Corona Update: ગુજરાતમાં કોરોનાના વળતા પાણી, કેસ અને મૃત્યુમાં ઘટાડો, રિકવરી રેટ વધ્યો
રાજ્ય માટે સારા સમાચાર તે છે કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર 557 લોકોએ કોરોનાને માત આપી છે.
Trending Photos
ગાંધીનગરઃ કોરોનાના કહેર બાદ ગુજરાત માટે રાહતના સમાચાર આવી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 6,447 કેસ નોંધાયા છે. નવા કેસની સાથે ગુજરાતમાં કુલ સંક્રમિતોની સંખ્યા 7 લાખ 66 હજાર 201 એ પહોંચી ગઈ છે. તો આ દરમિયાન 67 લોકોના મૃત્યુ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર 557 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. તો અત્યાર સુધી 9269 દર્દીઓના મોત થયા છે.
રિકવરી રેટ વધીને 85.68 ટકા થયો
રાજ્ય માટે સારા સમાચાર તે છે કે છેલ્લા કેટલાક દિવસથી નવા કેસ કરતા સાજા થનારાની સંખ્યા સતત વધી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 હજાર 557 લોકોએ કોરોનાને માત આપી છે. આમ અત્યાર સુધી 6,60,489 લોકો સાજા થઈ ગયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ પણ એક લાખની નીચે પહોંચી ગયા છે. ગુજરાતના આજની તારીખે એક્ટિવ કેસ 96443 છે. જેમાં 755 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ રાજ્યનો રિકવરી રેટ વધીને 86.20 ટકા થઈ ગયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 1862 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 442, સુરત શહેરમાં 322, વડોદરા ગ્રામ્ય 197, જૂનાગઢ 228, જામનગર શહેર 172, પંચમહાલ 168, આણંદ 214, ગીર સોમનાથ 82, જૂનાગઢ શહેર 113, સુરત ગ્રામ્ય 144, રાજકોટ ગ્રામ્ય 103, ભરૂચ 141, અમરેલી 186, મહેસાણા 184, ખેડા 142, મહીસાગર 80, રાજકોટ શહેરમાં 187 કેસ સામે આવ્યા છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા મૃત્યુ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 12 લોકોના મોત થયા છે. તો વડોદરા શહેરમાં 4, સુરત શહેરમાં 7, વડોદરા શહેરમાં 4, જૂનાગઢ 3, જામનગર શહેર 4, પંચમહાલમાં 1, સુરત ગ્રામ્યમાં 4, રાજકોટ ગ્રામ્યમાં 4, રાજકોટ શહેરમાં 3, આણંદમાં 1, અમરેલીમાં 1, સાબરકાંઠામાં 1, અમરેલીમાં 1, પંચમહાલમાં 1, પોરબંદરમાં 1, વલસાડમાં 1, ગાંધીનગર શહેરમાં 1, ગાંધીનગર ગ્રામ્યમાં 1, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 3, બનાસકાંઠામાં 2, ગીરસોમનાથમાં 2, જામનગર 3, અને પાટણમાં એમ કુલ 67 વ્યક્તિઓના મોત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે