વડોદરા : એક પણ કોરોના દર્દી ન હોવાથી સયાજી હોસ્પિટલના તબીબોએ ખુશીથી ગરબા કર્યા
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા :ગુજરાતના અનેક જિલ્લાઓ હવે કોરોના મુક્ત (Gujarat Corona Update) થવા તરફ આગળ વધી રહ્યા છે. અનેક જિલ્લાઓ ઝીરો કેસ કેટેગરીમાં આવી ગયા છે. અનેક શહેરોની સરકારી હોસ્પિટલ પણ હવે કોરોનામુક્ત બની રહી છે. ત્યારે હવે આ લિસ્ટમાં સંસ્કારી નગરની હોસ્પિટલનુ નામ સામેલ થયું છે. વડોદરા (Vadodara) ની સયાજી હોસ્પિટલ કોરોનામુક્ત (corona free) બની છે. હોસ્પિટલમાં એક પણ કોરોના દર્દી ન હોવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યો હતો.
વડોદરાની સયાજી હોસ્પિટલ કોરોના દર્દી મુક્ત બની છે. બીજી લહેરમાં કોરોનાના કેસ (corona case) એકદમ ઘટી ગયા છે. એકપણ કોરોના કેસ ન હોવાથી સયાજી હોસ્પિટલના તબીબો એકઠા થઈ ઉજવણી કરી હતી. હાલ સયાજી હોસ્પિટલ (ssg hospital) ના કોવિડ વોર્ડમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. એક પણ કોરોના કેસ ન હોવાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. તબીબો અને નર્સિંગ સ્ટાએફ હોસ્પિટલ બહાર ગરબે ઘૂમીને ઉજવણી કરી હતી. વોર્ડમાં એક પણ દર્દી ના હોવાથી તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. સતત દોઢ વર્ષથી કોરોના વોરિયર કોરોના સામે લડત આપી રહ્યાં છે, આખરે તેમને ઝીરો કેસ પર આવવા સફળતા મળી છે.
આ વિશે એક તબીબે કહ્યું કે, દોઢ વર્ષથી હોસ્પિટલના તમામ કોરોના વોરિયર કોરોના સામે લડી રહ્યા છે. આ દોઢ વર્ષમાં કેટલાક કોવિડ વોરિયર શહીદ થયા તો 700 જેટલા વોરિયર્સ પોઝિટિવ આવ્યા હતા. છતા તેઓ હિંમત હાર્યા ન હતા. આજે એક પણ દર્દી નથી. આનો શ્રેય વડોદરા જિલ્લાની કોવિડ કમિટિને જાય છે. તમામ નર્સિંગ સ્ટાફે આ સાથે જ પ્રાર્થના કરી કે, હવે ત્રીજી લહેર ન આવે. બે વર્ષ બાદ આવી ખુશીનો માહોલ આવ્યો છે. બે વર્ષ સુધી તમામ લોકો લડ્યા છે. આશા છે કે બીજી લહેર ન આવે, અને બીજા દર્દી પણ ન આવે.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય (Gujarat) માં કોરોના તબક્કાવાર રીતે કાબૂમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા માત્ર 19 કેસ જ નોંધાયા છે. તો બીજી તરફ 22 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં 8,14,994 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ ઝડપથી સુધરી રહ્યો છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,77,538 દર્દીઓનું રસીકરણ થયું છે.
જો એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 183 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 વેન્ટીલેટર પર છે. 177 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,994 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 2 , વડોદરામાં 2, સુરતમાં 3, જુનાગઢ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 2, ભાવનગરમાં 2, જામનગરમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, વડોદરામાં 1, અને ગીર સોમનાથમાં 1 એમ કુલ 19 કેસ નોંધાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે