કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા

Gujarat Exit Poll Result 2024: ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે,,, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ,,, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન,,, આપનું નહીં ખુલે ખાતું
 

કોંગ્રેસના હાથમાં કંઈ નહિ આવે, ગુજરાતના Exit Poll ના આંકડાએ ફરી એકવાર સૌને ચોંકાવી દીધા

Gujarat Exit Poll : દેશમાં ફરી એકવાર મોદી સરકારનો દબદબો યથાવત્. ન્યૂઝ એજન્સીઓના 10થી વધુ EXIT POLLમાં NDA 350 પાર બતાવી રહ્યુ છે. તો INDIA ગઠબંધનને 125થી 161 બેઠકો મળવાનું અનુમાન બતાવાયું છે. જોકે, 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ મળી રહી છે. બે સરવેમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 સીટ મળવાનું તારણ છે. તો આમ આદમી પાર્ટીનું ખાતું ખૂલવું પણ મુશ્કેલ તેવું બતાવે છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપ 26માંથી 26 સીટ જીતશે. 4 એક્ઝિટ પોલમાં ગુજરાતમાં ભાજપની ક્લિન સ્વીપ બતાવે છે, તો બે એક્ઝિટ પોલમાં કોંગ્રેસને વધુમાં વધુ એકથી બે સીટ મળવાનું અનુમાન છે. આપનું તો ગુજરાતમાં ખાતુ પણ નહીં ખુલે. 

ગુજરાતની જનતાનો PM મોદી પરનો વિશ્વાસ અતૂટ છે. અનેક EXIT POLLમાં 26માંથી 26 બેઠકો ભાજપને મળી છે. ગુજરાતના 8 EXIT POLLમાં ભાજપની ક્લિન સ્વીપ બતાવાઈ છે. તો અનેક EXIT POLLમાં કોંગ્રેસને વધુમાં વધુ 1 બેઠકનું અનુમાન છે. AAPનું ગુજરાતમાં ખાતું પણ ન ખૂલવાનું અનુમાન છે.

EXIT POLL પ્રમાણે દેશમાં ફરી એકવાર મોદી સરકાર બનવાની છે. 10થી વધુ EXIT POLLમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમત બતાવે છે. 3 EXIT POLLમાં મોદી સરકાર 400ને પાર બતાવાય છે. જેમાં AAJ TAK, સુદર્શન અને ચાણક્યના EXIT POLLમાં 400 પાર આવી રહ્યાં છે. EXIT POLL પ્રમાણે મોદી સામે વિપક્ષનું ગઠબંધન ફેઈલ જઈ રહ્યુ છે. EXIT POLL પ્રમાણે વિપક્ષની એકજૂટતા પણ નકામી નીવડશે. વિપક્ષ એકજૂટ થઈને પણ મોદીને ન રોકી શક્યો.

દેશમાં ત્રીજી વખત બનશે મોદી સરકાર

  • 5 EXIT POLLમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળશે. 
  • P-MARQ અને MATRIZE EXIT POLLમાં મોદી સરકાર આવશે તેવુ જણાવાયું છે. MATRIZE પ્રમાણે NDAને 353-368 બેઠક 
  • જન કી બાતના EXIT POLLમાં NDAને 362-392 બેઠક મળશે
  • ઇન્ડિયા ન્યૂઝના EXIT POLLમાં NDAને 371 બેઠક મળશે

EXIT POLL પ્રમાણે ગુજરાતમાં ભાજપનો વોટશેર ઘટશે. ગુજરાત વિધાનસભાની સરખામણીએ 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપનો વોટશેર 50% આસપાસ રહેશે. EXIT POLL પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસનો વોટશેર વધશે. વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં વિપક્ષનો વોટશેર 36થી 40% થશે. 

EXIT POLL પ્રમાણે મિશન 26 સાકાર તો થશે, પણ લીડ નહીં મળે. સુરેન્દ્રનગરમાં ભાજપને સૌથી ઓછી લીડ આવશે. ગાંધીનગરમાં અમિત શાહને 7 લાખ આસપાસ લીડ મળશે. નવસારીમાં સીઆર પાટીલને 7 લાખ આસપાસ લીડ મળશે.
 
EXIT POLL પ્રમાણે ભરૂચમાં AAPના ચૈતર વસાવા નહીં જીતી શકે. તો ભાવનગરમાં AAPના ઉમેશ મકવાણા પણ હારશે. આણંદમાં કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડા હારશે.બનાસકાંઠામાં ગેનીબેન ઠાકોર હારશે. અમિત ચાવડા લીડ કાપશે પણ સીટ હારશે તેવુ અનુમાન છે. 

એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલના ડેટા અનુસાર ગુજરાતમાં NDAને 62 ટકા વોટ મળવાની સંભાવના છે, ઈન્ડિયા એલાયન્સને 35 ટકા વોટ અને અન્યને 3 ટકા વોટ મળવાની શક્યતા છે. એબીપી ન્યૂઝ-સીવોટર એક્ઝિટ પોલ અનુસાર, ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી એનડીએને 25-26 બેઠકો અને ઈન્ડિયા એલાયન્સને 0-1 બેઠકો મળવાની સંભાવના છે. જ્યારે અન્યને 0 બેઠકો મળવાની શક્યતા છે.

ઇન્ડિયા ટુડે-એક્સિસ માય ઇન્ડિયા ગુજરાતમાં ભાજપને 25થી 26 સીટ મળવાનો અંદાજ છે. જ્યારે કોંગ્રેસને એક સીટ મળી શકે છે. ઇન્ડિયા ટીવી-CNX, ન્યૂઝ24-ટુડેઝ ચાણક્યા, ટીવી9 ભારતવર્ષ, તેમજ ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલમાં ભાજપ ગુજરાતમાં ક્લિનસ્વિપ કરશે, એટલે કે ભાજપ તમામ 26 બેઠક જીતશે તેવી આગાહી કરી રહ્યું છે. જ્યારે રિપબ્લિક-મૈટ્રિઝના સરવેમાં ભાજપને 24થી 26 અને કોંગ્રેસને વધુમાં વધુ 2 સીટ મળવાનું તારણ સામે આવ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news