ગુજરાતમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, કેન્દ્રની ટીમ ગુજરાત આવશે
દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે. દિવાળીની ઉજવણી માટે બહાર નીકળેલા લોકોએ ફરીથી સંક્રમણ વધાર્યું છે. તો બીજી તરફ શિયાળાને કારણે કોરોનાનો એટેક થયો છે. આવામા કોરોનાના કેસ (corona case) બેકાબૂ બની જતા કેન્દ્રની ટીમ ગુજરાત આવશે. દિલ્હીથી ત્રણ તબીબોની ટીમ ગુજરાતમાં કોરોના (gujarat corona update) ની સ્થિતિ અંગે સમીક્ષા કરશે. સ્વાસ્થય મંત્રાલયે જણાવ્યું કે, આ ટીમ કોવિડના કેસ અને તેને રોકવા માટે, ટેસ્ટીંગ, સંક્રમણ રોકવા તથા તેના ઉપાયોના મામલે તપાસ કરશે.
આ પણ વાંચો : સુરતના આહીર પરિવારને પાવાગઢ દર્શન પહેલા મળ્યુ મોત, હોસ્પિટલમાં લાશોની લાઈન પડી
હાઈકોર્ટના 3 જજ કોરોના પોઝિટિવ
ગુજરાત હાઇકોર્ટમાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ગુજરાત હાઇકોર્ટેના ત્રણ જજ કોરોના સંક્રમિત થયા છે. જસ્ટિસ એસી રાવ, જસ્ટિસ જી.આર ઉધવાણી અને જસ્ટિસ આર.એમ સરીન કોરોના સંક્રમિત થયા છે. આ પહેલા હાઈકોર્ટેના રજિસ્ટ્રી વિભાગના અનેક કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા છે.
Dr Randeep Guleria, Director, AIIMS Delhi to lead 3-member team to Haryana & Dr V K Paul, Member (Health), Niti Aayog is heading the Rajasthan team Dr S K Singh, Director (NCDC) to lead Gujarat team. Dr L Swasticharan, Addl DDG, DHGS to head the team to Manipur: Health Ministry https://t.co/T6ufziRekZ
— ANI (@ANI) November 19, 2020
સુરતમાં કોરોના બેકાબૂ
સુરતમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાયો છે. દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે ફાયરના ઓફિસરો દ્વારા લાઉડસ્પીકર મૂકી લોકોને તકેદારી રાખવા સૂચન કરવામાં આવી રહ્યાં છે. કોરોનાની ગાઈડ લાઈનનું પાલન કરવા સરકારી કર્મચારીઓ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી હતી.
High-level Central teams deputed to Haryana, Rajasthan, Gujarat and Manipur. With the surge in daily new cases & spike in daily fatalities in Delhi, the spillover effect is being observed in NCR regions in Haryana & Rajasthan where COVID cases are rising: Health Ministry
— ANI (@ANI) November 19, 2020
સુરેન્દ્રનગરમાં એક જ દિવસમાં 7ના મોત
સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોનાથી અંદાજે લોકોના મોત નિપજ્યા છે. દિવાળીના તહેવાર દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધતા તંત્ર અને લોકોમાં ચિંતા જોવા મળી છે. તમામ મૃતકોની સુરેન્દ્રનગર શહેરના મુખ્ય સ્મશાનમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ અંતિમવિધિ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસનો કુલ આંક અંદાજે 2900 ને પણ પાર પહોંચ્યો હોવા છતાં લોકોમાં કોરોના પ્રત્યે ગંભીરતાનો અભાવ જોવા મળ્યો છે. કોરોના વાયરસથી એક જ દિવસમાં 7 વ્યક્તિના મોતથી વહીવટી તેમજ આરોગ્ય તંત્ર સહિત લોકોમાં ચિંતા જોવા મળી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે