૨૧ ચો.કિ.મી.માં ૧૬૮ વિસ્તારમાં ડોલ્ફિન મળી. ભાવનગરમાં ૧૦ તેમજ મોરબીમાં ૪ ડોલ્ફિન જોવા મળી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news