GUJARAT CORONA UPDATE: નવા 654 કેસ, 63 દર્દી સાજા થયા, 1 પણ મોત નહી
Trending Photos
ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાનાં નવા 654 કેસ નોંધાયા છે. બીજી તરફ 63 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,18,652 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોના રિકવરી રેટ પણ 98.43 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજના દિવસમાં કુલ 1,88,125 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
બીજી તરફ જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 2962 કેસ એક્ટિવ છે. જે પૈકી 17 નાગરિકો વેન્ટિલેટર પર છે. 2945 નાગરિકો સ્ટેબલ છે. 8,18,652 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. 10118 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 654 નવા નોંધાયેલા કેસ પૈકી 311 અમદાવાદ કોર્પોરેશન, 97 સુરત કોર્પોરેશન, 38 વડોદરા કોર્પોરેશન, આણંદ 21, રાજકોટ કોર્પોરેશન 21, સુરત 19, ખેડા 13, જામનગર કોર્પોરેશન 12, કચ્છ 12, રાજકોટ 11, વલસાડ 11, નવસારી 10, ભરૂચ 9, ગાંધીનગર 9, અમદાવાદ 6, ભાવનગર કોર્પોરેશન 6, જામનગર 5, મહીસાગર 5, મહેસાણા 5, અમરેલી 4, મોરબી 4, તાપી 4, પોરબંદર 3, સાબરકાંઠા 3, વડોદરા 3, બનાસકાંઠા 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને પંચમહાલમાં 1 કેસ નોંધાયો છે.
આ ઉપરાંત રસીકરણના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 3ને રસીનો પ્રથમ 692 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારીને ઉંમરના 6959 નાગરિકોને રસીનો પ્રથમ, 41536 નાગરિકોને રસીનો બીજો ડોોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 24561 નાગરિકોને રસીનો પ્રથમ 114374 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 1,88,125 રસીના ડોઝ અત્યાર સુધીમાં અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,94,35,345 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે