સુરતમાં પાટીલ પરિવારે વટ પાડ્યો, ઢોલના તાલે મતદાન કર્યું, બાદમાં રેંકડી પર પાટીલ-સંઘવીએ ચાની ચુસ્કી લીધી
Gujarat Election 2022 : સીઆર પાટીલ અને હર્ષ સંઘવી સુરતમાં મતદાન કર્યા બાદ અન્ય નેતાઓ સાથે ચાની ચુસ્કી મારતા જોવા મળ્યા
Trending Photos
Gujarat Chutani 2022 ચેતન પટેલ/સુરત : પ્રથમ તબક્કામાં આજે દક્ષિણ ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. જે ભાજપનો ગઢ ગણાય છે. સુરત એટલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો ગઢ, સુરત એટલે હર્ષ સંઘવીનો ગઢ, ત્યારે સુરતમાં આજે પાટીલ પરિવારે વટ પાડ્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે પોતાના આખા પરિવાર સાથે વોટ કરવા પહોંચ્યા હતા. ખાસ વાત તો એ છે કે, પરિવારે ઢોલના તાલે મતદાન કર્યુ હતું. તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ મતદાન કર્યું. તો સુરતના મેયર હેમાલી બોઘાવાલા સાયકલ પર મતદાન કરવા પહોંચ્યા હતા.
Gujarat Elections: ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે સૌથી વધુ સીટો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો#Gujaratelection2022 #Election2022 #CRPatil #BJP #Gujarat pic.twitter.com/ICIDoi1MB9
— Zee 24 Kalak (@Zee24Kalak) December 1, 2022
પરિવાર સાથે મતદાન કર્યા બાદ સીઆર પાટીલે અપીલ કરી હતી કે, આજે મતદાનનો દિવસ છે, બધા મતદાન જરૂર કરે તેવી મારી અપીલ છે. સૌથી વધુ જીતવાના, સૌથી વધુ લીડ સાથે જીતવાનો અને સૌથી વધુ વોટ શેરનો રેકોર્ડ આજે તોડવો છે.
તો ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યા બાદ કહ્યું કે, લોકશાહીના સૌથી મોટા ઉત્સવમાં ગુરજાતન યુવા સાથે, માતાઓ, અનેમતદારોને અપીલ કરું છું કે ઉત્સવને ઐતિસાહિક ઉત્સવ બનાવવામાં આવે. નવો ઈતિહાસ લખવામાં આવે. લોકશાહીના પર્વને હજી મોટો બનાવો તેવી મારી અપીલ છે.
આ બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રસ્તા પર બેસી ચા પર ચર્ચા કરી હતી.
સુરતના મેયર હેમાલી બોઘાવાલા આજે સાયકલ લઈને મતદાન કરવા માટે પહોંચ્યાં હતાં. એકલા જ મતદાન કરવા નીકળેલા હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, પર્યાવરણમાં પ્રદૂષણ અટકાવવું ઓછું કરવું એ આપણી ફરજ છે. તેમ મતદાન કરીને પણ લોકશાહીને મજબૂત કરવી દરેકની ફરજ છે. જેથી મેં સાયકલ પર નીકળીને અનોખો સંદેશ આપવા પ્રયાસ કર્યો છે. દરેક નર નારી મતદાન કરે એ સંદેશ સાથે મેં સાયકલ સવારી કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે