મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદને પાકિસ્તાની કોર્ટે ફટકારી સાડા દસ વર્ષની સજા
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેટર ફન્ડિંગ મામલામાં મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના મુખિયા હાફિઝ સઈદને સાડા દસ વર્ષની સજા ફટકારી છે.
Trending Photos
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ગુરૂવારે ટેટર ફન્ડિંગ મામલામાં મુંબઈ બોમ્બ ધમાકાના માસ્ટર માઇન્ડ અને જમાત-ઉદ-દાવાના મુખિયા હાફિઝ સઈદને સાડા દસ વર્ષની સજા ફટકારી છે. તો હાફિઝ અબ્દુલ રહમાન મક્કીને છ મહિનાની સજા ફટકારી છે. આ પહેલા એફએટીએફમાં કાર્યવાહીના ડરથી હાફિઝ સઈદની ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કોર્ટમાં રજૂ કરવા દરમિયાન જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.
હાફિઝ સઈદના પ્રવક્તાને 32 વર્ષની સજા
આ પહેલા પાકિસ્તાનની આતંકવાદ વિરોધી કોર્ટે હાફિઝ સઈદના પ્રવક્તાને 32 વર્ષની સજા ફટકારી હતી. જમાત-ઉદ-દાવા પ્રવક્તા યાહા મુજાહિદ હતો. આ સજા ટેરર ફન્ડિંગ મામલામાં થઈ છે. કોર્ટે જમાત-ઉદ-દાવા સાથે જોડાયેલા અન્ય બે વ્યક્તિઓને પણ સજા ફટકારી હતી. તેમાં હાફિઝનો ભત્રીજો પ્રોફેસર હાફિઝ અબ્દુલ રહમાન મક્કી પણ સામેલ હતો. તેને એક વર્ષની સજા ફટકારી હતી.
An anti-terrorism court in Pakistan sentences Jamat-ud-Dawa head Hafiz Saeed to 10-year imprisonment in an illegal funding case: Pakistan media
(file pic) pic.twitter.com/98Gf0Cn8si
— ANI (@ANI) November 19, 2020
આ પહેલા એટીસી લાહોરે પંજાબ પોલીસ દ્વારા નોંધવામાં આવેલા આતંકના ફન્ડિંગના બે અન્ય મામલામાં જમાત-ઉદ-દાવાના જફર ઇકબાલ, હાફિઝ અબ્દુલ રહમાન મક્કી અને મુહમ્મદ અશરફને દોષી ઠેરવ્યા હતા. બંન્ને વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમની વિભિન્ન કલમો હેઠખ 16 વર્ષની સામુહિક કારાવાસની સજા ફટકારી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે