Gujarat Corona Update: 5 લાખ વધુ ગુજરાતીઓ કોરોના સામે જીત્યા જંગ, આજે દાખલ થયા તેના કરતાં વધુ ડિસ્ચાર્જ થયા

ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે  દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને  ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા વધી છે.  સમગ્ર રાજ્યમાં આજે ૧૨,૦૬૪ દર્દીઓ નોંધાયા છે તેની સામે આજના દિવસે ૧૩,૦૮૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 

Gujarat Corona Update: 5 લાખ વધુ ગુજરાતીઓ કોરોના સામે જીત્યા જંગ, આજે દાખલ થયા તેના કરતાં વધુ ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર: ગુજરાતમાં અત્યાર સુધીમાં પાંચ લાખથી વધારે લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધીમાં કુલ ૫,૦૩,૪૯૭ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી ગયા છે. ગુજરાત માટે આજે બીજા સારા સમાચાર એ પણ છે કે આજે  દાખલ થયેલા દર્દીઓ કરતાં સાજા થઈને  ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા વધી છે.  સમગ્ર રાજ્યમાં આજે ૧૨,૦૬૪ દર્દીઓ નોંધાયા છે તેની સામે આજના દિવસે ૧૩,૦૮૫ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે. 

અમદાવાદ શહેરમાં પણ આજે ૩,૭૪૪ નવા દર્દીઓની સામે સાજા થઈને ઘરે ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે  ૫,૨૨૦ છે. સુરતમાં પણ આજે ૯૦૩ નવા દર્દીઓ નોંધાયા તેની સામે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા ૧૬૭૦  છે. રાજકોટ શહેરમાં પણ દાખલ થયેલા દર્દીઓ કરતા સાજા થઇને ગયેલા દર્દીઓની સંખ્યા ઘણી વધારે છે. રાજકોટમાં આજે ૩૮૬ નવા દર્દીઓ દાખલ થયા છે જ્યારે ૪૪૮ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે.

સુરત જિલ્લામાં નવા ૩૦૬ દર્દીઓ ઉમેરાયા છે, તેની સામે ૪૯૯ દર્દીઓ સાજા થઈને ગયા છે. આણંદમાં ૧૯૫ નવા દર્દીઓ સામે સાજા થઈને ગયેલા દર્દીઓ ૨૨૯ છે. પાટણમાં ૧૩૯ નવા દર્દીઓ દાખલ થયા છે, તેની સામે ૨૧૦ દર્દીઓ સાજા થઈને ગયા છે. ગાંધીનગર શહેરમાં ૧૩૧ નવા દર્દીઓ નોંધાયા છે, તેની સામે ૧૬૧ દર્દીઓ સાજા થઈને ગયા છે. ભરૂચમાં નવા ૧૧૪ દર્દીઓ છે, જ્યારે ૧૬૯ દર્દીઓ સાજા થઈને ગયા છે. એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૧૨ નવા દર્દીઓ ની સામે ૨૦૨ દર્દીઓ સાજા થઈને ગયા છે.

રાજ્ય સરકારના સઘન પ્રયાસો, તબીબો અને સમગ્ર આરોગ્ય તંત્રની મહેનત અને સમગ્ર વહીવટીતંત્રના પરિશ્રમના સારા પરિણામો મળી રહ્યા છે. ગુજરાતમાં કોરોનાના  સંક્રમણમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. ગુજરાતનો રિકવરી રેટ પણ ૭૬.૫૨ ટકા જેટલો થયો છે.

અત્યાર સુધીમાં 1,02,24,941 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 29,89,975 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,32,14,916 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18 થી 44 વર્ષ સુધીના 22,474 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45-60 વર્ષનાં કુલ 38,139 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 1,10,614 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,46,385 એક્ટિવ દર્દી છે, જે પૈકી 775 લોકો વેન્ટિલેટર પર છે અને 1,45,610 લોકો સ્ટેબલ છે. 5,03,497 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 8,154 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 17, સુરત કોર્પોરેશનમાં 8, રાજકોટ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 5, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 5 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 4 દર્દીના મોત થયા છે.

આ ઉપરાંત મહેસાણા 3, વડોદરા 4, જામનગર 5, સુરત 4, જુનાગઢ 3, ગીર સોમનાથ 1, પંચમહાલ 1, કચ્છ 4, બનાસકાંઠા 1, આણંદ 1, દાહોદ 1, અરવલ્લી 2, ગાંધીનગર 1, નવસારી 1, પાટણ 3, ભરૂચ 2, તાપી 1, સુરેંદ્રનગર 1, રાજકોટ 5, સાબરકાંઠા 4, ભાવનગર 6, વલસાડ 2, છોટાઉદેપુર 1, અમરેલી 2, દેવભૂમિક દ્વારકા 3, પોરબંદર 1, અને બોટાદમાં 2 દર્દીઓના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કુલ 119 દર્દીઓના મોત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news