કુંભાણીને કોર્ટમાં લઈ જશે કોંગ્રેસ, સુરતના મોટા ઝટકા બાદ કોંગ્રેસે કર્યું મોટું પ્લાનિંગ
Nilesh Kumbhani : નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ મોટો મોરચો મંડાશે, સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની કોંગ્રેસની તજવીજ હાથ ધરાઈ, CP ને FIR દાખલ કરવા માગ કરશે
Trending Photos
Surat Loksabha Election : સુરતમાં ભાજપની બિનહરીફ જીતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી મોટો ખેલ કરી ગયાના આક્ષેપો ઉઠ્યા છે. નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો હજી સુધી ગાયબ છે. ત્યારેહવે કોંગ્રેસ નિલેશ કુંભાણી સામે મોરચો માંડશે. લોકસભાની ચૂંટણીમાં લડ્યા વગર જ એક બેઠક ગુમાવનાર કોંગ્રેસ હવે સુરતના ઝટકા બાદ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસમાથી સસ્પેન્ડ કરાયેલા નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ કાર્યવાહી કરશે. ડૉ. અભિષેક મનુ સિંઘવી મોરચાનું નેતૃત્વ કરશે. સસ્પેન્ડેડ ઉમેદવાર સામે ફોજદારી કાર્યવાહીની તજવીજ હાથ ધરાઈ છે. કુંભાણી સામે FIR દાખલ કરવા CP પાસે માંગ કરાશે.
કુંભાણીએ ષડયંત્ર કરીને ફોર્મ રદ કરાવ્યાનું કોંગ્રેસનો આક્ષેપ
કોંગ્રેસની બેઠકમાં સુપ્રીમ કોર્ટના સિનિયર એડવોકેટ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીના નેતૃત્વમાં કાયદાકીય લડાય? કેવી રીતે લડવી? તેની તૈયારી કરવામાં આવી છે. જેને લઈને હવે કેટલાક મહત્વના નિર્ણય પણ કરી દેવામાં આવ્યા છે. સૌપ્રથમ નિલેશ કુંભાણી સામે ફોજદારી ગુનો દાખલ થાય તેના માટે પોલીસ કમિશનરને મળીને એફઆઇઆર દાખલ કરવા માટે માગ કરવામાં આવનાર છે. નિલેશ કુંભાણીએ જે કર્યું છે તેને લઈને તેને પાઠ ભણાવવાનો નિર્ણય કોંગ્રેસે કર્યો છે. મહત્વનું છે કે, કુંભાણીના ફોર્મમાં ટેકેદારોની સહી મિસમેચ થતા અને ટેકેદારો રહસ્યમય રીતે ગાયબ થતા ફોર્મ રદ થયું હતું. જે બાદ અન્ય ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા.
નિલેશ કુંભાણીના કારણે આજે લોકતંત્રમાં સુરત લોકસભા બેઠકના મતદારો મતદાન પ્રક્રિયાથી વંચિત રહેવાના છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ હવે નિલેશ કુંભાણીની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવા જઈ રહી છે. સૌ-પ્રથમ કાયદાકીય લડતમાં કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશ્નરને નિલેશ કુંભાણીની સામે એફઆઇઆર દાખલ કરવામાં આવે તેવી માગ કરવામાં આવશે.
કોંગ્રેસે ગત અઠવાડિયામાં કુંભાણીને કર્યા સસ્પેન્ડ
ગત અઠવાડિયે કોંગ્રેસે નિલેશ કુંભાણીને છ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસ શિસ્ત સમિતિએ લાંબી ચર્ચા બાદ આ નિર્ણય લીધો છે. પૂરતો સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણીએ કોઈ ખુલાસા કર્યા નથી તેવુ શિસ્ત સમિતિએ જણાવ્યું. સમિતિએ જણાવ્યું કે, નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવું એકમ નસીબ ઘટના છે. ફોર્મ રદ થવા અંગે નિલેશ કુંભાણીએ સંપૂર્ણ નિષ્કાળજી દાખવી છે. ભારતીય જનતા પાર્ટી સાથે તેમનું મેરાપીપણું દેખાયું. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સ્પષ્ટતા માટે સમય આપ્યો હોવા છતાં નિલેશ કુંભાણી ગાયબ થઇ ગયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે